અત્રેની સરકારી પોલીટેકનીક કોલેજમાં કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૦ અન્વયે યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનએ વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન આપ્યુ હતું.
આ કાર્યક્રમમાં ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.આ કાર્યક્રમમાં ૧૮ થી ૧૯ વર્ષના યુવા મતદારો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન.આર.ધાધલ, મામલતદાર સરયુબેન, પોલીટેકનીકના પ્રિન્સીપાલ, માસ્ટર ટ્રેઇનર પિયુષભાઇ હિંડોચા, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે વિશેષ કાઉન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ઓન લાઇન/ઓફલાઇન ફોર્મ ભરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.