કોઈર જીઓ ટેકસ્ટાઈલના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૩મી પંચવર્ષીય યોજનામાં રૂ.૧૪૦૦ કરોડ ફાળવ્યાં
પ્રાચીન સમયમાં વનમાં વસતા મનુષ્યો ઝાડ-પાંદડા પહેરીને પોતાના શરીરને ગરમી, ઠંડી, વરસાદ વગેરેથી રક્ષણ આપતાં હતા. જે બાદ માનવીએ કપડાનું સંશોધન કરતા કપડાના બનેલા વસ્ત્રો પહેરવા લાગ્યા હતા. જે બાદ ઝાડ-પાંદડામાંથી ફર્નિચર બનવા જેવા ઉદ્યોગો વિકસ્યા હતા. પરંતુ હવે આગામી સમયની માંગને ધ્યાનમાં રાખીને ઝાડ-પાંદડાઓના ઉપયોગી ઈકોફ્રેન્ડલી કોઈર જીઓ ટેકસટાઈલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા કેરળ સહિતની રાજ્ય સરકાર કટીબદ્ધ બની છે.
કેરલ રાજ્ય સરકારે આગામી સમયની જરૂરિયાતને ધ્યાનમાં લઈને કોઈર જીઓ ટેકસટાઈલ્સના વ્યવસાનયે ૧૦૦૦ કરોડ રૂ. સુધી પહોંચાડવા મોયા પ્રમાણમાં માર્કેટીંગ કરવાનો નિર્ણય લીધો છે.
આ અંગે કેરળના નાણામંત્રી થોમસ ઇસાકે જણાવ્યું હતું કે, જિઓ ટેક્સટાઇલ્સ વ્યવસાયને ધમધમતો કરવા લગભગ ૧૦૦ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સને તાલીમ આપશે અને ઉત્પાદનના બજારમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે દેશભરમાં મોકલાશે. તેઓ જીઓટેક્સટાઈલ્સ માટે સ્ટાર્ટઅપ્સ તરીકે કામ કરશે અને સરકાર તેમને તમામ સપોર્ટ કરશે. અલાપ્પુઝામાં કોર કેરળ નામની આંતરરાષ્ટ્રીય કક્ષાના અગ્રણીઓની બેઠકમાં ઈસાકે આ જણાવ્યું હતું.
રાજ્યના મુખ્ય કોઈર લાકડાના ઉદ્યોગને બહાર કાઢવા અને તેનું ખોવાયેલું ગૌરવ પાછું મેળવવા માટે સરકાર કોઇર જીઓ ટેક્સટાઈલ્સ પર બેંકિંગ કરી રહી છે. તેમણે કહ્યું, આપણે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (એમજીએનઆરઇજીએસ) હેઠળ તમામ સ્થાનિક પંચાયતો પાસેથી મળીને જિયોટેક્સટાઈલ્સ માટે ૧૦૦ કરોડના ઓર્ડરની અપેક્ષા રાખવામાં આવી છે. ઇકો-ફ્રેન્ડલી પ્રોડકટ તરીકે જીઓ ટેક્સટાઇલને રસ્તાના બાંધકામ, જમીન અને જળસંચય, ઢાળવાળા લેન્ડસ્કેપ અને દરિયાકાંઠાના ધોવાણ નિયંત્રણ, નદી કાંઠાનું સંરક્ષણ અને ખાણકામ સ્થળોનો વ્યાપક ઉપયોગ જોવા મળે છે. કેન્દ્રીય પરિવહન મંત્રી વાર્ષિક ૪૦ હજાર ટન જીઓ ટેક્સટાઇલ માંગે છે, જે હાલમાં આપવાની સ્થિતિમાં નથી. જિયો ટેક્સટાઈલ્સ માટે સામૂહિક લોબું કરવા હું આવતા વર્ષે દક્ષિણ રાજ્યોના મંત્રીઓની બેઠક બોલાવીશ તેમ ઈશાકે ઉમેર્યું હતું.
મંત્રીએ કહ્યું હતું કે, જીઓટેક્સટાઇલ્સ ઉપરાંત રાજ્યમાં કોર પિથ, કોર એકોસ્ટિક્સ, મલ્ચિંગ શીટ્સ, કોર કમ્પોઝિટ અને બાઈન્ડરલેસ બોર્ડને પ્રોત્સાહન આપવામાં આવશે. કન્નુરમાં વેસ્ટર્ન ઇન્ડિયા પ્લાયવુડ્સ સાથેના કોયર કમ્પોઝિટ્સ માટે પાયલોટ પ્લાન્ટ સ્થાપ્યો છે. તે રિલાયન્સ અને શોપર્સ સ્ટોપ જેવી મોટી રિટેલ ચેન સાથે ભાગીદારી કરીને નોંધપાત્ર સ્થાનિક વેચાણની અપેક્ષા પણ રાખે છે.
કેરળમાં તેની નિકાસમાં ડૂબકી હોવા છતાં યાર્ન બનાવવું પડશે, લગભગ ૧ લાખ જેટલા કામદારના રોજગારને સુરક્ષિત રાખવા માટે, જેમાં મોટાભાગની મહિલાઓ છે. આ ઉદ્યોગમાં વધુને વધુ ઓટોમેશન માટે જતા હોય ત્યારે આપણે પરંપરાગત કોઇર કામદારોને સબસિડી આપીને સંક્રમણનો ખર્ચ પણ સહન કરવો પડે છે તેમ ઈશાકે જણાવ્યું હતું.
કેરળ, જે તેના ૫૦ ટકા ફાઇબરની જરૂરિયાત તમિલનાડુ પર નિર્ભર હતું તે હવે પ૦%ની હદ સુધી આત્મનિર્ભર છે અને બે વર્ષમાં યાર્નના ઉત્પાદનમાં ત્રણ ગણા ૬૦,૦૦૦ ટન થવાની આશા છે. લગભગ ૩૦૦ જેટલી ફાઇબર ઓટોમેટેડ નિષ્કર્ષણ મિલોનું પણ આયોજન છે. કોઈર ઉદ્યોગ માટે ૧૩મી પંચવર્ષીય યોજનામાં રૂ. ૧૪૦૦ કરોડનું રોકાણ કરવાની યોજના છે જેમાં ૧૧૦૬ કરોડની યોજના ફાળવણી અને ૨૦૪.૮૩ કરોડ રૂપિયા રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (એનસીડીસી) લોન સામેલ છે તેમ ઈશાકે અંતમાં ઉમેર્યું હતું.