પ્રમુખ પદે પિયુષ શાહ, જો.સેક્રેટરીમાં કેતન દવે, ટ્રેઝરરમાં રક્ષીત કલોલા અને કારોબારીમાં મહિલા સહિત ચાર એડવોકેટોએ ઉમેદવારી નોંધાવી: વિવિધ બાર એસો.ના સભ્ય અને સિનિયર-જૂનિયર વકીલો ઉપસ્થિત રહ્યા
રાજકોટ બાર એસોસીએશન ચૂંટણીના પડધમ વાગતા ઉમેદવારી નોંધાવવાના પ્રથમ દિવસે પ્રમુખ સહિત ત્રણ હોદા અને મહિલા સહિત ચાર વકીલોએ કારોબારીમાં ફોર્મ ભર્યા છે જેમાંબારના પૂર્વ પ્રમુખ પિયુષ શાહે ઉમેદવારી નોંધાવતા રાજકીય ચૂંટણી જેવો માહોલ જામ્યો છે.
રાજયમાં એક સાથે ‘વન બાર વન વોટ’ મુજબ તમામ બારની ચૂંટણી તા.૨૧ ડિસે. યોજાશે જેમાં રાજકોટ બાર એસો.ના પ્રમુખ સહિત છ હોદા અને મહિલા કારોબારી મળી ૧૬ જગ્યા પર આજથી ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે.
બાર એસો.ના ફોર્મ ભરવાની છેલ્લી તા.૭ ડિસેમ્બર સુધી સ્વીકારાશે અને સાંજે ઉમેદવારોની યાદી બહાર પડશે તા.૯ ડિસે. ફોર્મ પરત ખેંચવામાં આ વશે, તા.૧૦ ડિવે.ના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને તા.૧૧ ડિસે.ના રોજ ઉમેદવારોની આખરી યાદી બહાર પાડશે જયારે તા.૨૧ ડિસે. સવારે ૯ થી ૩ કલાક દરમિયાન સીવીલ કોર્ટ બિલ્ડીંગના પ્રથમ માળે મતદાન યોજાશે અને સાંજે મતગણતરી યોજાશે.
વધુમાં બાર એસોસીએશનની ચૂંટણીમાં પેનલને બદલે વ્યકિતગતના ધોરણે લડાઈ રહી છે. જેમાં પ્રમુખ પદના ઉમેદવાર તરીકે પિયુષ શાહ, જોઈન્ટ સેક્રેટરીમાં કેતન દવે, ટ્રેઝરરમાં રક્ષીત કલોલા અને હિરલબેન જોશી, શૈલેષ સુચક, કૈલાશ જાની, આનંદ રાધનપુરા અને ઉર્મિલ મણિયાર સહિત પાંચ વકીલોને કારોબારીમાં ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી વેળાએ ક્રિમિનલ બાર એસોસીએશન, એમ.એ.સી.પી. બાર એસોસીએશન, રેવન્યુ બાર એસોસીએશન, લેબર બાર, મહિલા બાર અને ઈન્કમટેક્ષ સેલ્સટેક્ષ બાર એસો.ના હોદદારો અને સીનીયર જૂનીયરો એડવોકેટો મોટી સંખ્યાની ઉપસ્થિતિમાંઢોલ નગારા સાથે ફોર્મ ભર્યા હતા.