જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલના પ્રયત્ન સફળ
હળવદ તાલુકામાં કુલ ૭૩ પ્રાથમિક શાળાઓ આવેલી છે જે શાળામાં શિક્ષકો બાળકોના અભ્યાસ પ્રત્યે કેટલી દેખરેખ રાખે છે શાળામાં શિક્ષકોની હાજરી બાબતે અનિયમિતતા છે કે નહીં જેના ભાગરૂપે મોરબી જિલ્લા પંચાયત દ્વારા શિક્ષણ સમિતિ હસ્તક જિલ્લાની ૪૩ પ્રાથમિક શાળાઓમાં ગુજરાત ની નામાંકિત કંપની દ્વારા નાઈટ વિઝન સી.સી.ટી.વી કેમેરા લગાવવાની કામગીરીનુ કામ હાલ પૂર્ણતાના આરે છે જેમાં હળવદ તાલુકાની ૧૫ પ્રાથમિક શાળાઓનો પણ સમાવેશ થયો છે જેમાં રાત્રિ દરમિયાન અને વીજ પુરવઠો ના હોય ત્યારે પણ કેમેરા કાર્યરત રહે તે માટે યુ.પી.એસ.શી.નો ઉપયોગ કરાયો છે
મોરબી જિલ્લા પંચાયત ખાતે કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલ ના અધ્યક્ષ સ્થાને ગત કારોબારીની બેઠક યોજાઇ હતી જેમાં સ્વભંડોળની ગ્રાન્ટમાંથી શિક્ષણ સમિતિ હસ્તક પ્રાથમિક શાળાઓ મા રૂપિયા ૭૦ લાખના ખર્ચે જિલ્લાના મોરબી,માળીયા, ટંકારા,વાંકાનેર અને હળવદ સહિત જીલ્લા ની ૪૩ પ્રાથમિક શાળાઓમાં ડિજિટલ નાઇટ વિઝન સી.સી.ટી.વી કેમેરા લગાવવાનું નક્કી કરાયું હતું જેમાં હાલ મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે ખાસ કરીને મોટાભાગની શાળાઓમાં શિક્ષકો અપડાઉન કરતા હોય કેટલીક શાળાઓમાં શિક્ષકો શાળાના સમય મુજબ આવતા નથી જેથી ડિજિટલ સીસીટીવી કેમેરા લાગવાથી તે શાળાના શિક્ષકો માં ફફડાટ ફેલાયો છે અને અંદરો અંદર કોની શાળામાં સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા છે તેની ચર્ચાઓ શરૂ થઈ છે સીસીટીવી કેમેરા લગાયેલ શાળાઓને જીપીએસ થી કાર્યરત કર્યા બાદ રાજ્ય સાથે જિલ્લાનું શિક્ષણ વિભાગ શાળા સાથે જોડાઇ જશે જેને લઇ શિક્ષણની ગુણવતા માં ફરક આવશે.
આ ગામની શાળામાં લગાવામાં આવ્યા સી.સી.ટી.વી કેમેરા
મેરુપર, ગોલાસણ, પલાસણ, જૂની કીડી, માલણીયા, ચરાડવા, દેવીપુર, સાપકડા, દીઘડીયા, ચિત્રોડી, માથક, ચૂંટણી, ડુંગરપુર, વેગડવાવ, રાતાભેર સહિત ૧૫ગામની પ્રાથમિક શાળાઓનો સમાવેશ કરાયો છે જેમાં ની મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાનું કામ પૂર્ણ થઇ ગયું છે જ્યારે જિલ્લામાં માળીયા તાલુકાની ૬ પ્રાથમિક શાળા,ટંકારા તાલુકા ની ૪ પ્રાથમિક શાળા,વાંકાનેર તાલુકાની ૧૧ પ્રાથમિક શાળા,મોરબી ની ૭ પ્રાથમિક શાળા અને હળવદની ૧૫ મળી કુલ ૪૩ પ્રાથમિક શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાનું કામ પૂર્ણતાના આરે છે