જી.પી.એસ.સી., યુ.પી.એસ.સી., સિવિલ સર્વિસ તાલીમ કેન્દ્રનો શુભારંભ કરાયો: પાટીદાર સમાજના અનેક ઉદ્યોગપતિઓ, મહાનુભાવોની ઉપસ્થિતિ
રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પ્રમોશનલ કાર્યક્રમ ૨૫ તથા જીપીએસસી/યુપીએસસી સીવીલ સર્વીસ તાલીમ કેન્દ્રનો રાજકોટમાં શુભારંભ કરવામાં આવ્યો છે. પાટીદાર સમાજ દ્વારા તેમના સમાજના વિદ્યાર્થીઓએ અને ઉદ્યોગપતિઓ માટે આ કાર્યક્રમ યોજાયો હતો. જાન્યુઆરીમાં યોજાનાર ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટનો પ્રમોશનલ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે પૂ. અપૂર્વમૂનિ સ્વામી પધાર્યા હતા. તથા ચંદુભાઈ વિરાણી, ગગજીભાઈ સુતરીયા, પરેશભાઈ ગજેરા સહિતના ઉદ્યોગપતિઓ તથા પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તથા સુખદેવ ધામેલીયા, મનસુખભાઈ વસોયા સહિતના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગ્લોબલ સમિટનો મુખ્ય હેતુ ઉદ્યોગ સાહસિકોને પરસ્પર ઉપયોગી કરવા: ગગજીભાઈ સુતરીયા
ગગજીભાઈ સુતરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સરદાર ધામ વિશ્ર્વપાટીદાર સમાજ આયોજીત ગ્લોબલ પાટીદાર બીઝનેશ સમિટ ૩-૪-૫જાન્યુઆરીએ ‘મીશન ૨૦૨૬’ અંતર્ગત આજનો પ્રમોશનલ કાર્યક્રમ યોજાયો છે. ગ્લોબલ સમિટની હેતુ ઉદ્યોગ સાહસીકોને પરસ્પર નેટવર્કિંગ દ્વારા એકબીજા માટે ઉપયોગી થઈ શકે બીજો ઉદેશ્ય નવા સાહસિકો તૈયાર કરવા તથા યુવાનોને શિક્ષીત કરવા દેશ અને દુનિયાના પ્રથમ હરોળના ૧૦,૦૦૦ જેટલા બીઝનેશમેનો ૩ જાન્યુઆરીએ હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેવાના છે. અને સર્વે સમાજને સાથે રાખીને પાટીદાર સમાજ આગળ જઈ રહ્યું છે. આ સમીટની ત્રણ પ્રકારે વિશેષતા છે. પ્રથમ સર્વ સમાજ માટે ૧૦%નો બુકિંગનો, સ્પોન્સરનો, ડેલીગેટ તરીકેનો મંચ ખૂલ્લો રાખ્યો છે બીજી વિશેષતા છે કે ખેતીવાડી અને ડેરીની પ્રોડકટ છે.તેમાં ૫૦%ના ડીસ્કાઉન્ટમાં સ્ટોલના બુકીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રીજી વિશેષતા એ છે કે માતૃશકિત નાના મોટા જે વેપાર ઉદ્યોગ ક્ષેત્રે છે બીજનેશમાં છે તેમાં પણ ૫૦% ડીસ્કાઉન્ટ આપવામાં આવે છે. લગભગ સાત લાખથી વધુ મુલાકાતીઓ સર્વસમાજના ઔદ્યોગીક વ્યાપારી મીત્રો આ સમીટમાં મુલાકાત લેશે. સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણના ભાવ સાથે ૨૧મી સદીમાં સમાજ વધુમાં સમૃધ્ધ કઈ રીતે થઈ શકે અને યુવા શકિતના સર્વાંગી વિકાસમાં નવું યોગદાન કેવી રીતે આપી શકે એવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સરદારના વારસો પણ નામ રોશન કરે તેવી આશા: પૂ. અપૂર્વમૂનિ સ્વામી
અપૂર્વ મૂનિ સ્વામીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આજરોજ સરદાર ધામ અમદાવાદ ખાતે જે સંસ્થા છે. તેના દ્વારા સૌરાષ્ટ્રના સમગ્ર પાટીદાર સમાજ માટે એક પ્રમોશનલ ઈવેન્ટ જેની અંદર શિક્ષણ, વેપાર, વિકાસ, એબધીજ વાતો થઈ એક બ્રાંચ એક પ્લેટફોર્મ અહી પૂ પડે તે માટે ગગજીભાઈ સુતરીયા, પરેશભાઈ, મહેન્દ્રભાઈના પ્રયત્નોથી ખૂબ વિશાળ સંખ્યામાં પાટીદાર સમાજ, શિક્ષીત સમાજ અકેત્રીત થયો છે. એ જોઈને ખૂબ આનંદ થયો છે. જેમ સરદારનું નામ રોશન થયું છે. તેમ સરદારના વારસો પણ નામ રોશન કરે તૈયાર થાય એમ આશા છે.
એકતાનું જે બીડુ ઝડપ્યું છે તેમા અમે સહકાર આપવા જોડાયેલા છીએ: ચંદુભાઈ વિરાણી
ચંદુભાઈ વિરાણી (બાલાજી વેફર્સ)એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સરદાર ધામનો જે પ્રોગ્રામ છે સરદાર જે એક અખંડ ભારત માટે કામ કરેલું છે તે સર્વજ્ઞાતિ માટેનું કામ કરેલું હતુ અમે એની પાછળ એવું વિચારીએ છીએ કે પટેલ સમાજ એટલે કર્મયોગી કામ કરતા કરતા યોગ, આનંદ કરતા કરતા જે આજે જમીનમાંથી કાંઈક પેદા કરે એને પટેલ કહેવાય આજે પટેલ એક બીજા જ્ઞાતિને જોડી આગળ વધે છે. મે પણ બે પાંચ માણસોથી શ કરીને આજે પાંચ હજાર એમ્પલોયર મારી સાથે જોડાણા છે. ગગજીભાઈના સાનીધ્યમાં જે એકતાનું બીડુ ઝડપ્યું છે. તો એમાં અમે સહકાર આપવા જોડાયેલા છીએ.
સરદારધામ નિર્માણનો મુખ્ય હેતુ દીકરીઓને પ્રોત્સાહિત કરવાનો: મનસુખભાઈ વસોયા
મનસુખભાઈ વસોયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આજે રાજકોટ ખાતે સરદાર ધામ જે અમદાવાદ બની રહ્યું છે. એનો હેતુ એ છે કે કોઈ ગરીબ દિકરીને એક પીયામાં જમાડવામાં આવે છે. મુખ્ય હેતુ એ છે કે દિકરીઓને પ્રોત્સાહિત કરવી દિકરીઓ ભણીગણીને આગળ વધે અને રાષ્ટ્રને પણ ફાયદાકારક બને અને દેશ વિદેશમાં પણ જેનું નામ બને કલાકારોને પણ આ કાર્યમાં સાથે જોડાયા છે. આ કાર્યક્રમ વધુને વધુ સફળ બને તેવી ઈશ્ર્વર પાસે પ્રાર્થના ક છું.
એક લાખથી વધુ બિઝનેસમેન એક પ્લેટ ફોર્મ પર આવશે: મંથનભાઈ
મંથનભાઈ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટનો પ્રમોશનલ કાર્યક્રમ હેમુગઢવી હોલ ખાતે યોજાયો છે. ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટ એટલે એકલાખથી વધારે બિઝનેશમેનોને એક પ્લેટફોર્મ પર જોડવા માટે એક ગ્લોબલ એકઝીબીશન કે જેમાં ૩૨ દેશના વેપારીઓ જોડાવાના છે. આખુ ગ્લોબલલી જીપીપીએસનું આયોજન થઈ રહ્યું છે.જેમાં સાત લાખથી વધારે લોકો મુલાકાત લેશે તેવી આશા છે. રીટેઈલચેઈન બીટુબી મીટીંગ્સ એ બધુ ગ્લોબલ પાટીદાર બીઝનેશ સમીટમાં થવા જઈ રહ્યું છે.
આ પ્રમોશ્નલ કાર્યક્રમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો: મહેન્દ્રભાઈ ફળદુ
મહેન્દ્રભાઈ ફળદુએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે શહેરની અંદર ગ્લોબલ પાટીદાર સમીટનું એક સુંદર હેમુગઢવી હોલ ખાતે આયોજન કરવામાં આવેલ છે. પાટીદાર સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અપૂર્વમૂની સ્વામીનું પણ વકતવ્ય રાખેલ છે. અને જાન્યુઆરીમાં ગ્લોબલ પાટીદાર સમીટ ગાંધીનગર મુકામે થઈ રહી છે. તેનું પ્લાનીંગ, મંથનભાઈ કરી રહ્યા છે.
અમને આજના કાર્યક્રમમાં ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે. અમારો ઉદેશ્ય છેકે રાજકોટમાં ગલીએ ગલીએ શેરીને ચોકે સરદારધામ, સરદારધામ થવું જોઈએ સરદારધામનો એક હેતુ છે કે એક્બઝનેશમેનને બીજા બીઝનેશ મેન સાથે જોડવા.
સુંદર મજાના કાર્યક્રમમાં કલાકારોને પણ આમંત્રીત કરાયા: સુખદેવ ધામેલીયા
સુખદેવ ધામેલીયા હાસ્ય કલાકારએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે જાન્યુઆરીમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ થવા જઈ રહી છે. એના પ્રમોશન માટે આજે રાજકોટ ખાતે કાર્યક્રમ છે. જેમાં નાના ઉદ્યોગોથી માંડીને મોટા ઉદ્યોગો સુધીનું જોડાણ અને અલગ અલગ ક્ષેત્રના જે પાટીદાર સમાજના કલાકારોને પણ સાથે રાખ્યાનું ૨૦-૨૬માં એક મિશન થવા જઈ રહ્યું છે. ગ્લોબલ પાટીદાર સમાજ દ્વારા ઔદ્યોગીક ક્ષેત્રને શૈક્ષણીક ક્ષેત્રને જોડવાનું નિમિતે આ સરસ મજાના કાર્યક્રમમાં પહેલીવાર કલાકારોને આમંત્રીત કર્યા છે.