૧૮મી થી મહાયજ્ઞનો શુભારંભ: મુખ્ય યજમાન ગોવિંદભાઈ વરમોરા (સન હાર્ટ ગ્રુપ)ના હસ્તે દીપ પ્રાગટ્ય: મહોત્સવમાં જગગુદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ સહિત અનેક સંતો-મહંતો, ગૃહમંત્રી અમિત શાહ, રાજકીય-સામાજિક આગેવાનો, પાટીદાર અગ્રણીઓ સહિત હજારોની સંખ્યામાં માઈભક્તો ઉમટી પડશે
વિશ્ર્વના ૧૨૬ દેશોમાં વસતા કડવા પાટીદારોના કુળદેવી અને ભક્તોનું કલ્યાણ કરતા જગત જનનીમાં ઉમિયાના સનક ઉંઝા ખાતે આગામી તા.૧૮ થી લક્ષચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે માટે છેલ્લા ઘણા દિવસોથી પાટીદારો પુરજોશમાં તૈયારીઓ કરી રહ્યાં છે. લક્ષચંડી મહાયજ્ઞને ભવ્યાતિભવ્ય બનાવવા યજ્ઞ પૂર્વે પણ શોભાયાત્રા, ચંડીપાઠ, ‘માનુ તેડુ’ આમંત્રણ પત્રીકાના વધામણા સહિતના કાર્યક્રમો યોજાઈ ચૂકયા છે. દેશ ઉપરાંત વિદેશોમાં પણ વસતા પાટીદારોમાં લક્ષચંડી મહાયજ્ઞને લઈ ભારે ઉત્સાહ વ્યાપ્યો છે.
પાટીદાર સમાજ ગૌરવવંતા શ્રેષ્ઠીઓમાં રામચંદ્રભાઈ જમનાદાસભાઈ અમીન, છગનભાઇ, સાંકળચંદ કાલીદાસ, કેશરાભાઈ તેજાભાઈ સાંખલા, બાબુભાઈ હરજીભાઈ પટેલ, નારાયણ રામજી લિંબાણી, કેશુભાઈ વિઠ્ઠલદાસ પટેલ (શેઠ), ઓધવજીભાઈ રવજીભાઈ તથા ચંદ્રભુજ શેઠનો મુખ્ય સહયોગ રહ્યો છે. લક્ષચંડી મહાયજ્ઞનો શુભારંભ ઉમિયાનગર ઉંઝા ખાતે તા.૧૮-૧૨ના રોજ તેમજ યજ્ઞની પૂર્ણાહુતિ તા.૨૨-૧૨ના રોજ થશે. આ પાંચ દિવસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તા.૧૮ના રોજ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય મણીભાઈ પટેલ (મમી) (પ્રમુખ ઉમિયા માતાજી સ્થાન ઉંઝા) તેમજ મુખ્ય યજમાન ગોવિંદભાઈ વરમોરા (સનહાર્ટ ગ્રુપ)ના હસ્તે કરવામાં આવશે. શુભારંભ કાર્યક્રમમાં સંસના હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો, દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓ, સ્વયં સેવકો સહિત હજ્જારોની સંખ્યામાં પાટીદારો ઉપસ્તિ રહેશે. ધર્મસભાનો શુભારંભ તા.૧૮ના રોજ જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં થશે અને તેઓ આશિર્વચન પાઠવશે. તા.૧૮ના રોજ સાંજે ૫ કલાકે જાહેર સમારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સમારંભનું અધ્યક્ષ સન શોભાવશે. અતિિ વિશેષ પદે જીતુભાઈ વાઘાણી, આર.સી.ફળદુ, કૌશીકભાઈ પટેલ, સૌરભભાઈ પટેલ, જયેશભાઈ રાદડીયા સહિતના મંત્રીઓ હાજરી આપશે. આ ઉપરાંત આ મહોત્સવમાં ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, વિવિધ ધાર્મિક સંગઠનોના ધર્મગુરૂઓ, સંતો-મહંતો, રાજકીય-સામાજિક આગેવાનો, પાટીદાર અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડશે. રાત્રે ૮ કલાકે મલ્ટીમીડિયા-શો તેમજ સચિન જીગરની લાઈવ ક્ધસર્ટ યોજાશે.
તા.૧૯ના રોજ ધર્મસભા સવારે ૯:૦૦ કલાકે જેમાં ૧૦૦૮ મહામંડલેશ્ર્વર સ્વામી ડો.ઉમાંકાન્તાનંદજી સરસ્વતીજી મહારાજ હાજરી આપશે. તેમજ બપોરે ૨:૩૦ કલાકે પ.પૂ.મોરારીબાપુ ઉપસ્તિ રહેશે. સાંજે ૫:૩૦ કલાકે જાહેર સમારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું અધ્યક્ષ સને ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉપસ્તિ રહેશે. આ દિવસે મુખ્ય મહેમાન તરીકે મનસુખભાઈ માંડવીયા, કૌશીકભાઈ પટલ, સૌરભભાઈ પટેલ, પ્રદિપસિંહ જાડેજા હાજરી આપશે. રાત્રે મલ્ટી મીડિયા શો તેમજ કિંજલ દવે, જીજ્ઞેશ કવીરાજ, જીગરદાન ગઢવીનો સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાશે.
તા.૨૦ના રોજ બપોરે ૨:૩૦ કલાકે દીદી માં સાધ્વી ઋતુંભરાજી ધર્મસભા સંબોધશે. આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, પ્રફુલભાઈ પટેલ, ગણપતભાઈ વસાવા, દિલીપકુમાર ઠાકોર, ઈશ્ર્વરભાઈ પરમાર,કુંવરજીભાઈ બાવળીયા, જયદ્રસિંહજી પરમાર, કિશોરભાઈ કાનાણી, પંકજભાઈ દેસાઈ ઉપસ્તિ રહેશે. રાત્રે સાંઈરામ દવે અને આદિત્ય ગઢવીનો સાહિત્યીક પ્રોગ્રામ યોજાશે. તા.૨૧ના રોજ પૂ.મુકતાનંદજીબાપુ અને સ્વામી નિખીલેશ્ર્વરાનંદજી ધર્મસભા સંબોધશે. સાંજે જાહેર સમારંભમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલ, રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જવાહરભાઈ ચાવડા, બચુભાઈ ખાબડ, વાસણભાઈ આહિર, વિભાવરીબેન દવે, રમણલાલ પાટકર, યોગેશભાઈ પટેલ, આર.સી.પટેલ, સિર્ધ્ધા પટેલ વગેરે હાજરી આપશે. રાત્રે ભૂમિ ત્રિવેદી અને ર્પાવિ ગોહિલનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
લક્ષચંડી મહાયજ્ઞના પૂર્ણાહુતિ દિન એટલે કે તા.૨૨ના રોજ દંડી સ્વામી જગતગુરૂ શંકરાચાર્યજી મહારાજના ઉત્તરાધિકારી સ્વામી સદાનંદ સરસ્વતીજી ધર્મસભાને સંબોધશે. સાંજના કાર્યક્રમમાં આનંદીબેન પટેલ, નીતિનભાઈ પટેલ, પરેશભાઈ ધાનાણી, ઈશ્ર્વરસિંહ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, શારદાબેન પટેલ, ડો.આશાબેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્તિ રહેશે. સાંજના રંગારંગ કાર્યક્રમમાં લોકગાયક કિર્તીદાન ગઢવી અને સાગર પટેલના સવારે રાસ-ગરબાની રમઝટ જામશે સો ભવ્ય આંતશબાજી થશે. લક્ષચંડી મહાયજ્ઞના દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ માટે દેશભરના પાટીદારોમાં ઉત્સાહ વ્યાપ્યો છે. આ અનેરા અવસરનો લાખોની સંખ્યામાં પાટીદારો લ્હાવો લેશે.
માઁ ઉમિયા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની વિશેષતાઓ
- ૫૦૦ એકર જેટલી વિશાળ જગ્યામાં ‘મા ઉમિયા નગર’નું નિર્માણ
- ૧૦૮ યજ્ઞકુંડ સોની ૮૧ ફૂટ ઊંચી યજ્ઞશાળા
- એક લાખ ચોરસ ફૂટી વધુના ક્ષેત્રફળમાં ૩૫૦૦ માણસો પૂજાવિધિમાં બેશી શકે તેવી વ્યવસ્થા
- હેલીકોપ્ટરી ભાવિકો દ્વારા માં ઉમિયા પર પુષ્પવર્ષા
- ૭ લાખ ચો.ફૂટમાં યોજાશે ભવ્ય પ્રદર્શન
- ન્યુ ઈન્ડિયા પવેલીયનમાં ઔદ્યોગીક, વાણીજય, કૃષિ, શિક્ષણ અને હસ્તકલા જેવા વિવિધ ક્ષેત્રોના એક્ઝિબીશન અને સ્ટોલ
- કાર્યક્રમના સરળ અને સફળ આયોજન માટે ૨૦,૦૦૦ થી વધુ સ્વયં સેવકો
- દેશ વિદેશી મહોત્સવમાં હિસ્સો લેવા આવશે. ૫૦ લાખી વધુ શ્રધ્ધાળુઓ
- કુપોષણ મુક્ત ગુજરાતને ચરિર્તા કરવા આંગણવાડીઓને દત્તક લેવાનું મહાઅભિયાન
ઉમિયાનગર: લક્ષ્ય એકસ્પો અને વિવિધ પેવેલીયન
- મેડિકલ સેવા કેન્દ્રો
- એગ્રીકલ્ચરલ અને સંલગ્ન ઈન્ડસ્ટ્રીઝ પવેલીયન
- પોલીસ અને સીસીટીવી કંટ્રોલરૂમ
- મીડિયા લોન્જ
- ન્યુ ઈન્ડિયા પવેલીયન
- સીરામિક ઈન્ડસ્ટ્રીઝ
- ક્નઝયુમર પ્રોડકટસ પવેલીયન
- અન્નપૂર્ણા કક્ષ
- જેમ્સ જવેલરી એન્ડ બેન્કિંગ ફાયનાન્સ પવેલીયન
- વિક્રમ સારાભાઈ સ્પેસ એન્ડ સાયન્સ પવેલીયન
- આર્ટ એન્ડ ક્રાફટ માર્કેટ
-
સમાજ કલ્યાણી દેવી માં ઉમિયાનો દિવ્ય સંદેશ
- આપણો મંત્ર: શ્રી ઉમિયા શરણમ્ મમ
- આપણી ભક્તિ: મન વચન અને કર્મી માં ઉમિયા પ્રત્યે અનન્ય આસ
- આપણી પરંપરા: દાંપત્ન જીવનની શરૂઆત માં ઉમિયાના દર્શની
- આપણી પ્રા: નવજાત શિશુને માં ઉમિયાના પારણે ઝુલાવીએ
- આપણો સંકલ્પ: કુરિવાજ અને વ્યવસનમુક્ત સમાજ
- આપણી ફરજ: શ્રેષ્ઠ દાતાઓના દાની સમાજનો સર્વાંગી વિકાસ
- આપણો ધ્યેય: પારિવારિક ભાવના દ્વારા વૈશ્ર્વિક સંગઠન