જૂનાગઢના મેયર ધીરૂ ગોહેલ સહિતના મહાનુભાવોઉપસ્તિ રહ્યાં
તા.૧-૧૨-૧૯ના રોજના માર્કેટિંગ યાર્ડમાં ઉના સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું આ પ્રસંગે જૂનાગઢના મેયર ધીરુભાઈ અને ગોહેલ તેમજ તેમના ધર્મપત્ની મીનાબેન ગોહેલ ખાસ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
તેમજ સુરતથી વાટલીયા સમાજના પ્રમુખ નંદલાલભાઇ કાળાભાઈ પાંડવ તથા તેમની સાથે જ્ઞાતિના હોદ્દેદારોમાં મંત્રી બટુકભાઈ રત્નાભાઇ વોરા તથા ખજાનચી વિઠ્ઠલભાઈ તરસરિયા તેમજ દેવભૂમિ દ્વારકાથી અરવિંદભાઈ રામજીભાઈ પાણખાણીયા તથા કેતનભાઇ દિનેશભાઈ ગોહીલ તથા જગદીશ નારણભાઈ ગોહિલ તેમજ જુનાગઢ ભવનાથ અન્ ક્ષેત્રના હોદ્દેદારોમાં પ્રમુખ મહેન્દ્રભાઈ વાઘેલા તથા ડાયાભાઈ દેવળીયા તથા ગોવિંદભાઈ વેગડ તથા નરસિંહભાઈ પાણખાણીયા તથા ભાવેશભાઈ વેગડ તેમજ વેરાવળના સરકારી વકીલ નિગમ ભાઈ જેઠવા તેમજ ઉનાની સરકારી વકીલ ગામીત તેમજ ગીરગઢડાના સરકારી વકીલ તળાવીયા તેમજ ઉના નાયબ કલેકટર મહેન્દ્રભાઈ કે પ્રજાપતિ તેમજ મારુ રાજપૂત સમાજના પ્રમુખ કાળુભાઈ ડાંગોદરા ઉના તેમજ ઉના મારુ કુંભાર સમાજના પ્રમુખ પ્રકાશભાઈ ટાંક તથા તેની સાથે વજુભાઈ કિડેચા તેમજ ઉનાના મહંત પુરુષોત્તમ દાસ બાપુ જાનકી વલ્લભ મંદિર ઉના તેમજ ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ ખાસ ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારી હતી આ પ્રસંગમાં ઉના તાલુકાના ૪૨ ગામ માંથી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિજનો અંદાજે ૬ થી ૭ હજારની સંખ્યામાં હાજર રહેલ હતા આ પ્રસંગે આવેલા તમામ અગ્રણીઓનું જ્ઞાતિના પ્રમુખ નાનજીભાઈ કિડેચા એડવોકેટ એ ફુલહાર તેમજ સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.