વધુ એક રાજ્યમાં ભાજપ સરકાર ગુમાવશે?
૧પમાંથી ૯ બેઠકો મેળવશે તો જેડીએસ-કોંગ્રેસની સરકાર બનશે
દેશના રાજકારણમાં અત્યારે ભાજપ માટે પડકારજનક અને પ્રવાહી સ્થિતિનો સમય ગાળો ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણી પરિણામો અને સરકારની રચનાની અનેક વિશ્ર્વ નાટકય ઘટનાક્રમો બાદ આજે યોજાનારી કર્ણાટક વિધાનસભાની ૧પ બેઠકોની પેટા ચુંટણીમાં મુખ્યમંત્રી બી..એસ. યેદુરપ્પા ની આગેવાનીભાજપસરકારનું પાણી મપાવવાનું છે. આ લખાય છે ત્યાં સુધી પ્રથમ બે કલાકમાં તમામ ૧૫ બેઠકો પર ૬.૬ ટકા જેવુ નિરસ મતદાન થયું છે. જો કે ધીમે ધીમે મતદાનની ટકાવારીમાં વધારો થઇ રહ્યાની વિગતો મળી રહી છે. પ્રારંભના નિરાશ મતદાનથી મતદારોનો નિરસ વલણની શકયતા સાથે યેદીયુરપ્પાનો તાગ મળી જાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.કર્ણાટકમાં ૧પ વિધાનસભા મતક્ષેત્રના ૩૭.૭૮ લાખ મતદારો માટે આજે સવારે ૭ થી ૬ વાગ્યા સુધીના સમય વધી માટે મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ પેટા ચુંટણી કોંગ્રેસ અને જેડીએસના ૧૭ ગેર લાયક ઠરેલા ધારાસભ્યોની જગ્યાઓ ભરવા માટે કરવામાં આવી છે. એચડી કુમાર સ્વામીની સરકારના જુલાઇમાં થયેલા રાજય કટોકટીના સામના બાદ આવી પડેલી ચુંટણીમાં ભાજપ માટે રર૮ સભ્યો ની વિધાનસભામાં બહુમતિ જાળવી રાખવા માટે આજે યોજાઇ રહેલી ૧પ બેઠકોની ચુંટણીમાં ઓછામાં ઓછી છ બેઠકો જીવતવી જરુરી છે. અત્યારે વિધાનસભામાં ૨૦૮ ની સભ્ય સંખ્યા વચ્ચે ભાજપ પાસે અપક્ષ સહીત ૧૦૫ ધારાસભ્યો છે. કોંગ્રેસ પાસે ૬૬, જેડીએમસ પાસે ૩૫, બીએસપી પાસે ૧, અને સ્પીકર સહીતની રાજકીય સ્થિતિ પ્રર્વતી રહી છે.
ગેરલાયક ઠરેલા ૧૩ ધારાસભ્યોમાંથી તે ૧૩એ ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી છે. ગયા મહીને જ આ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. અને સુપ્રિમ કોર્ટે તેમને ચુંટણી લડવાની પરવાનગી આપી હતી.
પેટા ચુઁટણીનીના પ્રચાર દરમિયાન ભાજપે રાજયમાં સ્થિર સરકાર માટે મત માંગ્યા હતા. જયારે કોંગ્રેસ અને જેડીએસએ ગેરલાયક ઠરેલા બે જવાબદારી અને ગઠબંધનની સરકાર તોડનારા બાગી ધારાસભ્યોને સબક શિખવાડવા મત માંગ્યા છે. ૧૫ બેઠકોમાંથી ૧ર કોંગ્રેસ ના હાથમાં અને ૩ જેડીએસના હાથમાં હતી. ભાજપે ૧૬ માંથી ૧૩ ગેરલાયક ધારાસભ્યો ને ટીકીટ આપી છે આ તમામ ધારાસભ્યો ૨૦૧૮માં કોંગ્રેસ અને જેડીએસની ટિકીટો પરથી ચુંટણી જીત્યા હતા. ૧૬૫ ધારાસભ્યો માંથી ૧૫૬ પુરુષો અને ૯ મહીલા ધારાસભ્યો ધરાવતી કર્ણાટક વિધાનસભા અત્યારે ભારે ચર્ચામાં છે.
ભાજપ અને કોંગ્રેસ ૧પ બેઠકોમાં અને જેડીએસ ૧૨ બેઠકો પર ઉમેદવારો ઉતાયા છે. આજ થઇ રહેલા મતદાનમાં અઠાણી, કાગવડ, બોકક, પલ્લાપુર, હિરાકેટુબ, રાણીબેનરુ વિજયનગર, ચિકબલપુર, કુંખારપુરમ, યંશવંતપુર, મહાલક્ષ્મી લેઆઉ શિવાજીનગર, હાશકોટ કેઆરપેટ અને ટન્સુર વિધાનસભા મતવિસ્તારમાં પેટા ચુંટણીનું મતદાન થઇ રહ્યું છે. કોંગ્રેસ અને જેડીએસએ ભાજપને સત્તા પર આવતા અટકાવવા પુરેપુરુ જોર લગાી દીધું છે. વિપક્ષો પ્રજાના વિશ્ર્વાસે પેટા ચુંટણી લડી રહ્યા છે પેટા ચુંટણીમાં જો મતદાન ઓછું થાય તો પરિણામ અણધાર્યુ આવી શકે છે. તેમ ભાજપ ના વરિષ્ઠ નેતાએ જણાવ્યું છે કોંગ્રેસ પણ આ વાતમાં સહમત છે પરંતુ ઓછું મતદાન પણ કયારેક લાભકર્તા પણ સાબીત થઇ શકે છે આ પેટા ચુંટણીમાં બળવાખોરોને મતદારો પાઠ ભણાવશે અને તે કોંગ્રેસ અને જેડીએસને ફાયદાપ થશે. ભાજપને તમામ બાગીઓને ટીકીટ આપી છે જે કોંગ્રેસને મદદપ થશે. બીજી તરફ મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે. તમામ ૧૫ મતક્ષેત્રોમાં ૮૦ થી ૮૫ ટકા મતદાન થાય તો તે ભાજપ માટે લાભકર્તા ગણી શકાય છે.
ચૂંટણી પંચ અને પોલીસે સઘન વ્યવસ્થા ગોઠવી છે. કુલ ૩૭૭૭૯૭૦માંથી ૧૮૪૨૦૨૭ મહિલાઓ માટે ૪૧,૮૫ મતમથકોમાંથી ૪૭૧૧ નોકરીયાત મતદારો માટેની વ્યવસ્થા ચૂંટણી માટે ૪૨૫૦૯ કર્મચારીઓ ૧૮૨૯૯ પોલીંગ એજન્ટ ૧૧૨૪૧ સ્થાનિક પોલીસ, ૨૫૧૧સીઆરપીએફ નૈતાતી કરવામાં આવી છે. જેથી ભાજપ, કોંગ્રેસ અને જેડીએસઆ રાજકીય પરિવર્તન લાવવા માટે પોતાની તમામ રાજકીય તાકાત લગાવી રહ્યા છે.
આ પેટા ચૂંટણી માટે પ્રચાર કાર્ય પૂર્ણ થતાની સાથે જ રાણેબેનુર બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર કે.બી. કોલીવાડ અને બેંગલુની શિવાજીનગર બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર રિઝવાન અર્શદના નિવાસ સ્થાન પર ઈન્કમટેક્ષ અને આયકર વિભાગે તપાસ હાથ ધરતા રાજકીય વાતાવરણમાં ગરમી આવી જવા પામી હતી. કોંગ્રેસે સત્તાધારી ભાજપ પર સત્તાનો દૂપયોગ કરવાનો આક્ષેપ કર્યો છે. જયારે સરકાર વતી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ બંને ઉમેદવારો મતદારોને પૈસા અને દા આપીને લલચાવતા હોવાની ફરિયાદો મળ્યા બાદ તેમના નિવાસ સ્થાનો પર તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ આ તપાસમાં કંઈ પણ વાંધાજનક મળ્યુંં નથી.