રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદાઓ ઉપર ચર્ચા માટે છાત્રોને તક મળી
ડ્રાઈવ એમ.યુ.એન. ટીમ દ્વારા રાજકોટમાં મોડેલ યુનાઈટેડ નેશન્સનું આયોજન (મોડેલ યુનાઈટેડ નેશન) કરવામાં આવ્યું હતુ ભણતરનાં ભારમાં વિદ્યાર્થીઓ કયાંકને કયાંક પોતાની અંદરની સ્કીલ ડેવલોપ કરી શકતા નથી અથવા તે ડેવલોપમેન્ટ બાજુ વળી શકતા નથી. ત્યારે ડ્રાઈવ એમયુએન દ્વારા તેમની અંદરની મોડીવેશન સ્પિકર, વકતા, સારા લિસ્નાર બનાવની એક સારી તક છે. ડ્રાઈવ એમ.યુ.એન.ના સેમીનારમાં ધો.૭ થી ૧૨ અને કોલેજના વિદ્યાર્થીએ ભાગ લીધો હતો સીબીએસઈ સ્કુલોને ૧૦૦થી વધુ છાત્રોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
વિદ્યાર્થી કુનાલ પારેખે અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે સમગ્ર ભારતમાં તેઓએ જેટલા એમ.યુ.એન.કરી ચૂકયા છે અલગ અલગ સ્કુલ, કોલેજોમાં જયને પણ એમ.યુ.એન. કરીચૂકયા છે. મે પણ ખણુ એમ.યુ.એન.માંથી શીખેલુ છે એટલે હવે મને લાગે છે કે મારે પણ બીજા વિદ્યાર્થીઓને શિખવું જોઈએ મને જે ફાયદા મળ્યા છે એમ.યુ.એન.માંથી એ હું આવતી પેઢી અને વિદ્યાર્થીઓને પણ આપવા માંગુ છું માત્ર રાજકોટ નહી પણ સમગ્ર ગુજરાતનાં વિદ્યાર્થીઓ આનો લાભ લે માટે મે નકી કરેલુ કે આ સેમીનાર આપણે રાજકોટમાંથી ચાલુ કરીએ.
વિદ્યાર્થીની યશવી કોઠારી એ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે ડ્રાઈવ એમ.યુ.એન.માં હાલ જે સેમીનાર કરવામાં આવ્યો છે તે તેઓ યુ.એન.એસ.સી.ના અધ્યક્ષ બન્યા છે. આ એક ડિબેટ પ્રોગ્રામ છે. જેમાં યુનાઈટેડ નેશન સ્કયોરીટી કાઉનશીલ સભામાં જે ડિબેટ ચાલતી હોય છે.તે જ રીતેની આ સેમીનારમાં ડિબેટ રાખવામાં આવી છે. જો તે વિદ્યાર્થીઓના એકબીજા સામેના ડિબેટને સમજાવવા તેને જતુ કરશે એમ.યુ.એન. એ વિદ્યાર્થીઓ માટે ખૂબજ ફાયદાકારક છે. જેનાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્ર્વાસ વધે છે. સારા વકતા બની શકે છે. સાથોસાથ વિદ્યાર્થીઓમાં દુનીયામાં ચાલી રહેલા આતંકવાદ કયા દેશની હાલત અત્યારે ભૂખમારા, બીમારીથી પીડાઈ રહી છે. જેનો અભ્યાસ વિદ્યાર્થી પોતે કરી શકે પોતાની જાણથી માહિતી મેળવી શકે. આજના સેમીનારમાં તેમની કમીટીનો વિષય યમન દેશમાં ચાલી રહેલા ભયંકર કોલેરા બીમારી હતો.
વિદ્યાર્થી શાહીલ લખાનીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુકે ડ્રાઈવ એમયુએન દ્વારા કરવામાં આવેલા સેમીનાર તે એઆઈપીપીએમના અધ્યક્ષ બન્યા છે. એઆઈપીપીએમનો મુખ્ય વિષય ફાકસીસ્મ એક્રોસ ઈન્ડીયા છે. જે મોમ્બબીલ્ચીંગ, ૩-સી ર્વડીક, ઓરેન્જકલરનો ફેલાવો કરવામાં આવે છે. આ વિષય પર વિદ્યાર્થીઓ માહિતી મેળવી અને અલગ અલગ પાત્ર બની ડીબેટ આવે છે. જેમાં તેઓ મીનીસ્ટરો બની આ વિષય પર ચર્ચા કરતા હોય છે. વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્ર્નો એકબીજાને પુછો તેમનામાં જાણવાની જીજ્ઞાસા વધે છે તેમને ભણવા મળે ભારતમાં સેકયુલેરેઝમ કેમ ચાલે છે. ધો.૭ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ આ એઆઈપીપીએમ કમીટીમાં ભાગ લીધો હતો.
આદિત્ય સાકરીયાએ જણાવ્યું હતુ કે, તે ડ્રાઈવ એમયુએન સેમીનારમાં ડાઈસેક કમીટીનાના અધ્યક્ષ બન્યા છે. તેમની કમીટીનો વિષય સાઈબર વોર પણ હતો. વિદ્યાર્થીઓ દુનીયામાં ચાલતી સાયબર વોર વિષેની માહિતી ભેગી કરી આ કમીટીમાં ડિબેટ કરી હતી ખાસ તો આ ડીબેટમાં યમન દેશમાં ચાલી રહેલા સીવીલ વોર પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સાયબર વોર શું ભાગ ભજવે છે.