બેટી બચાવો- બેટી પઢાઓ, અભિયાન હેઠળ વકતૃત્વ સ્પર્ધા, રંગપુરણી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, અને મેડિકલ ચેક અપ કેમ્પ યોજાયો
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિઘાલયમાં જીલ્લા વહીવટી તંત્ર રાજકોટ તથા જીલ્લા બાળ અને મહીલા વિભાગ રાજકોટના સંયુકત ઉપક્રમે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હેઠળ વકતૃત્વ સ્પર્ધા રંગપુરણી સ્પર્ધા નિબંધ સ્પર્ધા તેમજ મેડીકલ એક અપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટની જુદી શાળાઓમાં લાલ બહાદુર શાસ્રી કન્યા વિઘાલય, લાલબહાદુર શાસ્ત્રી અંગ્રેજી માઘ્યમ, માતૃ મંદીર અંગ્રેજી માઘ્યમ સદગુરુ પ્રાથમીક વિઘાલય જગદગુરુ પ્રાથમીક વિઘાલયમાં આનંદમયી વિધાલયમાંથી કુલ ર૦૦ જેટલા વિઘાર્થીઓએ ભાગ લીધેલ હતો.
આ કાર્યક્રમમાં જીલ્લા મહીલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલ મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદી તેમજ ભગીની સંસ્થાના આચાર્ય ભારતીબેન નથવાણી, તૃપ્તીબેન જોષી, ભાવનાબેન જોષીએ ઉ૫સ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમ દરમિયાન ૧૮૧ મહીલા હેલ્પલાઇન ના કાઉન્સેલરે મહિલાઓની સુરક્ષા માટેનું માર્ગદર્શન આપેલ હતું. આ સમગ્ર કાર્યક્રમ ભરતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિઘાલયના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.