આધુનિક વ્યવસ્થાપન માટે ભારતીય નીતિ ઉપર રાષ્ટ્રીય સેમીનારનું વિશેષ આયોજન
તાજેતરનાં વર્ષોએ જોવા મળ્યું છે કે વેસ્ટર્ન મેનેજમેન્ટના સિદ્ધાંતો સાંપ્રત ઉદ્યોગો અને વ્યવસાયના મેનેજમેન્ટના ભાવિ માટે પરિપૂર્ણ નથી. આ વાસ્તવિકતાના અહેસાસને કારણે તેનો હલ ભારતીય ફિલસૂફી અને વેદાંતમાંથી શોધવાની ઘડી આવી પહોંચી છે. આ દિશામાં અનેક સંસ્થાનોમાં કામ ચાલી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે આના જરૂરી સંદર્ભો ગીતાજી, ઉપનિષદોની કથાઓ ચાણક્ય અર્થશાસ્ત્રમાં મળ્યા છે. રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા આ પ્રયાસોને વેગ આપવા સંદર્ભે રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ ખાતે ૧૧મી ડિસેમ્બરના રોજ દેશના જાણીતા ચિંતકોનું મોડર્ન મેનેજમેન્ટ પર વિચારવલોણું યોજાશેે. શ્રીરામકૃષ્ણ આશ્રમના વિવેક હોલમાં સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા દરમિયાન યોજાનારા આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત રહેશે. જે માટે આશ્રમનો સંપર્ક ફોનનં. ૯૩૨૮૮ ૫૯૭૧૯ પર કરી શકાશે.
આ સેમિનારમાં જાણીતા મેનેજમેન્ટ તજ્જ્ઞ તેમજ કોર્પોરેટ ચાણક્ય સહિતના પુસ્તકના લેખક અને કૌટિલ્ય અર્થશાસ્ત્ર પર પીએચડી કરનારા ડો. રાધાકૃષ્ણન્ પિલ્લાઈ ભાગ લેશે. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદજીનાં કાર્યો અને વૈદિક કાળના મહત્ત્વના સિદ્ધાંતોથી પ્રેરિત થઈ ભારતીય નીતિ આધારિત એમસીએમ-મેનેજમેન્ટ બાઈ કલેક્ટીવ વિઝડમ સંસ્થાને એક મોડલ તરીકે વિકસાવનારા સુરેશ પંડિત, વિવેકાનંદ ઈન્સ્ટીટ્યુટ ઓફ લીડરશીપ એન્ડ ગવર્નન્સ (વીઆઈએલજી)ના સ્થાપક ડાયરેક્ટર એમ. સત્યકુમાર ભાગ લેશે. તેઓ ભારતમાં યુનેસ્કો એસોસિએશનના ચેન્જમેકર એવોર્ડના વિજેતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ટ્રાંસફોમિંગ ઈન્ડીયા પણ તેઓને ક્ધસલ્ટ કરે છે. આ ઉપરાંત સનટેક બિઝનેસ સોલ્યુશનના ચીફ મેન્ટોરીંગ ઓફીસર અને મેમ્બર વિજય મેનન, અમદાવાદ આઈએમએમના પ્રો. એન. રવિચંદ્રન, સ્વામી વિવેકાનંદજી દ્વારા સ્થાપિત અદ્વૈત આશ્રમ માયાવતીના અધ્યક્ષ સ્વામી શુદ્ધિદાનંદજીની ખાસ ઉપસ્થિતિ રહેશે. તેઓ વેદાન્ત પરના કેટલાક મહત્ત્વનાં પ્રકાશન કાર્યો સાથે પણ જોડાયેલા છે. આ ઉપરાંત ડેક્ષટેરીટી ગ્લોબલ સંસ્થાના સ્થાપક અને સીઈઓ અને ઈન્ડીયન યુથ આઈકોન તરીકે ઓળખાતા શરદ સાગર પણ ભાગ લેશે. તેઓ વૈશ્વિક સ્તરે જાણીતા ઉદ્યોગ સાહસિક છે તેમ શ્રીરામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ એક યાદીમાં જણાવ્યું છે.
ઈમ્પોર્ટન્સ ઓફ ઈન્ડીયન એથોસ ફોર મોડર્ન મેનેજમેન્ટ, ઈન્ડીયન એથોસ ફોર યુથ લીડરશીપ, લેસન ફ્રોમ ઈન્ડીયન સ્ક્રિપ્ચર ફોર ઈફેક્ટીવ લીડરશીપ, કોર્પોરેટ ચાણક્ય ફોર સક્સેસફુલ મેનેજમેન્ટ, ઈન્ડીયન એેથોસ ફોર સ્ટ્રેસ મેનેજમેન્ટ,પ્રેક્ટિકલ વેદાંત એન્ડ ટ્રસ્ટશિપ મેનેજમેન્ટ, મેડીટેશન ફોર એક્સેલન્સ ઈન કોર્પોરેટ લાઈફ, સ્વામી વિવેકાનંદ એન્ડ સરવન્ટ લીડરશીપ, મેનેજમેન્ટ લેસન ફોર ગીતા, રીલેવન્સ ઓફ પંચતંત્ર સ્ટોરીઝ ઓફ મેનેજમેન્ટ, ઈન્ડીયન એથોસ ફોર પ્રોડક્ટીવીટી,પ્રોસ્પરીટી એન્ડ પીસ, ઈન્ડીયન એથોસ એટ વર્ક એક્સપેરીમેન્ટ એન્ડ એક્સપિરીયન્સ સહિતના વિષયો પર તજજ્ઞો દ્વારા વિચારવલોણું યોજાશે.