૬૦ જેટલા લોકો પથરીનો ભોગ બન્યા હોવાનો દાવો
પંથકના મંગળપુર ગામે ગામમાં પીવાલાયક પાણી ન રહેતા ગ્રામજનોએ નર્મદાનું પાણી આપવા માંગ કરી હતી ગામમાં છાર યુક્ત પાણી પીવાથી અનેક લોકો બીમારીનો ભોગ બન્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા મંગળપુર ગ્રામજનોને પીવાલાયક પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા ક્યારે કરી આપશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે
હળવદ તાલુકાના આજે પણ ઘણા એવા ગામો છે કે ગામમાં પાણી તો છે પરંતુ પીવા લાયક નથી અને ના છુટકે આવા પાણી પીને લોકો વિવિધ બીમારીઓનો ભોગ બનતાં હોય છે ત્યારે તાલુકાના મંગળપુર ગામે ગામમાં પાણીના બોર તો છે ગામમાં ઘરે ઘરે પાણી પણ આવે છે પરંતુ આ પાણી છાર યુક્ત આવતું હોવાને કારણે પાણી પીવાલાયક ન રહેતા ગ્રામજનોએ નર્મદાનું પાણી આપવા માંગ કરી છે
વધુમાં ગ્રામજનો જણાવી રહ્યા છે કે હાલ તો નાછુટકે આ છાર યુક્ત પાણી પીવું પડી રહ્યું છે જેને કારણે અમારા નાના એવા ગામમાં જ ૬૦ લોકો પથરી નો ભોગ બન્યા છે સાથે જ છાર યુક્ત પાણી પીવાને કારણે ગામમાં ૮૦ ટકા લોકો પગના સાંધાના દુખાવા, દાંત નો દુખાવો તેમજ પેટ ના દુખાવા ઓ સહિત વિવિધ બીમારીનો ભોગ બન્યા છે.? તેમજ ગ્રામજનો એમ પણ જણાવી રહ્યા છે કે આજથી ૧૨ વર્ષ પહેલા અમારા ગામનો પાણી નો રિપોર્ટ કરવામાં આવ્યો હતો ત્યારે પણ પાણી માં છાર હોવાનું સામે આવ્યું હતું તેમ છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે
વધુમાં ગ્રામજનો જણાવી રહ્યા છે કે અમારા ગામમાં થી જ માઇનોર કેનાલ પસાર થાય છે પરંતુ કેનાલ બન્યા છતાં હજુ સુધી કેનાલમાં પાણી આવ્યું નથી જો તંત્ર દ્વારા આ કેનાલમાં પાણી છોડવામાં આવે તો પીવાના પાણીનો પ્રશ્ન હલ થાય તેમ છે