એટ હોમ, પૂર્વ રાત્રીનો રંગારંગ કાર્યક્રમ, ઘ્વજાવંદન અને નેશનલ લેવલનો હેન્ડીડ્રાફટ એકસ્પોનો કાર્યક્રમ ફાઇનલ: બાકીના કાર્યક્રમોની તારીખો અને સ્થળ એક સપ્તાહમાં નકકી કરી સમગ્ર રૂપરેખા તૈયાર કરાશે
પ્રજાસત્તાક પર્વમાં ૧૦ દિવસ પૂર્વેથી જ કાર્યક્રમોની ભરમાર શરૂ થઇ જશે, કલેકટર કચેરીએ આયોજન અંગે બેઠકોનો દોર
રાજકોટમાં આગામી ર૬મી જાન્યુઆરીએ અત્યાર સુધીની સૌથી ભવ્ય ઉજવણી થવાની છે. રાજયકક્ષાની આ ઉજવણીની તૈયારી માટે હાલ તંત્ર ઉંધા માથે થઇ ગયું છે. આ ઉજવણીમાં ૧૦ દિવસ પૂર્વેથી જ કાર્યક્રમોની ભરમાર શરુ થઇ જવાની છે. જેમાં દરરોજ અલગ અલગ વિભાગના કાર્યક્રમ યોજાનાર છે. હાલ આ આયોજન સંદર્ભે જીલ્લા કલેકટરના અઘ્યક્ષ સ્થાને બેઠકોના દોર ચાલી રહ્યા છે. એક સપ્તાહમાં તમામ કાર્યક્રમોના સ્થળ અને તારીખ નકકી કરીને સંપૂર્ણ પરેખા તૈયાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
ર૬મી જાન્યુઆરીએ રાજકોટમાં રાજયકક્ષાની ઉજવણી થવાની છે. આ ઉજવણી ૧૦ થી ૧પ દિવસ સુધી ચાલવાની છે. ૧પ જાન્યુઆરીથી જ ઉજવણી સંદર્ભેના કાર્યક્રમો યોજાવાના શરુ થઇ જવાના છે. દરરોજ અલગ અલગ વિભાગના કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ ઉજવણીમાં મુખ્યમંત્રી, રાજયપાલ તેમજ મોટાભાગના મંત્રીઓ સહિતના અનેકવિધ મહાનુભાવો ઉ૫સ્થિત રહેવાના છે. હાલ જીલ્લા કલેકટર રેમ્યા મોહનના અઘ્યક્ષ સ્થાને આ કાર્યક્રમો અંગેનું આયોજન ધડવામાં આવી રહ્યું છે. જીલ્લા કલેકટર રેમ્પા મોહન દ્વારા વિવિધ સમિતિઓની રચનાઓ કરીને સમિતિઓને જે તે જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉજવણીમાં એર હોમ કાર્યક્રમ પણ યોજાનાર છે. જેમા રાજયપાલ અને મુખ્યમંત્રી બન્ને ઉ૫સ્થિત રહેવાના છે. આ ઉપરાંત પ્રજાસત્તાક પર્વની પૂર્વ રાત્રીએ રંગારંગ કાર્યક્રમ પણ યોજાનાર છે. જેમાં બોલીવુડ સ્ટાર ઉ૫સ્થિત રહે તેવી પણ સંભાવનાઓ છે. આ સાથે નેશનલ કક્ષાનો હેન્ડીડ્રાફટ એકસ્પો પણ રાખવામાં આવશે આ એકસ્પોમાં દેશભરમાં હેન્ડીડ્રાફટના કારીગરો પોતાની વસ્તુઓનું વેચાણ કરશે. દરરોજ અલગ અલગ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં બધા વિભાગોને એક એક દિવસ પોતાનો કાર્યક્રમ યોજવા માટે આપવામાં આવ્યો છે.
ડીઆઇએલઆર કચેરી દ્વારા ૧૦૦૦ થી વધુ આસામીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત અલગ અલગ વિભાગો દ્વારા આ પ્રકારે લાભાર્થીઓને હુકમો સહાયોનુ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાશે. હાલ જીલ્લા કલેકટર રેમ્પા મોહન અને અધિક જીલ્લા કલેકટર પરિમલ પંડયાના માર્ગદર્શન હેઠળ તમામ કાર્યક્રમો નકકી કરી સ્થળ અને તારીખો પસંદ કરવામાં આવશે. એક સપ્તાહની અંદર ઉજવણીના કાર્યક્રમોની સમગ્ર રુપરેખા તૈયાર કરી દેવામાં આવશે.
પ્રસજાત્તાક પર્વની જાજરમાન ઉજવણી માટે રાજકોટ જીલ્લાના ઉઘોગ કેન્દ્ર, આરોગ્ય વિભાગ, પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ, જીઆઇડીસી, આરટીઆઇ, જીલ્લા રોજગાર કચેરી, પીજીવીસીએલ, જીલ્લા પંચાયત, પોલીસ વિભાગ સહીતના વિભાગો હાલ કામે લાગ્યા છે.