રાજ્યની મહાનગરપાલિકાઓમાં થતાં ભષ્ટાચારના પ્રમાણમાં ચિંતાજનક રીતે વધારો: જો કે રાજયનું પોલીસ તંત્ર લાંચ લેવામાં મોખરે: જયારે રાજયના લાંચ લેવાના કેસોમાં આશ્ચર્યજનક રીતે જોવા મળેલો ધટાડો!
વિશ્વભરમાં રાજયનીતિ શાસ્ત્રના સૌ પ્રથમ પ્રણેતા ચાણકયએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર કયારેય નાબુદ કરી થઇ શકે. કારણ કે નદીમાં રહેલી માછલી કેટલું પાણી પી જાય છે તેનું માપ કોઇ કાઢી શકતું નથી. નદી વગર માછલી રહી શકે નહી તેમ પ્રદુષિત થતી નદીને શુઘ્ધ કરવા માછલીની જરુર પડે છે. સમયાંતરે ભ્રષ્ટાચારનું સ્વરુપ બદલાશે.
ચાણકયે દાયકાઓ પહેલા કહેલી આ વાતો હાલમાં પણ યર્થાથ ઠરી રહીછે. રાજયમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને ડામવા સરકારના અનેક પ્રયાસો છતાં લાંચીયા તત્વો એક યા બીજી રીતે લાંચ લઇને જ કામો કરતા હોય છે. દેશમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અંગે સર્વે કરતી ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડીયાના સહયોગથી લોકલ સર્કલ દ્વારા તાજેતરમાં એક રાજયમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ થયું છે કે ‘ઇમાનદારીના વાતોના વડા’ વચ્ચે અડધો અડધ ગુજરાતીઓને પોતાના સરકારી કામો માટે એક યા બીજી રીતે લાંચ આપવી પડે છે.
રાજયની રુપાણી સરકાર ભ્રષ્ટાચાર મુકત ઇમાનદાર શાસન આપવા માટે અઢળક પ્રયાસો કરી રહી છે. પરંતુ, સરકારમાં પેધી ગયેલા ભ્રષ્ટાચારી તત્વો સરકારના અનેક પ્રયાસો છતાં બે નંબરી આવકથી પોતાના ખિસ્સા ભરી લે છે. જે તાજેતરમાં થયેલા આ સર્વેમાં સ્પષ્ટ જવા પામ્યું છે. વર્ષ ૨૦૧૮માં થયેલા સર્વે મુજબ પોલીસ તંત્ર લાંચ વગર કામ થતું ન હોવાનું ૪૪ ટકા લોકોએ માન્યુ હતું. જેમાં તાજેતરમાં થયેલા સર્વેમાં ઘટાડો થઇને ૪૧ ટકા લોકોએ માન્યું છે કે પોલીસ તંત્રમાં ગેરરીતી થાય છે. મિલ્કતના દસ્તાવેજ કરવાના કે મિલ્કતને લગતા કામકાજો માં આ વર્ષે રર ટકા લોકોએ લાંચ આપવી પડતી હોવાનું માન્યું હતું. જેમાં આ વર્ષે ઘટાડો જોવા મળ્યું છે. આ વર્ષે આવા કામકાજોમાં લાંચ આપવી પડતી હોવાનું ૧૮ ટકા લોકોએ કબુલ્યું હતું.
રાજયમાં શહેરીકરણમાં ઝડપભેર વધારો થઇ રહ્યો છે. જેનાથી મહાનગરપાલિકાના વિસ્તાર અને કામગીરીમાં પણ વધારો થવા પામ્યો છે. ગત વર્ષના સર્વે મુજબ મહાનગરપાલિકા તંત્રમાં લાંચ આપવી પડતી હોવાનું ૬ ટકા લોકોએ જ કબુલ્યું હતું જેમાં ચિંતાજનક રીતે વધારો થઇને આ વર્ષે ર૯ ટકા લોકોએ લાંચ આપવી પડી હોવાનું માન્યું હતું. જયારે, વીજળી, વાહનવ્યવહાર ટેકસ વગેરે પ્રકારની સરકારી કામગીરીમાં ગત વર્ષના સર્વેમાં ર૮ ટકા લોકોએ લાંચ આપ્યાનું કબુલ્યું હતું. જેમાં આ વર્ષે ઘટાડો થવા પામ્યો છે. આ વર્ષના સર્વેમાં ૧ર ટકા લોકોએ લાંચ આપ્યાનું માન્યું હતું.
રાજયભરમાંથી પસંદ થયેલા આશરે રપ૦૦ જેટલા લોકોમાંથી થયેલા આ સર્વેમાં સરકારી કામ માટે અનેક વખત લાંચ આપવી પડી હોવાનું ર૬ ટકા લોકોએ માન્યું હતું જેનું પ્રમાણ ગત વર્ષેના સર્વેમાં માત્ર ૬ ટકા હતું. જયારે એક કે બે વખત લાંચ આપી હોવાનું ગત વર્ષે રપ ટકા લોકોએ કબુલ્યું હતું. જેમાં થોડો ઘટાડો થઇને આ વર્ષે રર ટકા લોકોએ માન્યુ હતું. કે તેમને એક કે બે વખત લાંચ આપી છે. જયારે લાંચ આપવી પડી તેવું ગત વર્ષે ૩૧ ટકા લોકોએ જણાવ્યું હતું કે જેમાં આ વર્ષે ઘટાડો થઇને રર ટકા લોકોએ કબુલ્યું કે તેમને કદી લાંચ આપવાની કબુલ્યું કે તેમને કદી લાંચ આપવાની જર નથી જયારે લાંચ આપવાની બાબત કદી માંગ થઈ નથી તેવું ગત વર્ષે ૩૧ ટકા લોકો માનતા હતા. તે આ વર્ષે પણ જળવાઈ રહ્યું છે. આ વર્ષના સર્વે મુજબ ૩૦ ટકા લોકો માની રહ્યા છે તેમની પાસે કદી લાંચની માંગ થઈ નથી.
જોકે આ સર્વેના પરિણામો નેશનલ ક્રાઈમ રેકાષર્ડ બ્યુરોનાં આંકડાઓથી વિરોધાભમાસી લાગે છે. બ્યુરોના આંકડાઓ મુજબ વર્ષ ૨૦૧૫માં લાંચ લેતા પકડાયેલા સરકારી કર્મીઓના ૩૦૫ કેસો નોંધાયા હતા જેમાં વર્ષ ૨૦૧૬માં ૧૫.૪૧ ટકા ઘટાડો નોંધાયો હતો અને આ વર્ષમાં લાંચના ૨૫૮ કેસો જ જોવા મળ્યા છે. ૪૨.૬૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો ;હતો આ વર્ષમાં લાંચીયા કર્મચારીઓ પર ૧૪૮ કેસો જ નોંધાયા છે. જેથી આ સરકારી આંકડાઓ પરથી તંત્ર દાવો ક્રી રહ્યું છે કે રાજયમાંથી ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘટી રહ્યું છે. પરંતુ
ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ ઈન્ડીયાનો સર્વે મુજબ રાજયમાં સરકારી કામગીરી માટે લાંચ આપવી પડતી હોવાનું અડધો અડધ નાગરીકો માની રહ્યા છે.