કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાએ બ્રિજ મંજૂર કરાવતા શ્રદ્ધાળુઓમાં ખૂશાલી
સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા ખોડલઘામ-કાગવડ જવા માટે નેશનલ હાઈવેથી ખોડલધામને જોડતા રસ્તા પર રેલ્વે ક્રોસીંગ આવતુ હોય જેનાથી ખોડલધામ તરફ જતા શ્રધ્ધાળુઓના વાહનોને ફાટક બંધ થવાના કારણે વારંવાર ટ્રાફિકજામની સમસ્યા થતી હોય અને લાખો શ્રધ્ધાળુઓને પડતી આ મુશ્કેલીને ધ્યાને લઈને આ વિસ્તારના જાગૃત અને યુવા ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી જયેશ રાદડીયાએ રાજય સરકારને રજુઆત કરતા માર્ગ મકાન મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ દ્રારા રૂ ૧૯.૨૫ કરોડના ખર્ચે ખાસ કિસ્સામાં રેલ્વે ફાટક પર ટુ લેન ઓવરબ્રિજ મંજુર કરવામાં આવેલ છે જેનાથી ખોડલધામ મંદિર જતા યાત્રાળુઓની સુવિધામાં વધારો થશે.
આ ઓવરબ્રિજ મંજુર થતા ખોડલધામ દર્શનાર્થે જતા શ્રધ્ધાળુઓમાં આનંદની લાગણી પ્રસરેલ છે. આ અગાઉ પણ ખોડલઘામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે ખોડલધામ તરફ જવાના ચારેય રસ્તાઓના નવિનિકરણનુ કામ મંજુર કરાવીને કામ પુર્ણ કરાવેલ તેમજ ભાદર ડેમથી ખોડલધામ સુધીની પીવાના પાણીની સ્પેશીયલ લાઈન મંજુર કરાવીને આ વિસ્તારના જાગૃત ધારાસભ્ય તરીકેનુ ઉતકૃષ્ટ ઉદાહરણ જયેશ રાદડીયાએ પુરુ પાડેલ હતું.