ગીચ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા કારખાનાના માલિક અને મેનેજર સામે દિલ્હી પોલીસે સઅપરાધ માનવ હત્યાનો કેસ નોંધીને ધરપકડ કરી
સમગ્ર દેશના ઈતિહાસમાં દિલ્હીમાં ગઈકાલે સર્જાયેલી અગનખેલમાં ૪૩ શ્રમિકોના કરૂણ મોત નિપજાના બનાવ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. રવિવારે વહેલી સવારે દિલ્હીના હૃદયસમા ફિલ્મીસ્તાન અનાજમંડી વિસ્તારમાં શોર્ટસર્કિટથી પાંચમાલની બિલ્ડીંગમાં લાગેલી આગમાં આ ભવનમાં સૂઈ રહેલા ૧૦૦ થી ૧૫૦ કામદારોમાંથી ૪૩થી વધુનું દાઝી જવાથી અને ગુંગળામણથી કરૂણ મોત નિપજયા હતા. દિલ્હીના હૃદયમા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતા અને બાંધકામ નિયમોને નેવે મૂકી ને બનાવવામાં આવેલી પાંચમાળની ઈમારતમાં આ કરૂણાંતિકા સર્જાઈ હતી. આ ઘટનામાં લાપરવાહી કોની તેવા પ્રશ્ર્નાર્થો ઉભા થવા લાગ્યા છે.
અનાજમંડીમાં પાંચમાળના તદનહવાઉજાશ વગનાં મકાનમાં સંપૂર્ણપણે ગેરકાનૂનીતે ચલાવવામાં આવતા ઉદ્યોગો અને વેરહાઉસમાં સળગી ઉઠે તેવી વસ્તુઓ વચ્ચે એકમાત્ર સાંકળા દરવાજા વાળી ૫૦૦વારમાં બનેલી આ ઈમારતમાં ફાયરબ્રિગેડ જઈ શકે તેવી કોઈ સ્થિતિ જ નહતી રવિવારે વહેલી સવારે ૪.૩૦ વાગે બીજા માળે લાગેલી આગમાં કાગળ, કારબોર્ડ, પ્લાયવુડ , પ્લાસ્ટીક અને બિલ્ડીંગમાં ભરેલી અન્ય વસ્તુઓને કારણે આગ વિકરાળ બની ગઈ હતી. ત્રીજા ચોથા માળે સુતેલા લોકોને જયારે આગ લાગી હોવાની જાણ થઈ ત્યાં સુધીમાં ધુમાડામાં ઉઠેલા કાર્બન મોનોકસાઈડના કારણે અનેકના ગુંગળાઈને મોત નિપજયા હતા.
ફાયર બ્રિગેડ અને દિલ્હી પોલિસે સત્તાવાર રીતે ૬૪ના જીવ બચાવ્યા હોવાનું અને તમામ ને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. જેમાંથી ૪૩ના મૃત્યુ થયા હતા. જેમાંથી ૩૯ના મૃત્યુ તો નિંદ્રાધીન અવસ્થામાં ગુંગળામણથી જ થઈ ગયા હતા. દિલ્હી પોલીસે હતભાગી બિલ્ડીંગના માલીક રેહાન અને તેના મેનેજર ફૂરકાનને સઅપરાધ માનવ વધની કલમ ૩૦૪ અનવયે ઝડપી લીધા હોવાનું ઉત્તર દિલ્હીના પોલિસ નાયબ મહા નિર્દેશક મોનિકા ભારદ્વાજે જણાવ્યું હતુ આ આખુ બિલ્ડીંગ રેહાન અને અન્ય બે લોકોની માલિકીનું હોવાનું ખૂલવા પામ્યું છે. અમે આ બનાવની સંપૂર્ણ પણે તપાસ કરી રહ્યા છીએ અને આ સઅપરાધ માનવ વધનો કેસ સદર બજારમાં નોંધીને તેને ક્રાઈમ બ્રાંચમાં સોંપવામાં આવ્યો છે.
અનાજમંડીનો આખો વિસ્તાર ગીચ વસ્તીઅને મોતની જેમ અધ્ધર લટકતા ઈલેકટ્રીક વાયરો વાળો વિસ્તાર છે. આ દુર્ઘટના પૂર્વે એક દિવસ પહેલા જ ૫૦ મીટર દૂર એક બિલ્ડીંગમાં આગ લાગી હતી પરંતુ ત્યાં કોઈ જાનહાની થઈ નહતી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રવિવારે જયા આગ લાગી ત્યાં માર્ચ મહિનામાં પણ આગ લાગી હતી. પરંતુ કોઈ જાનહાની થઈ નહતી. રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતુ આ કારખાનું ૨૪ કલાક ચાલતુ હતુ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસની જાહેરાત કરી છે. અને મૃતકને ૧૦ લાખ અને ઘવાયેલાઓને એક લાખ તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મૃતકોને ૨ લાખ ઘવાયેલાઓને ૫૦ હજારની જાહેરાત કરી હતી.
વહેલી સવારે પાં વાગે ફાયર બ્રિગેડને આગ લાગવાનો પ્રથમ ફોન આવ્યો હતો. પરંતુ સાંકળી શેરીઓ અને એક જ પ્રવેશ દ્વારને કારણે બિલ્ડીંગ સુધી પહોચવું મુશ્કેલ બની ગયું હતુ ૩૦ ફાયર ફાયટરોના કાફલામાંથી માત્ર એક જ બંબો બિલ્ડીંગના દરવાજા સુધી પહોચી શકયો હતો. આ કારખાના નજીક રહેતો યાસ્મીન બાનુએ જણાવ્યું હતુ કે ૪.૩૦ વાગ્યે લોકોની ચીચયારીઓ સંભલાવવા લાગી હતી. અને લોકો રાડો પાડતા હતા કે કોઈતો બચાવો કોઈતો મદદ કરો અનેક લોકો બારીમાંથી નીકળવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. ૧૧ મના આ બિલ્ડીંગમાં અનેક લોકો ગુંગળાઈને મરી ગયા હતા.
સમીર સિદ્દીકીને ઉપલા માળે આગ લાગી હોવાનો ફોન આવ્યો હતો. પરંતુ તે કંઈ પણ કરી શકયો નહતો. આબિલ્ડીંગમાં મોટાભાગે વેરહાઉસ અને પ્લાસ્ટીકના રમકડા અને અન્ય વસ્તુઓ બનાવવાના કારખાના ચાલતા હોવાનું અને તે તમામ ગેરકાયદેસર હોવાનું જાણવા મળ્યું છે પહેલા માળેથી શ થયેલી આગ ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી. પ્લાસ્ટીક રમડા કારબોર્ડ સળગી ઉઠ્યા હતા આ બિલ્ડીંગમાં અગ્નિશમનની કોઈ વ્યવસ્થા નહતી તેથી બચાવ થઈ શકયો નથી ઘવાયેલા મોટાભાગના ગંભીર હોઈ અને મૃત્યાંક હજુ વધે તેવી દહેશત છે. મૃતકોમાં મોટાભાગના બિહારી મજૂરો અને તે પણ સગીરવયના બાળકો હોવાનું બહાર આવ્યું છે. હકિકત આ બનાવ અંગે તટસ્થ તપાસ શ થઈ છે. આ આગની ઘટનામાં કોની લાપરવાઈ જવાબદાર છે? અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને તે માટે તંત્રએ આકરા પગલા લેવાની જર હોવાની માંગ ઉઠવા પામી રહી છે.