આ વર્ષે ૮ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ગીતા જયંતિ છે. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં જ ગીતા જયંતિ આવતી હોવાના કારણે ઇસ્કોન મંદીરના વિશ્ર્વભરના ૮૦૦ થી વધારે કેન્દ્રોમાં આખા ડિસેમ્બર મહીના દરમ્યાન ગીતા વિઘાલય મેરેથોન નામે ભ્વ્ય ઉજવણી કરવામાં આવે છે. ઇસ્કોન ના સંસ્થાપક આચાર્ય શ્રીમદ્દ એ.સી. ભકિતવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજી દ્વારા ભગવત ગીતા તેના મૂળ રુપે પુસ્તક લીખીત છે. આ ભગવત ગીતા વિશ્ર્વ પ્રસિઘ્ધ છે.
આ ભગવદ ગીતા તેના મુળ રુપે માં શ્રીલ પ્રભુપાદજીએ ૭૦૦ શ્ર્લોકોના એક એક શબ્દાર્થ, અનુવાદ તેમજ સચોટ તથા સ્પષ્ટ ભાવાર્થ રજુકરેલા છે. જેનાથી આ ગીતા ખુબ જ પ્રમાણભૂત બની છે.
આ ગીતાજી ૮૫૦ થી પણ વધારે પાનાની છે. જેની સરેરાશ કિંમત રૂા ૨૦૦ છે. પરંતુ ગીતા જયંતિ નિમિતે દાતાઓની મદદ થી આ મહાવિઘા દાન માટે લોકોને રાહત દરે એટલે કે રૂા૧૦૦ના દરે આ ગીતાજી મળે તેના માટે રૂા ૧૦૦
પ્રતિ ગીતાજીનું દાન સ્વીકારવામાં આવે છે. આ રીતે કોઇપણ આ વિદ્યાદાન મહાદાન યજ્ઞમાં જોડાઇને ગીતાજી દાન કરી શકશે.