હોમિયોપેથીક ડો.મેઘાણી દ્વારા નિ:શુલ્ક ડેન્ગ્યુની અટકાયતી દવા અપાઈ
રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદી જુદી તારીખોએ શહેરના વોર્ડ વાઈઝ પાંચમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ તમામ વોર્ડમાં યોજવાનુ આયોજન કરેલ છે.
પાંચમા તબક્કાના સેવાસેતુમાં રોજ વેસ્ટ ઝોન વોર્ડ નં.૧૧મા મહિલા એક્ટીવીટી સેન્ટર, નાનામવા ખાતે યોજાયો. જેમાં મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ બોરીચા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, પરેશભાઈ હરસોડા, વોર્ડ પ્રભારી અશ્વિનભાઈ પાંભર, વોર્ડ પ્રમુખ સંજયભાઈ પીપળીયા, વોર્ડ મહામંત્રી હરસુખભાઈ માકડીયા, સંજયભાઈ બોરીચા, તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. ઈસ્ટ ઝોન વોર્ડ નં.૧૬, રંગીલા હનુમાન મંદિર, વિવેકાનંદ નગર ખાતે યોજાયો. જેમાં, ધનસુખભાઈ ભંડેરી, અરવીંદભાઈ રૈયાણી, નેતા દલસુખભાઈ જાગાણી, કિશોરભાઈ રાઠોડ, કંચનબેન સિધ્ધપુરા, હારૂનભાઈ ડાકોરા, વલ્લભભાઈ પરસાણા, જીણાભાઇ ચાવડા, ભાર્ગવભાઈ મિયાત્રા,જીતુભાઈ સિસોદીયા, જતીનભાઈ પટેલ, અગ્રણી સુરેશભાઈ વસોયા, પ્રવિણભાઈ કિયાડા, નરેન્દ્રભાઈ ડવ, પઉભા ખાચર, પૂર્વ મહામંત્રી હિરેનભાઈ ગૌસ્વામી તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
સેન્ટ્રલ ઝોન વોર્ડ નં.૧૪, કામદાર કલ્યાણ મંડળ, કોઠારીયા કોલોની ખાતે યોજાયો. જેમાં, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ઉદયભાઈ કાનગડ, દંડક અજયભાઈ પરમાર, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, કિરણબેન સોરઠીયા, વર્ષાબેન રાણપરા, જીતુભાઈ કોઠારી, રાજકોટ શહેર કેતનભાઈ પટેલ, રક્ષાબેન બોળીયા, રાજકોટ શહેર ભાજપ મંત્રી જ્યોત્સનાબેન હળવદીયા, નીલેશભાઈ જલુ, અનીશભાઈ જોષી, નરેન્દ્રભાઈ કુબાવત, વિપુલભાઈ માખેલા, તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.