હજુ એઈડ્સની જાગૃતિ આવવાને ઘણી વાર છે…

સિવિલ હોસ્પિટલમાં એકમાત્ર ઓર્થોપેડિક સર્જન તે પણ અનિયમિત હોવાથી નિવૃત્ત અધિકારી માટે ખાનગી હોસ્પિટલનો એક માત્ર વિકલ્પ બચ્યો: ખાનગી હોસ્પિટલોએ ગરજની તક ઝડપથી રૂા.૩૦ હજારના ઓપરેશન માટે રૂા.૩ લાખ જેવી માતબર રકમ માંગી: અંતે એક ખાનગી હોસ્પિટલે રૂા.૭૦ હજારમાં ઓપરેશન કરી દેવાની સહમતી આપી પરંતુ ઓપરેશન પત્યા બાદ બીલ બનાવ્યું રૂા.૧.૩૦ લાખનું !!

એઈડ્સ અંગે ઘણી જાગૃતતા આવી છે તે વાતને ખોટી સાબીત કરતો એક કિસ્સો ‘વિશ્વ એઈડ્સ દિવસ’ના બે દિવસ પૂર્વે જ પ્રકાશમાં આવ્યો છે. એઈડ્સગ્રસ્ત નિવૃત અધિકારીને ફ્રેકચર થતાં તેઓને એઈડ્સ કરતા અછુતપણુ વધુ પિડાદાયક લાગવા માંડયું હતું. તેઓ ઠેક-ઠેકાણે હોસ્પિટલોમાં ભટકયા હતા. પરંતુ હોસ્પિટલોને જાણે પૈસા કમાવવાની એક મોટી તક મળી હોય તેમ રૂા.૩૦ હજારના ઓપરેશનના રૂા.૩ લાખ માંગતા હતા. અંતે એક હોસ્પિટલે રૂા.૭૦ હજારમાં ફ્રેકચરનું ઓપરેશન કરી આપવાની સહમતી દર્શાવી હતી. પરંતુ ઓપરેશન બાદ આ હોસ્પિટલની નીતિ બગડતા તેણે રૂા.૧.૩૦ લાખનું બીલ બનાવી નાખ્યું હતું. સામે નિવૃત અધિકારી પણ માંગ્યા પૈસા દેવા માટે મજબૂર બન્યા હતા.

આવતીકાલે ‘વિશ્વ એઈડ્સ દિવસ’ છે. છેલ્લા એક દસકાથી વધુ સમયી એઈડ્સ અંગે જાગૃતિ આવે તે માટે સરકાર ઉપરાંત વિવિધ સામાજીક સંસઓ પણ કમરકસી રહી છે. પરંતુ લેભાગુ તત્ત્વોના પાપે એઈડ્સ અંગેની હજુ સુધી જાગૃતિ આવી ની. આજના સમયે પણ એઈડ્સગ્રસ્ત દર્દીને અછુત ગણવામાં આવે છે. તેમને રહેવા માટે કોઈ વિસ્તારમાં ઘર પણ મળતું ની. ઉપરાંત હોસ્પિટલમાં સારવાર પણ આપવામાં આવતી નથી. આમ હાલની પ્રવર્તમાન સ્થિતિ ઉપરી ચોક્કસ રીતે કહી શકાય કે, હજુ પણ એઈડ્સ અંગેની જાગૃતિ આવવામાં ઘણી વાર છે.

‘વિશ્વ એઈડ્સ દિવસ’ના બે દિવસ પૂર્વે જ રાજકોટમાં એક ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. જેની વિગતો જોઈએ તો કસ્ટમના કલાસ-૧ અધિકારી તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત થઈને જીવનના અંતિમ પડાવમાં પહોંચેલા એક વૃદ્ધ મુળ અન્ય રાજયના વતની છે પરંતુ હાલ તેઓ રાજકોટમાં થોડા સમય માટે નિવાસ અર્થે આવ્યા હતા. આ દરમિયાન તેઓના પગમાં ફ્રેકચર થયું હતું. આ ફ્રેકચરે તેમને એઈડ્સ કરતા વધુ પિડાદાયક અછુતપણુ હોય તેની પ્રતિતિ કરાવી હતી. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હાલ માત્ર એક જ ઓર્થોપેડિક સર્જન છે તે પણ વધુ કેસના કારણે અનિયમીત જોવા મળે છે. માટે તાત્કાલીક ફ્રેકચરનું ઓપરેશન સિવિલમાં થઈ શકે તેમ ન હોવાથી આ વૃદ્ધ માટે ખાનગી હોસ્પિટલ એકમાત્ર વિકલ્પ બચ્યો હતો. તેઓ અનેકવિધ હોસ્પિટલોમાં ભટકયા હતા. પરંતુ દરેક હોસ્પિટલે તેની મજબૂરીનો ફાયદો ઉઠાવી અને જે ઓપરેશન રૂા.૩૦ હજારના ખર્ચે થાય છે તેના રૂા.૩ લાખ ખંખેરવાના પ્રયાસો કર્યા હતા. આ વૃદ્ધ નિવૃત જીવન ગાળતા હોય તેના માટે રૂા.૩ લાખની રકમ એક સામાન્ય ઓપરેશન પાછળ ખર્ચવી અશકય જેવું હતું. તેઓએ અનેક ખાનગી હોસ્પિટલોના ચક્કર કાપયા હતા. પરંતુ એક પણ હોસ્પિટલમાં માનવતાનો છાંટો પણ જોવા મળ્યો ન હતો. અંતે શહેરની એક હોસ્પિટલે તેમને રૂા.૭૦ હજારમાં ઓપરેશન કરી દેવાની સહમતી દર્શાવી હતી. પરંતુ આ હોસ્પિટલના સંચાલકોની નીતિ બગડતા ઓપરેશન થયા બાદ બીલ રૂા.૧.૩૦ લાખનું બનાવી દેતા વૃદ્ધને આંચકો લાગ્યો પરંતુ તેઓ પાસે આ બીલ ચૂકવવા સીવાય બીજો કોઈ રસ્તો પણ ન હતો.  વધુમાં આ હોસ્પિટલ દ્વારા તાત્કાલીક અસરી ઓપરેશન કરીને બેદરકાર બનીને તાત્કાલીક અસરી વૃદ્ધને ડિસ્ચાર્જ પણ કરી દીધા હતા. આ ઘટનાી ફલીત થાય છે કે, એઈડ્સગ્રસ્ત દર્દીને હજુ પણ અછુત માનવામાં આવે છે અને હોસ્પિટલો માટે એઈડ્સગ્રસ્ત દર્દી જાણે પૈસા કમાવવાનું મોટુ સાધન હોય તેમ તેઓ દર્દી પાસેથી ગરજના પૈસા ખંખેરે છે.

સાવચેતી જરૂરી પરંતુ અછુતપણુ અયોગ્ય

એઈડ્સગ્રસ્ત દર્દીનો ચેપ ન લાગે તે માટે સાવચેતી રાખવી ખુબ જરૂરી છે પરંતુ તેમની સાથે અછુતપણુ રાખવું એ માનવતાની વિરુધ્ધ છે. હાલના સમયમાં ખાસ કરીને હોસ્પિટલો એઈડ્સગ્રસ્ત દર્દીને અછુતપણાની પ્રતિતિ કરાવી રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા એઈડ્સગ્રસ્ત દર્દીઓને ખૂબ સરળતાી કોઈપણ સારવાર મળે તેવી વ્યવસ ઉભી કરવી જોઈએ. આ ઉપરાંત એઈડ્સગ્રસ્ત દર્દીઓને રહેઠાણ આપવામાં પણ વિસ્તારવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવે છે જે અયોગ્ય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.