રેલીને આસિટસ્ટ ડાયરેકટર ઓફ એજયુકેશન દિલાવર મંસુરીએ લીલીઝંડી આપી
ધ સોસાયટી ફોર વેલ્ફેર ઓફ ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ ના નીડ્સ ઉપક્રમે વાત્સલ્ય સંસ્થા દીવ દ્વારા રાષ્ટ્રીય મનો દીવ્યાંગ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે સવારે બંદરચોક થી રેલીને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન દિલાવર ળફક્ષતીશિ લીલીઝંડી આપી અને રવાના કરી હતી આ રેલી શહેરના મુખ્ય માર્ગો માંથી પસાર થઈ અને વાત્સલ્ય સંસ્થા એ પહોંચી હતી રેલીમાં મનો દિવ્યાંગ બાળકો વાલીઓ દેવના અગ્રણીઓ સરકારી અધિકારીઓ શાળાના વિદ્યાર્થીઓ ક્ષભભ વિદ્યાર્થીઓ વાત્સલ્ય સંસ્થાના હોદ્દેદારો તેમજ કર્મીઓ પણ જોડાયા હતા સંસ્થાના પ્રાંગણમાં કલેકટર સલોની રાયની અધ્યક્ષતામાં એક જન જાગૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ પુષ્પગુચ્છ આપી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મનોજ દિવ્યાંગ બાળકો ની વિશિષ્ટતા કેવી હોય અને આ બાળકો સાથે કેવી રીતે જીવવું જોઇએ તેનો સંદેશ પ્રોજેક્ટર દ્વારા લોકોને બતાવવામાં આવ્યો હતો જૈન જાગૃતિ કાર્યક્રમ માં મનોજ દિવ્યાંગ બાળકો દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યો જેમાં પ્રસિદ્ધ દિવ્યાંગ ગાયક અને નેશનલ ટીવી કાર્યક્રમોમાં જે પોતાનું આગવું સ્થાન ધરાવે છે તેવા કુમારી કિંજલ ઝાલાના ગીત થી લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને અભિનય ગીત માં દરેક મનો દીવ્યાંગ બાળકોને ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી અને લોકોએ તેને ખૂબ જ પસંદ કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્વારા સન્માન પામેલા ઓમ વ્યાસ અને લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવેલા છે તેણે આ કાર્યક્રમમાં ભાગવત ગીતાના શ્લોકો અને ધાર્મિકશ્લોકો દ્વારા ઉપસ્થિત મહેમાનો ના દિલને જીતી લીધું હતું.
આ કાર્યક્રમમાં વાત્સલ્ય સંસ્થા સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત નાગરિક ચંપક મોડાસીયા અને શિક્ષક જોસેફની કલેકટર તફહજ્ઞક્ષશ ફિશ સાલ ઓઢાડી અને સન્માન પત્ર આપીને સન્માનિત કર્યા અને તેમના ભગીરથ કાર્ય ની સરાહના કરી સાથે સાથે કુમારી કિંજલ અને અમને પણ ટ્રોફી અને સન્માનપત્ર આપી તેમની અદભુત શૈલીનું ખુબ જ પ્રશંસા કરી હતી આ પ્રસંગે કિંજલ ના પિતા જીતેન્દ્ર ઝાલાએ પોતાની પુત્રી અત્યારે આ મુકામે પહોંચી છે તેના માટે ગૌરવ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે કલેકટર સલોની રાવ દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દિવ એસપી હરેશ્વર સ્વામી, દિલાવર મન્સૂરી સાહેબ, તથા અન્ય આમંત્રિત મહેમાનો સરકારી અધિકારીઓ શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો