કર્મયોગ મંદિર આયોજીત કાર્યકમ્રનો અનેક લોકોએ લાભ લીધો
કર્મયોગ મંદિર રાજકોટ દ્વારા ચૌધરી હાઈસ્કુલ પાસે આવેલ ઈવનીંગ પોસ્ટમાં ડો. રાજીવ મીશ્રા દ્વારા કર્મયોગ જ્ઞાન પર લેકચર રાખવામાં આવ્યું જેમાં કર્મયોગના નિયમ અનુસાર મનની શાંતી તથા હતાશા નિવારવા માટે જ્ઞાન પીરસાયું હતુ સાથે સાથે યોગ પ્રાર્થના ધ્યાન પણ કરાવવામાં આવ્યા હતા જેમાં અંદાજીત ૨૬ લોકોએ લાભ લઈને મનની પ્રફુલ્લીતતા અનુભવી હતી.
રાજીવ મીશ્રાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે રાજકોટમાં કર્મજ્ઞાન તથા યોગ શીખડાવું છુ હાલમાં અમારી પ્રવૃત્તિ ઈવનીંગ પોસ્ટમાં ચાલુ છે. સવારે ૬ વાગ્યાથી ૯ વાગ્યા સુધી ચાલે છે. જેમાં યોગ પ્રાણાયમ , પ્રાર્થના, હાસ્યાસન અમે કરાવી છીએ તથા સોમવારે-શુક્રવારે કર્મજ્ઞાન ચમત્કારી લેકચર આપીએ છીએ તેનાથી મનની ખુશી મળે છે. જે લોકો નિરાસ -હતાશા-અસકતતા વાળા વ્યકતી કર્મજ્ઞાન શાંતાએ તો તેનામાં ખૂબ મોટુ પરીવર્તન આવે છે. એટલ માટે ૨૦૧૬થી અમે કર્મજ્ઞાનને આગળ લઈ જવાની કોશિષ કરીએ છીએ જેનાથી આત્મહત્યાનો દર ૦% થઈ શકે જે જીવનબોજ સમજી જીવે છે. એ મોજથી જીવી શકે એટલા માટે ૧જાન્યુ.એ અટલબિહારી બાજપાઈ હોલમાં સવારે ૯ થી ૧૨ કર્મયોગ સેમીનાર રાખ્યો છે. જેમાં ૫૦૦ સીટ બુક થઈ ગઈ છે. આ પોગ્રામમાં અલગ અલગ પ્રશ્ર્ન પૂછવામાં આવશે તથા ૧૦૦૦ થી ૧૦,૦૦૦ સુધી ઈનામ આપવામાં આવશે.
બ્રીજેશ કુમારે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે રેલવે સ્ટેશન માસ્તર તરીકે નોકરી કરતો હતો પહેલા હુ ખૂબ પરેશાન રહેતો હતો. જયારથી કર્મજ્ઞાન વિશે શીખ્યો ત્યારથી જીંદગીમાં અદભૂત પરિવર્તન આવ્યું અત્યારે જીંદગીમાં કોઈ સમસ્યા નથી. અને ખૂબ મજા આવે છે. કાયમ મસ્ત રહું છું પેલા જીંદગીથી કંટાળો આવતો અહી આવ્યા પછી ખબર પડી કે બધા કર્મોના ફળ છે ત્યાર પછી જીવન જીવવાની મજાજ અલગ છે.
પારૂલ પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે કર્મયોગ જ્ઞાન સાથે છેલ્લા ૧૦ વર્ષથી જોડાયેલ છં યોગ સાથે કર્મયોગ એ મોટો સંયોગ છે. આપણે જયારે અપનાવીએ ત્યારે ખબર પડે છે કે કર્મયોગ શું છે અને તેનો અદભૂત ફાઈદો દરેક વ્યકતીને મળે છે.જેમકે સ્ટુડન્ટ ગૃહિણી , નોકરીયાત કર્મયોગ એ એવો વિશાળ વેદ છે કે જેમાં આપણે જે મેળવવું છે શાંતી સંતુષ્ટી બધુજ મળે છે. આપણે દોડીએ છીએ ભૌતીકતાપાછળ પણ શાંતી કર્મયોગના જ્ઞાનમાં છે. માટે કર્મયોગ મોટી દવા છે.