આબુ ખાતે બ્રહ્માકુમારીઝ આયોજિત
ભારતભરમાંથી ૧૫૦૦૦થી વધુ બહેનો ઉપસ્થિત રહી રાષ્ટ્રપતિ રામનાથ કોવિદજીના હસ્તે કાર્યક્રમનું કરાયું હતુ ઉદઘાટન: દાદી જાનકી જીની અધ્યક્ષસ્થાને ઉપસ્થિતિ: ઈન્ટરનેશનલ સ્પીકર શિવાનીબેન પટેલ મહિલાઓને પોતાની સુરક્ષા કેમ કરવી તે વિશે આપ્યું માર્ગદર્શન
બ્રહ્માકુમારીના મુખ્ય સેન્ટર આબુ ખાતે મહિલા સશકિતકરણ દ્વારા ‘સામાજીક પરિવર્તન’ વિષય બે દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. જેનો આજે છેલ્લો દિવસ છે. જેમાં ભારતભરમાંથી ૧૫ હજારથી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. રાજકોટથી પણ ૨૫ જેટલી બસોમાં ૧૫૦૦ મહિલાઓ ત્યા ઉપસ્થિત રહીને કાર્યક્રમને માણ્યો હતો. આ કાર્યક્રમનું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના હસ્તે કરાયું હતુ અને રાષ્ટ્રપતિએ સંબોધન કરતા જણાવ્યું હતુ કે મહિલા સુરક્ષા એક ગંભીર મૂદો છે. પોકસો એકટ અંતર્ગત દુષ્કર્મના દોષીતોને દયાની અરજી દાખલ કરવાનો અધિકાર ન મળવો જોઈએ તેમજ સંસદે દયાની અરજી પર પૂન: વિચાર કરવાની જરૂર છે.
તેમજ સંસ્થાના ચીફ પ્રશાસીકા ૧૦૪ વર્ષના દાદી જાનકીજી અ્ધ્યક્ષ સ્થાને હતા અને તેમણે આર્શીવચન આપ્યા હતા. તેમજ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ચીફ સેક્રેટરી નિર્વભાઈએ કર્યું હતુ સાથોસાથ ઈન્ટરનેશનલ સ્પીકર શિવાનીબેને મહિલા જાગૃતિ અર્થે બધાને ગાઈડ કર્યા હતા. અને મહિલા સુરક્ષા વિશે ચર્ચા કરી હતી કાલે પ્રથમ સત્ર પૂરૂ થયા બાદ સાંજે ૫.૩૦ વાગ્યે કાર્યક્રમમાં બીજુ સત્ર શરૂ થયું હતુ જેમાં દિલ્હીથી મહિલા વીંગના ચેરપર્સન બ્રહ્માકુમારી ચક્રધારીબેને વર્તમાન સમયમાં મહિલાઓએ પોતાની સુરક્ષા માટે શું કરવું જોઈએ, તેમજ મહિલાઓએ પોતાની સુરક્ષા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેમજ જો કોઈ મુસીબતમાં હોઈએ ત્યારે શું કરવું જોઈએ વગેરે પર વકતવ્ય આપ્યુ હતુ અને મહિલાઓને જાગૃત કર્યા હતા. તેમજ આજે આ કાર્યક્રમના છેલ્લા દિવસે અલગ અલગ બાબતો પર વકતવ્ય આપવામાં આવ્યા હતા.