ફેમિલી પ્લાનિંગ એસો. અને પટેલ ગોલ્ડ મહિલા સમિતિ દ્વારા કાર્યક્રમ
ફેમીલી પ્લાનિંગ એશોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા તેમજ પટેલ ગોલ્ડ મહિલા સમિતિના સયુંકત ઉપક્રમે રાજવાટિકા, સોસાયટી પુષ્કરધામ મેઈન રોડ રાજકોટ મુકામે સ્ત્રી હિંસા મુક્ત ભારત અભિયાન અંતર્ગત યુવા મહિલાઓ માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ૪૦ મહિલાઓએ ઉત્સાહપૂર્વક સહભાગી થઇને લાભ લીધો હતો તથા મહિલા તથા યુવતીઓ સાથે બનતા રોજ બરોજના કિસ્સાઓ માટે જવાબદાર બાબતોની પર્શ્નોની સ્પષ્ટતા કરી હતી. પટેલ ગોલ્ડ મહિલા સમિતિના અધ્યક્ષ અનુબેન રીબડીયા દ્વારા ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
ફેમીલી પ્લાનિંગ એશોસીએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચના મહેશ રાઠોડે સંસ્થાની સેવાઓ વિષે માહિતી આપી તેમજ આજના કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, મહિલાઓ અને તરુણીઓ સાથે જે કિસ્સાઓ બને છે તે બાબતોનું મૂળ અને તેને રોકવા માટે સમાજના પ્રયત્નો શું હોવા જોઈએ તે વિષયે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ઇસ્ટ ડીવીજન પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શિલ્પાબેન પટોળીયા દ્વારા સાંપ્રત સમયમાં બનતી ઘટનાઓને લક્ષમાં રાખીને તેમણે પ્રવચન આપ્યું હતું.
ફેમીલી પ્લાનિંગ એશોસીએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ મેનેજર જશુભાઈ પટેલે આ પ્રંસગે સંતાનો પ્રત્યે માતાપિતાની ભૂમિકા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે આજે જાતીય શિક્ષણનો આભાવ તથા ઓછા માતા-પિતાઓ પોતાના સંતાનોની લાગણીઓ સમજતા હોઈ છે તથા યુવતીઓ સાથે જે કિસ્સાઓ બને છે. તેમાં માતા-પિતાએ સ્વરક્ષણ માટે સંતાનોને જે તાલીમ આપવી જોઈએ તેનાથી વંચિત રાખે છે, તેમજ પરિવારનું વાતાવરણ શિસ્તનું આગ્રહી હશે તોજ બાળક સારા વિચારો અને મુલ્યો સાથે જીવન જીવતા શીખશે તથા કોઈપણ કાર્યની શરૂઆત પોતાનાથી કરવી ફરજીયાત છે તેમ જણાવ્યું હતું.