દિલ્હી હાઈકોર્ટના હુકમ બાદ ડ્રગ રેગ્યુલેટરી બોર્ડે દરેક રાજય સરકારને પત્ર પાઠવીને ઈ-ફાર્મસી પર પ્રતિબંધ મૂકવા તાકિદ કરી: બોર્ડની આ તાકિદનો અમલ કરવા રાજ્યભરના કેમીસ્ટોમાં ઉઠી રહેલી પ્રબળ લાગણી
કેન્દ્ર સરકારની ગ્લોબલાઈઝેશનની નીતિ બાદ ભારતની ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ વૈશ્ર્વિક કક્ષાએ છવાઈ જવા પામી છે. હાલમાં વિશ્ર્વનો દરેક ત્રીજો નાગરિક ભારતીય દવા કંપનીઓએ બનાવેલી દવા ખાઈ રહ્યો છે. ઉપરાંત ભારતમાં સતત વધી રહેલી વસ્તીના કારણે દવા કંપનીઓ માટે વિશાળ માર્કેટ છે.જેને ધ્યાનમાં રાખીને વિદેશી કંપનીઓએ ભારતીય દવા બજાર પર કબજો મેળવવા ઈ-ફોર્મસના નામે દવાઓનો ઓનલાઈન વેપાર શરૂ કર્યો હતો. ઈ-ફાર્મસી આવવાથી દેશનાં સાડા આઠ લાખ રીટેલ કેમીસ્ટોના વ્યવસાય પર સીધી અસર પડતા તેનો ઉગ્ર વિરોધ ઉઠવા પામ્યો હતો. કેમીસ્ટોએ પોતાના વિરોધને વાચા આપવા સમયાંતરે હડતાલ, સુત્રોચ્ચાર સહિતના કાર્યક્રમો પણ આપ્યા હતા.
ઈ-ફાર્મસી દ્વારા ગ્રાહક ઓનલાઈન ઓર્ડર કરીને ઘરબેઠા દવા મંગાવી શકે છે. આ માટે ગ્રાહકે તેને ડોકટરે લખી આપેલી દવાની ચીઠ્ઠી ઓનલાઈન અપલોડ કરવાની રહે છે. ઉપરાંત- ઈ-ફાર્મસી કંપનીઓ દ્વારા ગ્રાહકોને દવાઓની ખરીદી પર મોટાપ્રમાણમાં કમિશન પણ આપવામાં આવતું હતુ. પરંતુ ઈ-ફાર્મસી કંપનીઓના આ ફાયદાનો ગેરલાભ ઉઠાવીને જ અનેક લોકો નશાકારક દવાઓ મંગાવવા લાગ્યા હતા. ગર્ભનિરોધક દવાઓનાં પણ આડેધડ ઓર્ડરો થવા લાગ્યા હતા ઉપરાંત અનેક લોકો ઈન્ટરનેટ પર તેમનો થયેલા રોગના ચિન્હોના આધારે દવાઓની યાદી જોઈને ઈ-ફાર્મસી પર તે પ્રકારની દવાઓ મંગાવવા લાગ્યા હતા. જેથી યોગ્ય તબીબી નિદાન વગર લેવામાં આવેલી આ દવાઓ દર્દીઓ માટે અસરકારકના બદલે આડઅસરરૂપ થવા લાગી હતી જેથી, ઈ-ફોર્મસી સામે કેમીસ્ટો બાદ લોકોમાં પણ વિરોધ થવા લાગ્યો હતો.
જેથી ઈ-ફાર્મસી પર પ્રતિબંધ મૂકવા દિલ્હી હાઈકોર્ટમાં રીટ થઈ હતી. આ રીટની સુનાવણીમાં હાઈકોર્ટની બેંચે ઈ-ફાર્મસીઓ કોઈપણ જાતના ડ્રગ લાયસન્સ વગર ચાલવા ઉપરાંત અનેક મુદે રહેલી વિસંગતતાને ધ્યાનમાં રાખીને તેના પર પ્રતિબંધ મૂકવા દિલ્હી અને કેન્દ્ર સરકારને હુકમ કયો હતો. પરંતુ તેમ છતાં દેશના અનેક રાજયોમાં ઈ-ફાર્મસી કંપનીઓ પર પ્રતિબંધ ન મૂકવામાં આવતા અરજદારે ફરીથી હાઈકોર્ટમાં રીટ કરી હતી. જેથી આ મુદે દિલ્હી હાઈકોર્ટે કડક વલણ અપનાવીનો રાજય અને કેન્દ્ર સરકારને તાકિદ કરી હતી કે તુરંત ઈ-ફાર્મસીઓ બંધ નહી કરાવવામા આવે તો હાઈકોર્ટ અલગ રીતે હુકમ કરીને તેને બંધ કરાવશે. દિલ્હી હાઈકોર્ટનીક આ તાકિદ બાદ કેન્દ્ર સરકારના ડ્રગ રેગ્યુલેટરી બોર્ડે તાજેતરમાં દરેક રાજય સરકારને પત્ર પાઠવીને તેમના રાજયમા ઈ-ફાર્મસી પર તુરંત પ્રતિબંધ મૂકવા જણાવ્યું હતુ. ડ્રગ રેગ્યુલેટરી બોર્ડના પત્રને આધારે ગુજરાતનાં કેમીસ્ટોમા પણ રાજયમાં ઈ-ફાર્મસી પર પ્રતિબંધ મૂકવા માંગ પ્રબળ બનવા પામી છે. સૌરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટ એસોસીએસન રાજકોટ, રાજકોટ ડીસ્ટ્રીકટ કેમીસ્ટ ફેડરેશન દ્વારા તુરંત રાજયમાં કાર્યરત ઈ-ફાર્મસી કંપનીઓ બંધ કરાવવા રાજય સરકાર તુરંત કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. આ સંસ્થાઓનાં મંત્રી અનિમેષભાઈ દેસાઈએ જણાવ્યું હતુ કે ઈ-ફાર્મસીઓ આવવાથી દેશના સાડા આઠ લાખ કેમીસ્ટોને વ્યવસાયમાં ભારે નુકશાની વેઠવી પડી હતી. કેમીસ્ટો બેકાર થઈ જાય તેવી સ્થિતિ નિર્માણ થવાથી આ વ્યવસાય પર નભતા ૪૦ થી ૫૦ લાખ પરિવારોને સીધી કે આડકતરી અસર થવાની સંભાવના હતી.
જેથી બેરોજગારી દૂર કરવાના ધ્યેય સાથે સતામાં આવેલી રૂપાણી સરકારે તુરંત ઈ-ફાર્મસી પર પ્રતિબંધ મૂકીને રાજયના હજારો કેમીસ્ટોને બેરોજગાર થતા અટકાવવા જોઈએ તેમ જણાવીને દેસાઈએ ઉમેર્યું જીડબલ્યુ હતુ કે રાજય સરકાર તુરંત આ અંગે યોગ્ય નિર્ણય નહી લે તો રાજયના કેમીસ્ટ એસોસીએશન ભૂતકાળની જેમ ઉગ્ર પગલા લઈને પોતાનો વિરોધ નોંધવશે. જરૂર પડયે આ મુદે ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરીને રાજય સરકારના કાન આમળશે.
દિલ્હી હાઈકોર્ટે ઘણા સમય પહેલા ચૂકાદો આપ્યો છે કે ઈ-ફાર્મસી ગેરકાયદેસર: અનિમેષભાઈ દેસાઈ
સૌરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટ એસોસીએનનાં મંત્રી અનિમેષભાઈ દેસાઈએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું કે દિલ્હી હાઈકોર્ટે ઘણા સમય પહેલા આ બાબતે ચુકાદો આપવામાં આવ્યો હતો. કે ઓનલાઈન ફાર્મસી અને ઈ ફાર્મસી બંને ગેરકાયદેસર છે. આ પ્રકારની સિસ્ટમ આપણા દેશમાં છે. જ નહી આ બાબતે દિલ્હર હાઈકોર્ટમાં ત્રીજી વખત રીટ થઈ હતી જે બાદ આ ઉપર હાઈકોર્ટે કેન્દ્ર અને રાજય સરકારને તાત્કાલીક પગલા લઈને ગેરકાયદેસર ઈ-ફાર્મસી બંધ કરાવવા હુકમ કર્યો હતો. જે ડ્રગ રેગ્યુલેટરી બોર્ડે દરેક રાજય સરકારને પત્ર લખીને તેમના રાજયમાંથી ઈ-ફાર્મસી બંધ કરાવવા પગલા લેવા સુચના આપી છે. દિલ્હી હાઈકોર્ટે ત્યાં સુધી કહ્યું છે કે જો રાજય સરકારે પગલા નહિ લે તો હાઈકોર્ટે પગલા લેશે ઈ ફાર્મસીના ગેરફાયદા ઘણા બધા છે. તે આ હુકમથી હવે દૂર થશે આ ઉપરાંત ઓનલાઈનમાં માત્ર સસ્તુ મળતુ હતુ બાકી કંઈ ફાયદો નહતો. ઓનલાઈન ફાર્મસીમાં ચાલતા કૌભાંડો ને દૂર કરવા સરકારે તુરંત પગલા લેવાની જરૂર છે.
ઈ-ફાર્મસી પર રાજય સરકાર તુરંત પ્રતિબંધ નહીં મુકે તો ફરી આંદોલન: બાબુભાઈ ભુવા
વિવેક ફાર્મા ડીસ્ટ્રીબ્યુટર્સના સંચાલક બાબુભાઈ ભુવાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ઈ-ફાર્મસી સામે અમારો મુખ્ય ખૂલ્લેઆમ વિરોધએ હતો કે તેમાં ગ્રાહકો નારકોટીસ પ્રોડકટની ખરીદી કરી શકે છે. એક પ્રિસ્ક્રિપ્શન ઉપર એક કરતા વધારે ઈ-ફાર્મસી કંપનીમાંથી પ્રોહીબીટેડ દવાઓ ખરીદી કરીને તેનો નશા જેવો ગેરઉપયોગ થાય છે. દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં ઈ-ફાર્મસીની માન્યતા રદ કરવાનો ચૂકાદો આપ્યો છે. જેનાથી અમુક રાજયોમાં ઈ-ફાર્મસી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.ત્યારે ગુજરાત સરકાર પણ ઈ-ફાર્મસી પર તાત્કાલીક પ્રતિબંધ મૂકે તેવી અમારી માંગ છે. આ અંગે તુરંત યોગ્ય નહી થાયત અમારે ના છૂટકે વિરોધ પ્રદર્શન કરીને સરકારના કાન આમળવા પડશે. ઈ-ફાર્મસી આપવાની અમારા કરતા દર્દીઓને વધુ તકલીફ પડતી હોય છે. અનેક દવાઓ કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની હોય જે ખૂલ્લામાં રહેવાની તેની અસર ઓછી થઈ જાય છે. ગ્રામ્ય વિસ્તારમાં સસ્તી ઓછી હોવાથી નવા મેડીકલ સ્ટોર ખૂલતા નથી. ગામડાઓનાં દર્દીઓને દવાઓની પૂરી માહિતી ન હોવા છતાં ઈ-ફાર્મસીમાંથી દવા મંગાવી લે છે. જેના કારણે તેને આડઅસરનું ભોગ બનવું પડશે ઘણી વખત આવી આડઅસરથી દર્દીના મૃત્યુ સુધીનાં કિસ્સાઓ બનેલા છે.
ઈ-ફાર્મસી જેવી જ સુવિધાઓ હવે રીટેલ ફાર્મસીઓ આપવા લાગી છે: જયેશભાઈ કાલરીયા
એબીસી મેડીકલ સેન્ટરના સંચાલક જયેશભાઈ કાલરીયાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે ઈ-ફાર્મસી આપવાની અમારા વ્યવસાયને આર્થિક રીતે નુકશાન થયું છે. ઈ-ફાર્મસીમાં દવાની ખરીદીમાં વધુ પડતુ ડીસ્કાઉન્ટ મળે છે. જયારે કેમીસ્ટો માટે સરકારે નિયત કરેલુ કમિશન જ અમો લઈ શકીએ છીએ જેથી. અમો રીટેલ ફાર્મસીમાં અમો ઈ-ફાર્મસી જેવું ડીસ્કાઉન્ટ આપી ન શકવાના કારણે ગ્રાહકો અમારી સાથે ડીસ્કાઉન્ટ મુદે ઉગ્ર રજૂઆતો કરે છે. ઈ-ફાર્મસીમાં વ્યસનકારી દવાઓ સહેલાયથી મળે છે. જે અમો આપતા નથી જેથી સમાજને વ્યસન થતો જતો અટકાવવામાં અમારી ભૂમિકા મહત્વપૂર્ણ છે. હવે મોટાભાગ રીટેલ ફાર્મસી સંચાલકો ઈ-ફાર્મસીની જેમ ઘર બેઠા ડીલેવરી આપીએ છીએ અમો અમારા કમિશ્નમાંથી પણ ગ્રાહકોને ડીસ્કાઉન્ટ આપીએ છીએ. દર્દીઓને દવા લેવા અંગેની સમજણ આપવી વગેરેમાં અમારા જેવા રીટેલરી ફાર્મસીસ્ટની ભૂમિકા મહત્વપૂર્ણ છે. નિયમિત ગ્રાહકો સાથે અમારા આત્મીયતાપૂર્વકના સંબંધો બંધાય જાય છે. જેમકે દવા પરત લેવી કોઈ અસાધ્ય દર્દ અંગે યોગ્ય ડોકટરના નામના સજેશન પણ કરીએ છીએ.
ઈ-ફાર્મસી કરતા રિટેલ ફાર્મસીમાંથી દવા લેવાના અનેક ફાયદા: મુકેશભાઈ સોજીત્રા
વિકાસ ફાર્મસીનાં સંચાલક મુકેશભાઈ સોજીત્રાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે રીટેલ ફાર્મસીમાંથી દવા ખરીદવાનો ફાયદો એ છે કે ગ્રાહકોને ડોકટરોએ લખી આપેલી દવા ન ફાવે તો વણવપરાયેલી દવા પરત આપી શકે છે. ઈ-ફાર્મસીમાંથી કોઈ ગ્રાહક દવા મંગાવે તો તેને આખી સ્ટ્રીપનો જ ઓર્ડર આપવો પડે છે. સ્ટ્રીપ સિવાય છૂટક દવા મળતી નથી. ઉપરાંત તેઓ વણવપરાયેલી દવાઓ રીટેલ લેતા નથી. જેથી દર્દીઓને ખોટુ નુકશાન જાય છે. રીટેલ ફાર્મસીસ્ટ ડોકટરે લખી આપેલી દવા ચેક કરીને આપે છે. જેથી, ખોટી દવા જવાની સંભાવના પણ ઓછી છે. અવાર નવાર એવું સાંભળવામાં આવે છે કે ઈ-ફાર્મસીમાં એકના બદલે ભળતી દવા આવી જાય છે. અમારે નિયમિત ગ્રાહકો સાથે વ્યકિતગત સંબંધો બંધાય જાય છે. જેથી તેઓ કયાં પ્રકારની દવા લે છે. તેમને એલર્જી કંઈ પ્રકારની છે ઓવરડોઝ થતો નથી તેનો અમને ખ્યાલ હોય છે. ગ્રાહકો સાથે વ્યકિતગત સંબંધોના કારણે ઘણી વખત ઈર્મરજન્સીમાં પૈસા ન હોય તો પણ બાકીમાં દવા આપીએ છીએ અમોએ ગ્રાહકોની સુવિધા માટે દવાની હોમ ડીલેવરી પણ કરીએ છીએ.