૧ ગ્રામથી લઇ ૪ કિલો સુધી સોનાનું ગ્રાહકો કરી શકે છે રોકાણ: ગ્રાહકોને દર વર્ષે મળશે ૨.૫ ટકા વ્યાજ
ભારતીય ટપાલ વિભાગ રાજકોટ ડીવીઝન દ્વારા ‘સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ’ ગ્રાહકોને આપવામાં આવી રહી છે. તા. ર થી ૬ ડીસેમ્બર દરમ્યાન ગ્રાહકો આ સ્કીમનો લાભ લઇ શકશે ગ્રાહકો પોતાની અનુકુળતા મુજબ ગોલ્ડ બોન્ડનું રોકાણ કરી આકર્ષક લાભ મેળવી શકે છે આ સ્કીમ ડીમેટ અને પેપર સ્વરુપે ઉપલબ્ધ છે.
આ સ્કીમમાં ઓછામાં ઓછું ૧ ગ્રામથી લઇને વધુમાં વધુ ૪ કિલો સુધીનું ઇન્વેસ્ટ કરી શકે છે જેનો સમય ગાળો ૮ વર્ષનો હોય છે પરંતુ ગ્રાહર ૫-૬ કે ૭ વર્ર્ષે પણ પરત મેળવી શકે છે. આ સ્કીમના રોકાણમાં ગ્રાહકને દર વર્ષે ૨.૫ ટકા વ્યાજ સરકાર દ્વારા આપવામાં આવે છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન ભારતીય ટપાલ વિભાગના રાજકોટ ડીવીઝનના સીનીયર પોસ્ટ માસ્ટર મીરલ ખમારે જણાવ્યું હતું કે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ એ છે કે લોકોને ફિલીકલ ગોલડ રાખવું ઇન્કવીનીયનસી થતી હોય તો તેના માટે ભારત સરકાર આર.બી.આઇ. આ સ્કીમ લઇ આવ્યું છે. જેમાં ૧ ગ્રામથી શરુ કરી ચાર કિલો સુધીનું ગોલ્ડ ફિલીકલ ફોર્મમાં તથા પેપર ફોર્મેટમાં ખરીદી શકો છો. તેના માટેની એક નાની પ્રોસીઝર છે એક ફોર્મ ભરવાનું હોય. કે.વાઇ.સી. ડોકયુમેન્ટ આપો એટલે પોષ્ટ ઓફીસ તરફથી તમને એક સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં આવે જે સર્ટીફીકેટ તમને જયારે પણ મેચ્યોર્ડ થાય ત્યારે તમે તે સર્ટીફીકેટ લઇ આવો તો તમને તે સર્ટીફીકેટ દ્વારા પેમેન્ટ કેસમાં મેળવી શકો છો. આ સ્કીમમાં રોકાણ કરવાથી ગ્રાહકોને બે ફાયદા છે જયારે આપણે માર્કેટમાં ગોલ્ડની ખરીદી કરવા જતા હોય ત્યારે સોનામાં ધડામણના પૈસા આપવામાં આવ્યા હોય. જે ફીઝીકલ આપણે ગોલ્ડ લઇને છીએ તેમાં એકચ્યુલ લેતા હોય તેના કરતાં વધુ રૂપિયા ચુકવવા પડતા હોય છે. જયારે ફીઝીકલ ફોર્મેટમાં પેપર ફોમેટમાં ગોલ્ડ બોન્ડની સ્કીમ આવી છે. જેમાં તેમાં એકચ્યુલ ગ્રામ તમે લીધેલા હોય તે ગ્રામનું તમને સટીર્ફીકેટ આપવામાં આવે છે. તેમાં કોઇપણ જાતનું ધડામણ થતું નથી.
બીજો ફાયદો મારી દ્રષ્ટિએ છે કે આ સ્કીમમાં કોઇ સિકયુરીટીનો પ્રોબ્લેમ નથી રહેતો. ફીઝીકલ ગોલ્ડ હોય તો ચોરાઇ જવાની ધસારો થવાની બીક રહેતી હોય પરંતુ પેપર ફાર્મેટમાં તમે સ્કેન કરીને કોપી તમારી મેઇલમાં રાખી શકો તો તેમાં તમને કોઇપણ પ્રકારનું જોખમ રહેતું નથી.
આ સ્કીમ ૨૦૧૫ થી શરુ થયેલી છે દર બે ત્રણ મહીને ત્રણ ચાર દિવસનો ગાળો હોય છે જેમ કે અત્યારે બે ડીસેમ્બરથી ૬ ડીસેમ્બરનો ગાળો છે. ર થી ૬ ડીસેમ્બર દરમિયાન લોકો આ સ્કીમમાં રોકાણ કરવા માગે તો ૩૭૯૫ રૂા એક ગ્રામના લઇ આવે તો તે રોકાણ કરી શકે છે.
દર બે ત્રણ મહીને ચાર પાંચ દિવસ સ્કીમ ચાલતી હોય છે તેમાં અમોને ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે.
હું લોકોને કહેવા માંગું છું કે હવે જમાનો ડીજીટલ તરફ જઇ રહ્યાો છે. તો ગોલ્ડ પણ આપણે ફિઝીકલ ફોર્મેટમાં રાખીએ તો તેમાં સૌથી વધુ નુકશાન ધડામણની થાય સિકયોરીટીની ચિંતા રહે.
ત્યારે આ સ્કીમમાં મેજર ફાયદો એ છે કે જેટલું પણ ઇન્વેસ્ટ થાય છે તેમાં ગોલ્ડનું એપ્રીશીએશન તો થાય જ છ ઉપરાંત વાર્ષિક અઢી ટકાનું વ્યાજ સરકાર દ્વારા આપવામાં આવે છે.
જે દર છ મહિને બેંક એકાઉન્ટ માં જમા થાય છે. તે અઢી ટકાનું એપ્રિશીએશનનો ફરજીયાત મળવાનું જ છે અને બીજું જે એપ્રિશીએશન ગોલ્ડનું માર્કેટમાં થાય તે પણ એપ્રિશીએશન તમને મળવાનું છે. ફીઝીકલ ગોલ્ડમાં આ વસ્તુ પ્રોશીબલ નથી. ઓછામાં ઓછું એક ગ્રામ અને વધુમાં વધુ ૪ કિલો ગ્રામ રોકાણ કરી શકે. આ સ્કીમમાં ૮ વર્ષ માટે રોકાણ કરી શકો છો. જયારે તમે સર્ટીફીકેટ લ્યો તેના ૮ વર્ષ બાદ સર્ટીફીકેટ મેચ્યોર કરી શકો છો. પરંતુ પ વર્ષ બાદ ગમે ત્યારે જરુર પડે તો તમે ત્યારે સર્ટીફીકેટ ઓવર ધ કાઉન્ડર પોસ્ટ ઓફીસમાં આવીને વટાવી શકો છો. આમ તેની અવધી આઠ વર્ષની છે.
અત્યારે જે ર થી ૬ ડીસેમ્બરની સ્કીમ છે ત્યારબાદ ૧૩ થી ૧૭ જાન્યુઆરી દરમિયાન આ સ્કીમનો જે લોકો લાભ નથી લઇ શકયા તે લઇ શકે છે.