ટેકનોલોજી અને મહિલાઓની સુરક્ષા માટે તૈયાર કરાયેલી એપ્લીકેશનની મદદથી માત્ર ચાર મિનિટમાં યુવતીને પોલીસ પ્રોટેકશન મળ્યું: પોલીસ કમિશનર અગ્રવાલે કંટ્રોલ રૂમની સારી કામગીરી બદલ આપ્યુ ઇનામ
હૈદરાબાદ અને ઉનાવની ઘટનાના સમગ્ર દેશમાં ઘેરાપ્રત્યાઘાત પડયા છે. ત્યારે રાજયમાં મહિલાઓની સુરક્ષા અને તાત્કાલિક મદદ મળી રહે રહે તે માટે તે માટે મોબાઇલમાં એપ્લીકેશનની મદદથી કાલાવડ રોડ પર મોડીરાતે યુવતીની છેડતી કરતા ત્રણ શખ્સોને પોલીસે ગણતરીની મિનિટોમાં ધરપકડ કરી કાયદાના પાઠ ભણાવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ પંથકની વતની અને રાજકોટમાં ભાડાના રૂમમાં રહી એમબીએનો અભ્યાસ કરતી યુવતીને ગઇકાલે ભાડાનો રૂમ ખાલી કરવાનો હોવાથી રાતે રિક્ષામાં સામાન ભરી પોતાની બહેનપણીને બેસાની તેની પાછળ એક્ટિવા પર કોટેચા ચોકથી કે.કે.વી. ચોક તરફ જઇ રહી હતી ત્યારે કોટેચા ચોકથી જ જી.જે.૩કેએચ. ૨૯૭૮ નંબરની સફેદ સ્વીફટકારમાં બેઠેલા શખ્સોએ રિક્ષામાં જઇ રહેલી યુવતીની બિભત્સ પજવણી કરી યુવતી પર થુકી અને જીંજરાના ફોતરા ઉડાડી હેરાન કરતા હોવાથી એક્ટિવા પર પાછળ આવી રહેલી યુવતીએ કારમાં બેઠેલા શખ્સોને ઠપકો દેતા તેની પણ છેડતી કરી યુવતી પર થુકીને જીંજરાના ફોફા ઉડાડી પોતાની સાથે આવવાનું કહી કારની ઠોકર મારવા પ્રયાસ કરી ત્રણેય શખ્સો વધુને વધુ હેરાન કરતા યુવતીએ પોતાના મિત્ર દર્શનને જાણ કર્યા બાદ પોલીસની સુરક્ષા એપ્લીકેશનમાં મોબાઇલના માધ્યમથી આઇએમ હેલ્પનો મેસેજ કર્યો હતો.
પોલીસ કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ નિરંજન જાની સહિતના સ્ટાફે એપ્લીકેશનના માધ્યમથી મળેલા મેસેજની ગંભીરતા સમજી તાત્કાલિક મોબાઇલ લોકેશન મેળવી યુવતીના પ્રોટેક્શન માટે પીસીઆર વેને કે.કે.વી.ચોકમાં મોકલી હતી. બીજી તરફ માલવીયાનગર, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને ક્યુઆરટીનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોચી યુવતીને ફરિયાદ માટે માલવીયાનગર પોલીસ મથકે પહોચાડી હતી અને કાલાવડ રોડ પરથી જ કારમાં બેઠેલા રૈયા રોડ નહેરૂનગરના સૈયદ સફી જેઠવા, ઇમરાન ઇકબાલ શેખ અને વાવડીના ફેજલ રસીદ પઠાણની ધરપકડ કરી પોલીસ કમિશનર કચેરીના ઐતિહાસીક લીંબડે અને કે.કે.વી.ચોક ખાતે લઇ જઇ પોલીસે આકરી પૂછપરછ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.