સેકન્ડ નેશનલ વોટર એવોર્ડ ૨૦૧૯ માટે જળ સંચય અભિયાન હેઠળ રાજકોટ જિલ્લામાં યેલી નોંધપાત્ર કામગીરી મિનિસ્ટ્રી ઓફ જનશક્તિમાં વિગતો સાથે સબમીટ કરાઈ: બેસ્ટ પંચાયત માટે કોટડા સાંગાણી તાલુકાની નવી મેંગણી ગ્રામ પંચાયતના નામની ભલામણ
મિનિસ્ટ્રી ઓફ જનશક્તિ દ્વારા છેલ્લા બે વર્ષથી જળ સંચયને પ્રોત્સાહન આપવા નેશનલ વોટર એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતેના સેકન્ડ નેશનલ વોટર એવોર્ડ ૨૦૧૯ માટે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ત્રણ કેટેગરીમાં નોમિનેશન કરવામાં આવ્યું છે. જેમાં બેસ્ટ ડિસ્ટ્રીકટ ઈન વોટર કન્ઝર્વેશન કેટેગરીમાં પણ રાજકોટ જિલ્લાના નામનું નોમિનેશન કરવામાં આવ્યું છે. ઉપરાંત બેસ્ટ પંચાયત કેટેગરીમાં કોટડા સાંગાણી તાલુકાની નવી મેગણી ગ્રામ પંચાયતના નામની ભલામણ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં જળસંચય અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ કામગીરી થઈ છે. જેથી રાજકોટ જિલ્લાને બેસ્ટ ડિસ્ટ્રીકટ ઓફ વોટર કન્જર્વેશન માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં પબ્લિક પાર્ટીસીપેશન હેઠળ સુજલામ-સુફલામ્ જળ સંચય અભિયાન અંતર્ગત પાણીનો જથ્થો ૨,૨૭,૪૯૪ એમકયુબ જેટલો વધ્યો છે અને તેનાથી ૧૩૧૦ હેકટર જમીનને ફાયદો થયો છે. જ્યારે ખેડૂતોના ખર્ચે આ અભિયાન હેઠળ ૨,૫૬,૦૩૩ એમક્યુબ જેટલો પાણીનો જથ્શે વધ્યો છે. જ્યારે ૧૪૪૦ હેકટર જમીનને તેનાથી ફાયદો થયો છે. ઉપરાંત ચેકડેમ રિપેરીંગ, ટેન્ક રિપેરીંગ, માઈનોર ઈરીગેશન સ્કીમ રિપેરીંગ અંતર્ગત ૬૫૦ હેકટરમાં ૩,૮૨,૩૫૦ એમકયુબ જેટલા પાણીના જથ્થાનો સંગ્રહ વધ્યો છે.
વધુમાં પાર્ટીસીપેટરી ઈરીગેશન મેનેજમેન્ટ હેઠળ વોટર યુઝર્સ એસો. દ્વારા એમઓયુ કરીને ૪૦૦ હેકટરમાં કામગીરી કરવામાં આવી છે. આ તમામ મહત્વની કામગીરીઓ વિગતો સાથે દર્શાવીને બેસ્ટ ડિસ્ટ્રીકટ ઈન વોટર કન્ઝર્વેશન એવોર્ડ માટે રાજકોટ જિલ્લાનું નોમિનેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બેસ્ટ પંચાયત એવોર્ડ માટે કોટડા સાંગાણી તાલુકાની નવી મેગણી ગ્રામ પંચાયતના નામનું પણ નોમિનેશન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સેન્ટ્રલ ગ્રાઉન્ડ બોર્ડ દ્વારા સ્ક્રુટીની કરીને આ એવોર્ડ માટે રાજકોટ લાયકાત ધરાવે છે કે નહીં તે અંગે નિર્ણય લઈ એવોર્ડની જાહેરાત કરવામાં આવશે.
જિલ્લાની ત્રણ શાળાઓના બેસ્ટ સ્કૂલ એવોર્ડ માટે નામ અપાયા
સેક્ધડ નેશનલ એવોર્ડ ૨૦૧૯માં બેસ્ટ સ્કૂલ કેટેગરીના એવોર્ડ માટે રાજકોટ જિલ્લાની ત્રણ શાળાના નામને નોમિનેટ કરવામાં આવ્યા છે. જેમાં ગોંડલ તાલુકાની દેવડા પ્રામિક શાળા, રાજકોટ તાલુકાની પરાપીપળીયા પ્રામિક શાળા અને વિંછીયા તાલુકાના લાલાવદર પ્રામિક શાળાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં ૮૮૪ જેટલા પ્રામિક શાળાઓ આવેલી છે. જેમાંથી ૨૧૪ શાળામાં રેઈન વોટર હાર્વેસ્ટીંગનો પ્રોજેકટ સંપૂર્ણ કરવામાં આવ્યો છે. ઉપરાંત રાજય સરકારના ગ્રીન સ્કૂલ પ્રોજેકટને ૨૫ સ્કૂલોમાં પુરો કરી નાખવામાં આવ્યો છે. જ્યારે આ વર્ષે વધુ ૫૫ સ્કૂલોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અનેક શાળામાં વોટર કન્ઝર્વેશન અંતર્ગત આઈઈસી પ્રવૃતિ કે જેમાં વિવિધ જાતની સ્પર્ધાઓ કી જળ બચાવ મુદ્દે જાગૃતિ લાવવામાં આવે છે. આ સાથે સેવીંગ રેઈન વોટર, ડ્રિપ ઈરીગેશન, વોટર સ્પ્રીકલર્સ, વેસ્ટ વોટર કલેકશન અને કિચન ગાર્ડન સહિતની સુવિધાઓ પણ વિકસાવવામાં આવે છે. આ તમામ જળ સંચયને લગતી પ્રવૃતિઓમાં રાજકોટ જિલ્લામાં આ ત્રણ શાળા મોખરે રહી છે માટે તેઓના નામની ભલામણ કરવામાં આવી છે.