ક્લબમાં સમયાંતરે ૯૬૦ જેટલી બહેનો જોડાય
રાજકોટ સ્થિત વુમન્સ ક્લબનો ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. આ કલબ હવે ૯૬૦ જેટલી બહેનો સાથે વિસ્તરી ગયું છે.
વુમન્સ ક્બલની સ્થાપના ૨૦૧૮માં નાગરીક બેંકના પૂર્વ ચેરમેન જયોતિન્દ્રભાઈ મહેતાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું. દરેક કાર્યક્રમ હેમુગઢવી હોલ ખાતે રાખવામાં આવે છે. અત્યારે હાલમાં ક્લબમાં ૯૬૦ બહેનો સભ્ય પદ ધરાવે છે. સીટી વુમન્સના દરેક કાર્યક્રમો બહેનોને મનગમતા કરવામાં આવે છે. જેમાં વર્ષમાં ૩ નાટક, ૪ મ્યુઝીકલ, પીકનીક, હાસ્ય દરબાર, ફેશન શો, નવરાત્રી ગરબા જૈન વિઝનના વિશાળ ગ્રાઉન્ડમાં રાખવામાં આવે છે. પછી નો કાર્યક્રમ ડિસેમ્બરનો છેલ્લો તા. ૧૭.૧૨ના હેમુગઢવી હોલ ખાતે નાટક મુંબઈનું સાસુજી આઈ લવ યુ જેમાં રંગભુમિની રાણી કોમેડી કીંગ લેડી પ્રતિભા ટી પેટ પકડીને હસાવશે.
વર્ષ ૨૦૨૦ના નવા ફોર્મ ભરવા માટે તા. ૨.૧૨ થી તા. ૧૨.૧૨ સુધીમાં જુના તથા નવા સભ્યો માટે દીનાબેન મોદી ન્યુ જાગનાથ મહાકાળી રોડ ખોડીયાર સ્વીટ સામે સમય બપોરે ૩ થી ૭ સુધીનો ફોર્મ ભરવા માટેનો રહેશે તેવું પ્રમુખ પ્રફુલાબેન મહેતા, દીનાબેન મોદી, દર્શનાબેન મહેતા, કલ્પનાબેન પારેખ, પ્રીતીબેન ગાંધી, અલ્કાબેન ગોસાઈએ જણાવ્યું હતું.