મહિલાઓ ઉપર થતાં અત્યાચાર અને બીન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતીના મુદ્દે વિપક્ષ સરકારને ભીડવશે :સત્ર લંબાવવા વિપક્ષની માંગ
ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય સત્ર આગામી સોમવારથી શરૂ થવાનું છે આ સત્રમાં મહીલાઓ ઉપર અત્યાચાર અને બીન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતી સહીતના મુદ્દે વિપક્ષ સરકારને ભીડવે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. વધુમાં આ સત્ર લંબાવવાની વિપક્ષે માંગ પણ ઉઠાવી છે.
તા.૯ને સોમવારથી વિધાનસભાની ત્રિદિવસ સત્રનો પ્રારંભ થવાનો છે સત્રને લઇને કામકાજ સમીતીની આજરોજ બેઠક પણ બોલાવવામાં આવી હતી. આ ત્રિદિવસી સત્રમાં પ્રથમ દિવસે શોક ઠરાવના પ્રસ્તાવ દરમ્યાન સવિધાનની ચર્ચા પણ થશે. તેમજ પૂર્વ મુખ્યમંત્રી દિલીપભાઇ પરીખને શ્રઘ્ધાંજલી પાઠવવામાં આવશે. બાદમાં બીજા દિવસે પાંચ બીલોને આવળી લેવામાં આવશે. જયારે ત્રીજા દિવસે મહાત્મા ગાંધી જન્મ જયંતિ મુદ્દે પ્રસ્તાવ રજુ કરાશે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ડેવલપમેન્ટ બીલ પણ રજુ કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા આ બીલને લંબાવવાની માંગ ઉઠાવવામાં આવી છે. આ અંગે રાજય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વિપક્ષના તમામ પ્રશ્ર્નો ઘ્યાનમાં સાંભળવામાં આવશે. ગુજરાતના ખેડુતો યુવા અને મહીલાઓના પ્રશ્ર્નોનો સરકાર યોગ્ય જવાબ આપશે. કોંગ્રેસ રાજકીય લાભ લેવા રોટલા શેકી રહી છે. બીનસચિવાલય પરીક્ષા મુદ્દે સરકારનું વલણ સકારાત્મક રહ્યું છે. તેમજ છતાં એનએસયુઆઇના યુવાનોને ઉશ્કેરાવાનો કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. યુવાનો નામે હાલ કોંગ્રેસ આંદોલન કરી રહી છે અને વિધાનસભાને ધેરવાનો પ્રયાસ નિષ્ફળ જવાનો છે.
ધારાસભાની ૩ બેઠકો પર પેટા ચૂંટણી જીત્યા પછી પ્રથમ વખત સત્ર મળી રહયુ છે. કોંગ્રેસ વિશેષ ઉત્સાહમાં છે. બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિનો મુદો અત્યારે સૌથી વધુ સળગે છે. વિપક્ષે ગૃહની અંદર અને બહાર આ મુદો જોરશોરથી ઉઠાવવાનું નકકી કર્યુ છે. પ્રથમ દિવસે બપોરે ઉમેદવાર યુવાનોની કૂચ વિધાનસભા ભવન ખાતે લઇ જઇને ઘેરાવ કરવાનું એલાન કરવામાં આવ્યુ છે. ઉપરાંત બેરોજગારી, ભ્રષ્ટાચાર, પાક વિમો, ટ્રાફીકના નવા નિયમો અને અકસ્માત વગેરે મુદા ઉઠાવવાનું નકકી થયું છે. દર મહિને મળતુ વિધાનસભ સત્ર સોમવારથી ૩ દિવસ માટે મળી રહ્યું છે. પ્રથમ દિવસે પૂર્વ મુખ્યમંત્રી દિલીપભાઇ પરિખ સહિતના દિવંગત સભ્યોને શ્રધ્ધાંજલી અર્પી ગૃહ મોકુફ રહેશે. વન, શ્રમ કલ્યાણ, સંસ્કૃત શિક્ષણ, ટેકનીકલ શિક્ષણ વગેરેને લગતા અડધો – ડઝન જેટલા ખરડા આવી રહ્યા છે. સોમવારના સત્ર પુર્વે આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી અને વિપક્ષી નેતાની હાજરીમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળેલ. કોંગ્રેસના ધાાસભ્યોની બેઠક આવતીકાલે રવિવારે સાંજે ૬ વાગ્યે ગાંધીનગર સર્ક્રિટ હાઉસમાં મળનાર છે. ભાજપના સભ્યોની બેઠક પણ મળનાર છે. ધારાસભા સત્ર તોફાની બની રહેવાનો એંધાણ છે.