સમસ્ત ગ્રામજનોએ કલેકટર કચેરીએ ઉમટી રોષ ઠાલવ્યો: ભુગર્ભ ગટર, રોડ-રસ્તા, પાણી, કચરાના નિકાલ સહિતના પ્રશ્નો ઉકેલવાની માંગ

રાજકોટ તાલુકાના મહિકા ગામ હજુ સુધી પ્રાથમિક સુવિધાઓથી વંચીત હોય આ મામલે સમસ્ત ગ્રામજનોએ કલેકટર કચેરી ઉમટી પડી ઉગ્ર રોષ સાથે જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

7537d2f3 9

આવેદનમાં જણાવ્યું હતું કે, રાજકોટ તાલુકાના મહિકા ગામની હદમાં સોસાયટીઓ જેવી કે હરસિધ્ધિ પાર્ક, નકલંક પાર્ક, શિવ પાર્ક, ઓમ તિરુમાલા સોસા., બે ગોકુલ પાક, માનધાતા પાર્ક, ઓમ તીરૂમાલા-૧, શ્યામ કિરણ સોસા., શિવમ સોસાયટી, પીઠડાઈ ૧ તથા ૨, રઘુનંદન સોસાયટી, રાધીકા પાર્ક એમ કુલ ૧૨ સોસાયટીઓ આવેલ છે. જેમાં પાંચ હજારથી વધુ લોકો વસે છે જે માંડા વિસ્તાર તરીકે ઓળખાય છે. આમ જનતાની રોજબરોજની જરૂરિયાત અને જીવન જરૂરી સુવિધાથી વંચિત આ સોસાયટીના રહીશોના પેચીદા પ્રશ્ર્નો વણ ઉકેલ્યા છે.ગુભર્ગ ગટરની વ્યવસ નથી, જેથી ગંદુ પાણી ઠેર-ઠેર ભરાવાથી ગંદકી ફેલાઈ છે અને રોગચાળો ફેલાયો છે. પીવાના પાણીની કોઈ જાતની સુવિધા નથી. બોરના પાણી પીવામાં ઉપયોગમાં લેવાતા હોઈ ભુગર્ભ તેમજ શોષકુંડીના કારણે પાણી દુષિત આવે છે. રોડ-રસ્તા કાચા હોવાના લીધે ચોમાસા દરમિયાન ખૂબ જ મુશ્કેલી પડે છે.,  જાહેર રસ્તાઓ ઉપર સ્ટ્રીટ લાઈટની સુવિધા નથી જેથી રાત્રીના સમયે લોકોને અવર-જવર માટે ખૂબજ મુશ્કેલી પડે છે., ઘન કચરાનાં નિકાલ માટેની પણ કોઈ જ વ્યવસ નથી સરકારની સ્વચ્છ ગુજરાત/ભારતની યોજના સફળ કરવા માટે કોઈ જ સુવિધા નથી, આ સોસાયટી વિસ્તારમાં ગ્રામ પંચાયત વિસ્તાર હોઈ જાહેર શૌચાલયની એરિયા તથા સોસાયટી વાઈઝ કોઈ જ સુવિધા નથી, પ્રાથમિક જરૂરિયાત જેવી કે બાળકોને શિક્ષણ આપવા માટે સરકારી સ્કૂલની સુવિધાગ્રસ્ત કોઈપણ જાતની સુવિધા ઉપલબ્ધ નથી, આમ જનતાના સ્વાસ્થ્ય માટેની આરોગ્ય સુવિધા માટે તબીબી સારવાર તાત્કાલીક અને રાહતદરે મળે તેવી કોઈ જ સુવિધા ઉપલબ્ધ નથી. આ મામલે ત્વરીત કાર્યવાહી કરવાની માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.