બે સિંહે પાંચ પાડી-વાછરડી, બે બકરા તથા એક નિલ ગાયનો શિકાર કર્યો: ખોરાક-પાણીની કોઈ અસુવિધા નથી
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનાં વિસ્તારમાં તા.૧૭મીથી સાવજ મહેમાન બનીને આવેલ છે. આ ઘટના પર વન વિભાગ દ્વારા સતત સાવજોનું જરૂરીયાત મુજબનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
વન વિભાગને ધ્યાને આવેલ છે કે, કેટલાક લોકો આવા સંજોગોમાં “જૂનાગઢ વિસ્તારમાંથી ૪૫ સિંહોને બિમારીના કારણે આ વિસ્તારમાં મુકી ગયા છે એવી ખોટી અફવાઓ ફેલાવીને લોકોમાં ભય પેદા કરી રહ્યાં છે. જે વાત તદ્દન ખોટી અને પાયા વિહોણી છે. ઉપરાંત ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ વિસ્તારના ન હોય તેવા સિંહના વિડીયોને સોશીયલ મીડિયામાં વાઈરલ કરી ગેરસમજ ઉભી કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વન વિભાગે અગાઉથી આ વિસ્તારમાં બે સિંહોએ કુદરતી રીતે આગમન કરેલ છે. તેને સત્તાવાર સર્મન જાહેર કરેલ છે. લોકો કોઈપણ પ્રકારની આવી ખોટી અફવાઓથી ગેરમાર્ગે ના દોરાય તે માટે વન વિભાગ દ્વારા આ પ્રેસનોટ જનહિતમાં જારી કરવામાં આવી રહી છે.
તા.૧૭/૧૧/૨૦૧૯થી આજદીન સુધી ચોટીલાના તાલુકાના વિસ્તારમાં સિંહ નર પાઠડા-૨ એકદમ તંદુરસ્ત સ્થિતિમાં છે. તેમજ વન વિભાગના કર્મચારીઓ દિવસ અને રાત આ સિંહોનું મોનીટરીંગ કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં આ બે સિંહ દ્વારા પાંચ પાડી/વાછરડીઓ, બે બકરા તા એક નીલગાયના મારણ કરવામાં આવેલ છે. જે તેઓનો જરૂરીયાત મુજબનો ખોરાક મેળવી રહેલ છે. તેમ બતાવે છે. તેમજ સિંહોને આ વિસ્તારમાં પીવાના પાણીની પણ કોઈ પ્રકારની અસુવિધા ની. વન વિભાગનાં નિષ્ણાંત ડોકટરની ટીમ દ્વારા સિંહના મળની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા હાલમાં સિંહોને રેડિયો કોલરીંગ કરવાની પ્રક્રિયા ચાલુ છે. જેથી અદ્યતન ટેકનોલોજીના ઉપયોગી લોકેશન વિશે માહિતી મેળવી શકાશે.
મુખ્ય વન સંરક્ષક જૂનાગઢ વન વર્તુળ, જૂનાગઢ એસ.કે.શ્રીવાસ્તવ સિંહ પ્રભાવિત વિસ્તારની ફરીથી મુલાકાત લીધી અને લોકો સાથે વાર્તાલાપ કરેલ. લોકોએ સિંહોને કોઈ પણ પ્રકારની પજવણી કરવી નહીં અને વન વિભાગનાં કાર્યમાં સહકાર આપવો, સિંહ પ્રભાવિત વિસ્તારોમાં જો ખેતરોમાં પાક રક્ષણ માટષ કોઈ પ્રકારની તાર ફેન્સીંગમાં વિદ્યુત સપ્લાય કરેલ માલુમ પડશે અને અકસ્માતે કોઈ પણ પ્રકારે સિંહને નુકશાન થશે તો કાયદેસરના પગલા ભરવામાં આવશે. આથી સિંહ પ્રભાવિત વિસ્તારના ગ્રામજનોને પાક રક્ષણ માટે તાર ફેન્સીંગમાં વિદ્યુત સપ્લાય ન કરવા માટે વિનંતી કરવામાં આવે છે. માલ ઢોરનાં મારણ થાય તો સરકારની યોજના મુજબ સત્વરે સહાય ચૂકવવામાં આવશે.