વધુ પડતા ખોરાક અને બેઠાળું જીવન મનુષ્ય માટે ખતરાની નિશાની છે અત્યારનાં જંક ફુડ, ચીઝ, મેંદાની બનાવટ વાળો ખોરાક જે ભારતનાં વાતાવરણને અનુકુળ નથી. ત્યારે ભારત જેવો દેશ જ્યાં વસ્તીવધારાની સમસ્યા વિકટ બની છે ત્યાં લોકો ભારે ખોરાક આરોગવાનાં અનુયાયી બન્યા છે. યુરોપ, અમેરીકા, જેવા વેસ્ટર્ન ક્ધટ્રી કે જ્યાં આ પ્રકારનાં જંક ફુડ, મેંદાની બનાવટનાં ખોરાક આરોગવા અને પચાવવા સહેલા છે કારણ ત્યાંનું વાતાવરણમાં ઠંડક પરંતુ ભારતમાં આ પ્રકારનો ખોરાક લેવો એટલે આપણા પગ પર જ કુહાડા મારવા સમાન છે. આપણાં દેશમાં ઋતુ ચક્ર પ્રમાણે આહારની વ્યવસ્થા કરાઇ છે ત્યારે ઋતુ અનુસારનાં આહાર આરોગવાથી સ્વાસ્થ્ય લાંબુ અને બીમારી વગરનું જીવન જીવી શકાય છે.
વર્તમાન સમયમાં શાકભાજી, અનાજ જેવી ખાદ્યચીજો ઉગાડવ માટે પણ અનેક પ્રકારનાં નુકશાનકારણ કેમીકલનો ઉપયોગ થાય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે. પરંતુ આ બાબતને કોઇ ગંભીરતાથી ન લેતા અનેક પ્રકારનાં સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો ખડા થયા છે. જેમાં એવી કેટલીય બીમારી છે. જે આજીવન સહન કરવી પડે છે તો તેની દવા પણ જીવનપર્યત ચાલુ રાખવી પડે છે.
અહિં આપણે વાત કરીશું સ્વાસ્થ્યને એવી કઇ સરળ પધ્ધતીથી સારું રાખવું એ બાબતની જેમાં જ‚ર છે માત્ર થોડી કાળજી લેવાની જેથી માનવી લાંબુ અને સારું જીવન જીવી શકે.
પહેલી બાબત આવે છે ખોરાકની ખોરાક એવો લેવો જોઇએ જેથી તે સરળતાથી પચી શકે અને શરીરને મેદસ્વી કે અદોદર ન બનાવે. તેમાં સમાવેશ થાય છે. લીલા શાકભાજી, કઠોળ, ચોખા વગેરેનો, ગુજરાતી થાળી એક એવી સીસ્ટમ છે જેને આપણે સંપુર્ણ આહાર કહી શકીએ.
ખોરાક બાબતે બાળકોનાં ખોરાક માટે વિશેષ ધ્યાન આપવું જ‚રી છે. કારણ માત્ર એ જ નાના બાળકોમાં મેદસ્વીતાન વધવાની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો નોંધાયો છે જેમાં તેનો ખોરાક મુખ્ય ભુમિકા ભજવે છે. બાળકો ખોરાકમાં હેલ્ધી ફુડ કરતાં ટેસ્ટી ફુડ ખાવાનું વધુ પસંદ કરે છે. જેનાથી તેનું શરીર વધે છે. રોગપ્રતિકારક શક્તિ ઘટે છે જેનાથી નાની ઉંમરે મોટી બિમારીનો પણ ભોગ બનવાની સંભાવના વધે છે. બાળકોને ઓછી કેલેરી અને વધુ પ્રોટીન વાળો ખોરાક આપવો જોઇએ, જેમાં ફળ, કઠોળ, દુધ, ઇંડા, લીલાશાકભાજીનો સમાવેશ થાય છે. આ દરેક ચીજવસ્તુને એવી રીતે બનાવવી જોઇએ જેનો સ્વાદ બાળકોને ભાવે, કારણ અત્યારનાં બાળકોએ સ્વાદપ્રિય વધુ હોય છે.
તો આ રીતે માત્ર ખોરાક લેવામાં થોડા ફેરફારથી આપણા સ્વાસ્થ્યને ઘણો લાભ થાય છે આપણાં સ્વાસ્થ્યને જાળવવુંએ આપણા જ હાથમાં છે. રોજબરોજનાં આપણાં ખોરાકમાં લેવાતાં વ્યંજનોમાં જોઇએ તો સવારે ભારે નાસ્તો કરવો, બપોરના જમણમાં સંપૂર્ણ આહારની કમી પુરી કરતો આહાર લેવો તેમજ રાત્રી ભોજનમાં કંઇક હળવો ખોરાક લેવો એમ આવી નાની નાની બાબતોનાં નાના-નાના નીયમોનું ધ્યાન રાખીએ તો સંપુર્ણ જીવન સ્વાસ્થ્યસભર જીવન બની રહેશે.