ઉનાના ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામે આવેલા પુરાણીક વર્ષો જુનુ લોકો આસ્થા અન શ્રધ્ધા સમાન દ્રોણેશ્વર મહાદેવનુ મંદિર આવેલ છે.
શ્રી દ્રોણેશ્વર મહાદેવ સાસણગીર પાસે ગીર ગઢડાથી નજીક જ્યાં સ્વયંભૂ નંદિશ્વરનાં મુખમાંથી જલધારા અવિરત વહે છે.જે મચ્છુન્દ્રી નદીનાં કિનારે આવેલું છે.એ જળ ક્યાંથી આવે છે એ આજ સુધી કોઈ ને ખબર નથી.રેક રૂતુમા આ જળપ્રવાહ અવિરતપણે જલાભિષેક થાય છે.
૮૦૦૦ વર્ષથી પણ જુનું શિવલિંગ જેનો આપણા પુરાણોમાં પણ ઉલ્લેખ મળી આવે છે.. શિવ પણ સ્વયંભૂ… જલધારા પણ સ્વયંભૂ.ગીર સાવજની ભૂમિ માં અત્યંત રમણીય સ્થળ. જય દ્રોણેશ્વર મહાદેવ