જુનાગઢ સ્વામિનારાયણ મંદિરનાં કોઠારી શાસ્ત્રી સ્વામી શ્રી ભકિતદર્શનદાસજીનાં હસ્તે નવા સોપાનનું કરાશે ઉદ્ઘાટન
માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં પર્યટકોમાં વિશ્ર્વાસનો પર્યાય બની ગયેલા સ્ટેલે ટુર્સ એન્ડ ફોરેક્ષની જુનાગઢ બ્રાંચનું આગામી ૮મી ડિસેમ્બરનાં રોજ ગ્રાન્ડ ઓપનીંગ કરવામાં આવશે. જુનાગઢ સ્વામિનારાયણ મંદિરનાં કોઠારી શાસ્ત્રી સ્વામી શ્રી ભકિતદર્શનદાસજીનાં હસ્તે આ નવા સોપાનનું ઉદઘાટન કરવામાં આવશે.
ખોડલ ટુર્સ ગ્રુપનાં સ્ટેલે ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રાઈવેટ લીમીટેડે કલ્પેશભાઈ પ્રાગજીભાઈ સાવલીયા અને કિશનભાઈ સવજીભાઈ સિઘ્ધપરાની આગેવાનીમાં ખુબ જ ટુંકાગાળામાં વિકાસનાં નવા જ શિખરો સર કર્યા છે. પર્યટકોમાં પણ અડિખમ વિશ્ર્વાસ હાંસલ કરી લીધો છે. સ્ટેલે ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રાઈવેટ લીમીટેડ હવે પોતાની પાંખો વિસ્તરાવી રહ્યું છે. જુનાગઢ ખાતે ઝાંઝરડા રોડ સ્થિત એલેગન્સ હાઈટસ સામે આવેલા ટ્રીડ એન્ડ પ્લાઝાનાં ચોથા માળે ઓફિસ નં.૪૦૮ ખાતે પોતાનાં નવા સોપાનનો પ્રારંભ કરી રહ્યા છે. આગામી ૮મી ડિસેમ્બરને રવિવારે સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ દરમિયાન ગ્રાન્ડ ઓપનીંગ સેરેમની યોજાશે જેમાં જુનાગઢ સ્વામિનારાયણ મંદિરનાં કોઠારી સ્વામી શ્રી ભકિતદર્શનદાસજી સ્વામીનાં હસ્તે સ્ટેલે ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રાઈવેટ લીમીટેડનું ઉદઘાટન કરવામાં આવશે. જુનાગઢ ઓફિસ વિકાસભાઈ કનુભાઈ મોવાલીયા, રાજુભાઈ કનુભાઈ કથીરિયા સંભાળશે.
સ્ટેલે ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રાઈવેટ લીમીટેડ થાઈલેન્ડ ટુર માટે ખુબ જ વિખ્યાત છે. કોઈપણ વ્યકિત જયારે ફરવા જવાનું નકકી કરે ત્યારે તેની સૌથી પહેલી પસંદ સ્ટેલે રહે છે. પર્યટકોને ખુબ જ કિફાયતી દામમાં શ્રેષ્ઠ સુવિધા આપવી તે જ સંચાલકોનો એકમાત્ર ધ્યેય રહ્યો છે. ગ્રાહકોનો સંતોષને જ સંચાલકો પોતાનો સાચો નફો અને મુડી માને છે જેનાં કારણે ખુબ જ ટુંકાગાળામાં સ્ટેલે ટુર્સનો વિકાસ થયો છે અને સતત વિસ્તરણ થઈ રહ્યું છે.