સફરજન નામ સાંભળતાજ એક ખૂબ જ લોકપ્રિય અંગ્રેજી કહેવત મનમાં યાદ આવે છે, જે છે “An Apple a day keeps doctor away”. તો આ કહેવાતનું ગુજરાતી એટલું થાય છે, કે જો દિવસ ભરમાં એક એપલ ખાવ તો ડોક્ટરથી દૂર રહી શકાય છે. ત્યારે શું તમને સફરજન ભાવે છે? જો ના પણ ભાવતું હોય તો આ તેના ફાયદા કરી દેશે તમને સફરજન ખાતા. મુખ્ય રીતે સફરજન તે ખૂબ જ ગુણકારી તત્વો રહેલા હોય છે. જે તમને અનેક રોગોથી દૂર રાખે છે.
ત્યારે આ સફરજનને જેને જીનસ એપલ ટ્રી (માલસ) કહેવાય તેની કુલ 36 પ્રજાતિઓ જોવા મળે છે. સૌથી વધુ વ્યાપક ચૂનો અને ઘરેલું અથવા વાવેતર સફરજન છે. સફરજનના અનેક પ્રકાર દેશ વિદેશમાં જોવા મળે છે જેમાં ચાઇનીઝ સફરજનનું ઝાડ, લીલાક સફરજનનું ઝાડ અને નીચી સફરજનનું ઝાડ પણ છે. આપણા ભારત દેશમાં સફરજન કાશ્મીર , હિમાચલ પ્રદેશ, ઉતરાંચલ તેમ જ સિક્કિમ જેવાં ઠંડી તેમ જ ઉંચાઇવાળી ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા રાજ્યોમાં પાકે છે. જંગલી સફરજન પ્રાચીન કાળથી લોકોમાં ખવાતું એક મુખ્ય ફળ છે. એવું માનવામાં આવે છે કે સફરજનનું ઝાડ એલેક્ઝાન્ડર ધી ગ્રેટના સમયમાં યુરોપમાં આવ્યું હતું.
સફરજન ખાવાથી તમારી સેહત પર આવા અનેક લાભ :
- સફરજનમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર હોય છે. તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તેનાથી અનેક ઇન્ફેકશન થવાથી તમે બચી શકો છો.
- વધતાં આ કોલેસ્ટ્રોલ જે શરીર માટે ખૂબ ખરાબ છે, તેને એક સફરજન ખાવાથી અટકાવી શકાય છે. શરીરને મેઇટેન રાખવું હોય તો આપના રોજિંદા ખોરાકમાં સફરજન ખૂબ ગુણકારી છે કારણ તેનાથી શરીરમાં રહેલું ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરી શકાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલના ગઠ્ઠાં થતાં અટકે છે અને હૃદય તંદુરસ્ત રહે છે
- સફરજનમાં મોટા પ્રમાણમાં ફાયબર્સ રહેલા હોય છે. તો તેને અવશ્ય આરોગવું જોઇયે.
- સફરજનની છાલમાં તેમજ તેના અંદરના ભાગમાં પોષણ તેમજ તેની છાલમાં પણ વિટામિન તેમજ મિનરલ હોય છે.
- દિલની બીમારીઓથી બચાવતું આ એક ફળ તે સફરજન.
- અપચા અને કબજિયાત માટેની આ એક મુખ્ય જડીબુટી તે સફરજન છે , કારણ તેમાં વધુ પ્રમાણમાં મિનરલ્સ અને ફાયબર્સ હોય જેનાથી પેટને અનેક લાભ મળે છે.
- એક સર્વે પ્રમાણે એવું જાણવામાં આવ્યું કે એક સફરજન તમારી ન્યુરોલોજીકલ આરોગ્ય માટે ખૂબ લાભદાયી ગણવામાં આવે છે.
- પેટની વધુ પડતી ચરબી એક સફરજન દરરોજ ખાવાથી ઉતરતી જાય છે.
- સફરજન ખાવાથી કેન્સર જેવી બીમારી પણ દૂર થઈ જાય છે. સફરજનમાં વિટામિન c, વિટામિન B, ડાયેટરી ફાઇબર,ફાયટોન્યુટ્રિઅન્ટ્સ,કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા અનેક ગુણો રહેલા છે.
- સફરજન ડાયાબિટીઝના તમારા જોખમને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. તેમાં પાસે ન હોય તેવા લોકોની તુલનામાં ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ ૭% ઓછું હતું.
તો અવશ્ય દિવસમાં ખાવ એક સફરજન અને બનાવો તમારી સેહતને ફિટ અને ફાઇન અને રહો રોગ મુક્ત.