ત્રિદિવસીય કાર્યક્રમમાં કાલે સામૈયા, રવિવારે યજ્ઞ, ભજન-સંતવાણી, સોમવારે મહાઆરતી સો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
સૌરાષ્ટ્રના જાણીતા જમીનદાર, વેપારી, રાજનિતીજ્ઞ, સહકાર શ્રેષ્ઠી, વિશ્ર્વ લોહાણા મહાજન પ્રમુખ, ક્ધયા કેળવણીકાર, ધર્માનુરાગી સહિત અનેક ઉપમાઓ આપી શકાય તેવા ભામાશા શેઠ જયંતિભાઇ કુંડલિયાનું આંશિક ૠણ અદા કરવાના શુભ આશયથી શેઠની સ્મૃતિમાં તેમના વ્યવસાયમા ત્રણ પેઢીથી નોકરી કરનાર પીપરીયા પિરવારના ડો. પુરુષોત્તમ પીપરીયાના દાનથી રૈયા મુક્તિધામ મુકામે શિવાલયનુ નિર્માણ કરેલ છે. આ શિવાલયમા મહાદેવ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી શની, રવી અને સોમવારના રોજ ધાર્મિક વિધિવિધાન અનુસાર યોજવામા આવેલ છે.
દેવાધિદેવ મહાદેવના ઉપાસક શેઠ જયંતિભાઇ કુંડલીયાની સ્મૃતિમા રૈયા ગામ, મુક્તિધામ ખાતે નિર્માણ કરવામા આવેલ શિવાલયનો તમામ ખર્ચ કુંડલીયા પિરવાર તરફથી દાન સ્વરૂપે આપવાની કુંડલીયા પિરવારની મહેચ્છા અને લાગણી હોવા છતા ડો.પુરુષોત્તમ પીપરીયાએ કહ્યુ કે મારા શેઠનુ ૠણ અદા કરવા માટે મહાદેવએ મને જ્યારે પ્રેરણા જ કરી છે ત્યારે મારા જ દાન થી શિવાલયનુ નિર્માણ થાય તેવી મારી અંતરની ભાવના અને નિર્ણય હોય મને સદકાર્ય કરવાનો લાભ આપવા કુંડલીયા પિરવારને વિનંતી કરતા કુંડલીયા પિરવારે પોતાની ભાવનાને બદલે ડો.પુરુષોત્તમ પીપરીયાની અંતરની લાગણી અને ભાવનાને પ્રાધાન્ય આપેલ.
આજના યુગમા નોકર અને માલિકો વચ્ચે નોકરી સંબધિત વિવાદોથી કોર્ટો ઉભરાઇ રહી છે તેવા સંજોગોમા આજથી ૪ર વર્ષ પુર્વે જયંતિભાઇ કુંડલીયાની પેઢીમા ઓફિસબોય ની નોકરીનો આરંભ કરનાર અને હાલ રાજકોટ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંકના સી.ઇ.ઓ ૬ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા ડો. પુરુષોત્તમ પીપરીયાને શેઠ જયંતિભાઇ કુંડલીયાએ આર્થિક મદદ કરી ઉચ્ચ અભ્યાસ કરાવી પગભર કરેલ હોવાથી તેમની કરેલ મદદને યાદ રાખી તેમનુ આંશિક ૠણ ચુક્વવાનુ સરાહનીય પગલુ ભરેલ છે. અનેક સોસાયટીનુ નામાભિધાન શિવ નામે કરેલ, અનેક શિવ મંદીરોમા સત્સંગ હોલ, ઇલેકટ્રીક આરતી સહિત અનેક સુવિધાઓ પ્રદાન કરી પોતાના મકાનને કૈલાશ નામાભિધાન કરી, ૧૯૬ર માં અતી વિકટ અને નહિવત માળખાકીય વ્યવસ્થા હોવા છતા કૈલાશ માનસરોવર યાત્રા અને અમરનાથ યાત્રા કરનાર મહાદેવના અનન્ય ઉપાસક શેઠ જયંતિભાઇ કુંડલીયાની સ્મૃતિમા કરવામા આવેલ શિવાલયનુ નામાભિધાન પણ કૈલાશ મહાદેવ મંદિર કરવામા આવ્યુ છે. રૈયા ગામ, મુક્તિધામ મુકામે શેઠ જયંતિભાઇ કુંડલીયાની સ્મૃતિમા કૈલાશ મહાદેવ મંદિર માટે દાન સ્વીકારવા બદલ સાંઇ રામેશ્ર્વર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો આભાર પીપરીયા પિરવારે વ્યક્ત ર્ક્યો હતો અને આ મંદિર બનાવવા માટે ટ્રસ્ટીઓએ કરેલ અથાગ મહેનતને બીરદાવેલ. રૈયા મુક્તિધામમા અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામા આવેલ છે. એટલુજ નહી ગેસ/વીજળીથી અગ્નિદાહ અપાય તેવી માળખાકીય સુવિધાઓ પ્રદાન કરવા માટે ટ્રસ્ટીઓની મહેનત સફળ રહી હોવાથી ટુંક સમયમા આ સહિત અનેક સુવિધાઓ પ્રાપ્ત પણ થશે. રૈયા મુક્તિધામ નિહાળવા/જોવા લાયક સ્થળોની યાદીમા સમાવિષ્ટ થાય તેવુ અદકેરુ કાર્ય કરવા ટ્રસ્ટીઓ તન,મન અને ધનથી પ્રયત્નો કરી રહ્યા છે તે પ્રસંસાને પાત્ર છે.
આ યોજાનાર મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ડી.કે. સખીયા(રાજકોટ જીલ્લા ભાજય પ્રમુખ), નરેશભાઇ પટેલ (ચેરમેન ખોડલધામ ટ્રસ્ટ), સતિષભાઇ કુડલીયા (મેનેજીંગ ડિરેકટર, ગીરનાર સિનેમા), ડો. બીનાબેન કુંડલીયા (મેનેજીંગ ડિરેકટર, આર.સી.સી. બેંક), કમલેશભાઇ મિરાણી(રાજકોટ શહેર ભાજપ પ્રમુખ), ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ (પૂર્વ, ધારાસભ્ય), અશ્ર્વિનભાઇ મોલીયા (ઇ.ચા. મેયર, રા.મ્યુ.કો.), ઉદયભાઇ કાનગડ (ચેરમેન સ્ટેન્ડીંગ કમીટી, રા.મ્યુ.કો.), હર્ષદભાઇ માલાણી (પ્રમુખ, સરદાર પટેલ કલ્ચર ભવન), રમેશભાઇ ટીલાળા (ચેરમેન સાપર-વેરાવળ ઇન્ડ.એસો.), મનસુખભાઇ પટેલ(ચેરમેન, આર.સી.સી. બેંક), મુકેશભાઇ દોશી (મેનેજીંગ ટ્રસ્ટી, દિકરાનું ઘર), પુષ્કરભાઇ પટેલ (કોર્પોરેટર), રૂપાબેન શીલુ (કોર્પોરેટર), શિલ્પાબેન જાવીયા (કોર્પોરેટર), બાબુભાઇ મક્વાણા (કોર્પોરેટર) વિગેરે નગર શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહેનાર છે.
આગામી તા.૩૦-૧૧-ર૦૧૯ ના શનિવારનાં સવારે ૯:૦૦ કલાકે રામજી મંદિર રૈયા થી રૈયા મુક્તિધામ સુધી શિવ પિરવારનાં સામૈયા સાથે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થનાર છે. ત્યારબાદ સવારે ૧૧:૦૦ થી સાંજનાં ૦૬:૦૦ વાગ્યા સુધી વિધિવિધાન સાથે યજ્ઞનુ આયોજન કરેલ છે જયારે તા.૦૧-૧ર-ર૦૧૯ ના રોજ સવારે ૦૮:૦૦ કલાક થી સાંજે ૦પ:૦૦ વાગ્યા સુધી યજ્ઞ અને સાંજે ૦૮:૩૦ થી રાત્રે ૧ર:૦૦ વાગ્યા સુધી ભજન અને સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે. તા.૦ર-૧ર-ર૦૧૯ના સવારે ૦૮:૦૦ થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી યજ્ઞ, બપોરે ૦૩:૦૦ થી ૦૪:૦૦ પ્રાણપ્રતિષ્ઠા, સાંજે ૦૬:૦૦ વાગ્યે મહાઆરતીનુ આયોજન કરેલ છે. આ મહોત્સવમાં પધારવા માટે સાંઇ રામેશ્ર્વર એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી અનુરોધ કરાયો છે.