ડો.પ્રિયંકા રેડી સાથે થયેલા બળાત્કારમાં પાપીઓને સજા અને પીડીત મહિલાને ન્યાય આપવા માંગ

દેશમાં દિન પ્રતિદિન મહિલાઓ સાથે થતા અન્યાય વધતી જતા દેખાય છે તેવામા દરવષેઁ એક એવો બળાત્કારનો કિસ્સો બને છે જે પુરા દેશને હચમચાવી નાખે છે. ત્યારે આ વખત પણ ડો.પ્રિયંકા રેડ્ડી સાથે થયેલા બળાત્કારના પડઘા ચોતરફ પડાયા છે પુરા ભારત દેશમાં મહિલા, પુરૂષ તથા બાળકો પણ આ કિસ્સાને વખોડતા નજરે પડે છે અને દેશના લગભગ દરેક શહેરના પિડીત મહિલાને ન્યાય માટે લોકો રોડ પર ઊતરી આવ્યા છે. તેવામાં ધ્રાંગધ્રા તાલુકાનાં થળા ગામે પણ ડો.પ્રિયંકા રેડ્ડી સાથે થયેલા બળાત્કારીઓને વખોડતા કેન્ડલમાચનુ આયોજનો કરાયું હતું જેમા થળા ગામના સ્થાનિકો દ્વારા ગામમા આવેલા ઢવાણીયા દાદાના મંદિર ખાતે કેન્ડલમાચનુ આયોજન કરાયું હતું. આ કાયઁક્રમમા ગામના આગેવાનો તથા સ્થાનિકો મોટી સંખ્યામા હાજરી આપી હતી. કેન્ડલમાચ બાદ બેઇનીટનૂ મોન પાડી ગામે લોકો દ્વારા બળાત્કારીઓને કડકમાં કડક સજા અને દેશની સરકાર દ્વારા મહિલાઓ સાથે થતા અન્યાયને બંધ કરવાની માંગ કરી હતી. કેન્ડલમાચનુ કાયઁક્રમમા સરદાર પટેલ વિધાનથી પોલીસના યુવાનો હાજરી આપી મહિલા પ્રત્યે માન સન્માન જાળવી રાખવા અરજ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.