રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા જિયો સામે આક્ષેપ
અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા તેના ભાઈ મુકેશ અંબાણીની જીયો ની ફ્રિ ઓફર સામે આક્ષેપ કરતા ટેલીકોમ સેકટરની વધારે એક લડાઈ બહાર આવી રહી છે.
ટેલીકોમ ઈન્ડસ્ટ્રીઝ હાલ નાણાકીય તંગીનો સામનો કરી રહી છે. ત્યારે તેનું કારણ નવી પ્રવેશેલ રિલાયન્સ જીયો બની છે. જીઓની કેટલીક ઓફરો સામે અન્ય કંપનીનાં માર્કેટ શેરો ગગડી રહ્યા છે. ત્યારે રીલાયન્સ ટેલીકોમે જીયોની ઓફર માટે આક્ષેપ કર્યો છે. જીયો દ્વારા નફો રળવા સપ્ટેમ્બરમાં કિંમતની લડાઈ છેડવામાં આવી હતી જેના કારણે ટેલીકોમ ઈન્ડસ્ટ્રીઝને ૫ લાખ કરોડનું દેવું થયું હતુ જેમાં આઈડીયા સેલ્યુલર અને વોડાફોનનો પણ સમાવેશ થાય છે.
નાણાની પ્રવાહીતા ઘટતા તમામ કંપનીઓને દેવાદાર બનાવાનો ભય સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બે ભાઈઓ પણ આ ક્ષેત્રે અગ્ર હોય તેમની વચ્ચે પણ લડાઈ વકરી છે.
આરકોમ જણાવે છે કે પ્રતિસ્પર્ધાના કારણે કિંમતની લડાઈ ચાલી રહી છે. જેના કારણે કેટલીક કંપનીઓની ખોટની ખોટી અફવાઓનાં કારણે ટેલીકોમ ઈન્ડસ્ટ્રીઝના સ્વાસ્થ્ય પર જોખમ ઉભુ થયું છે. ગત વર્ષ ટેલીકોમ ઈન્ડઝસ્ટ્રીઝને જીઓનાં કારણે ગુમાવવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ દરેક કંપની નફો કરતી હતી પરંતુ પ્રથમ વખત આવું બન્યું છે. કે ટેલીકોમ કંપનીના શેર ડાઉન થયા હોય