મુખ્યમંત્રીનાં દરેક નિર્ણયમાં કેન્દ્રસ્થાને લોકો છે, સરકારનાં પ્રત્યેક નિર્ણયોમાં લોકોનાં ઝડપી વિકાસ માટે પરિણામલક્ષી પારદર્શી કાર્યનું અમલીકરણ થઈ રહ્યું છે
ગુજરાતનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં શહેરી વિસ્તારો ઉપરાંત નગરપાલિકા અને મહાનગરપાલિકા ક્ષેત્રોમાં વાહનચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવાનાં નિર્ણયને આવકારતા તેમજ અગાઉ નોકરીમાં મહિલાઓ માટે અનામત જાહેર કરનાર ભાજપ સરકારે આ મહિલા સશક્તિકરણની યોજના ને વધુ ક્રાંતિકારી યોજના ને આગળ વધારતા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ ખાતે કોઈપણ સમાજ છાત્રાલય ખોલવા માંગતા હશે તેમને સરકાર રાહત દરે જમીન આપશે તેવો નિર્ણય બદલ અભિનંદન પાઠવતા ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નિર્ણય કર્યો છે કે, હવેથી શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી. ગુજરાતનાં શહેરીજનોની સુખ, સુવિધા અને સંપત્તિની કાળજી રાખી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુ સાહેબનો શહેરી વિસ્તારો ઉપરાંત નગરપાલિકા અને મહાનગરપાલિકામાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય આવકાર્ય છે તેમજ કોઈપણ સમાજને ગુજરાતના ચાર શહેરમાં ક્ધયા છાત્રાલય ખોલવુ હોય તો સરકાર જમીન આપવા તૈયાર થશે એવો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય અભિનંદન પાત્ર છે. ગુજરાતની પ્રજાનાં સારા-નરસાને ધ્યાનમાં રાખી એક પછી એક નિર્ણય લેતી આ એકમાત્ર પ્રજાહિતલક્ષી સરકાર છે. ભાજપ સરકારને વોટબેંક કરતા પણ નાગરિકોની સુખ, સુવિધાની વધુ ચિંતા છે. આ સરકાર પ્રજાનાં સુખે સુખી અને દુ:ખી થનારી સરકાર છે.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, આ અગાઉ પણ સંવેદનશીલ મુખ્યમંત્રીની લોકપ્રિય ઓળખ ધરાવતા વિજયભાઈ રૂપાણીએ કેન્દ્ર સરકારનાં ટ્રાફિક અંગેનાં કડક કાયદામાંથી ગુજરાતને છૂટછાટ અપાવી હતી ત્યારે ફરી એક વખત ગુજરાતના મુખ્યસેવક વિજયભાઈ રૂપાણીએ લોકોને શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવામાંથી જ મુક્તિ આપી દીધી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં આ નિર્ણયને સૌ ગુજરાતવાસીઓએ આવકાર્યો છે અને આભાર માન્યો છે. આ સિવાય અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ ખાતે કોઈપણ સમાજ છાત્રાલય ખોલવા માંગતા હશે તેમને રૂપાણી સરકાર જમીન આપશે તેવી જાહેરાત કરવામાં આવતા વિવિધ સમાજ દ્વારા મુખ્યમંત્રીશ્રીનાં આ નિર્ણયને બિરદાવવામાં આવી રહ્યો છે. ભાજપ સરકારે ઊંચ-નીચ ભેદભાવ વિના દરેક સમાજની દીકરીઓ માટે ક્ધયા છાત્રાલાય માટે જમીન આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બેટી બચાવો બેટી પઢાઓનાં સૂત્રને સાર્થક બનાવશે.