તા. ૨પમી નવેમ્બરે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીને ઉજવતાં માન્ચેસ્ટર કેથેડલની બહાર વિશ્વવ્યાપી આધ્યાત્મિક અભિયાન, શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર તરફથી તેમની ૯ ફૂટ ઉંચી અને ૮૦૦ કિ. વજનની કાંસાની સુંદર પ્રતિમાની ભેટ આપવામાં આવી હતી.
આ અનાવરણ પ્રસંગ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર ના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈની પાવન ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ અવસરે મેટર માન્ચેસ્ટર ના મેયર ડી બર્નહામ, માન્ચેસ્ટર સીટી કાઉન્સિલના લીડર સર રિચર્ડ લીઝ, આદરણીય ડો, ડેવિડ વોકર, માન્ચેસ્ટર બિશપ, ભારત સરકારના સિનિયર અધિકારી, હાઈ કમિશન ઓફ ઈંડિયાના પ્રતિનિધિ અને અન્ય અનેક સંસ્થાઓ ના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત હતા.
ભારતના મહાન સંત શ્રીમદ્ રાજચંદ્ર મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક હતા. ગાંધીજીએ તેમની આત્મકથા સહિત અનેક જગ્યાએ લખ્યું છે કે શ્રીમદ્ જાણો તેમના પર કેટલો ગહન પ્રભાવ હતો. સત્ય, કરુણા અને અહિંસા જેવા અનેક સિદ્ધાંતો અને ગુણો તેમણે શ્રીમદ્ જી પાસેથી ગ્રહણ કર્યા હતાં જે આગળ જતાં ગાંધીવાદના મૂળભૂત પાયા બન્યા હતા. આથી જ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે તેમની ૧૫૦મી જન્મજયંતી વર્ષે આ પ્રતિમાની સ્થાપના કરી હતી.
આ પ્રતિમાનો ખર્ચ કામાણી પરિવારે તેમના દાદા ભાણજી કાનજી કામાણી(૧૮૮૮-૧૯૭૯)ના સ્મરણાર્થે કર્યો છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના પ્રસિદ્ધ સર્જક રામ સુતાર સર્જિત આ પ્રતિમા ભારત બહારની ગાંધીજીની સૌથી ઉંચી પ્રતિમા છે. પ્રોજેક્ટ ને માન્ચેસ્ટર કેથેડ્રલ, માન્ચેસ્ટર સિટી કાઉન્સિલ, ધ માન્ચેસ્ટર ઇંડિયા પાર્ટનરશીપ અને હાઈ કમિશન ઓફ ઈન્ડિયાએ સમર્થન આપ્યું છે.
અહિંસા અને શાંતિના વૈશ્વિક દૂત ગાંધીજીની પ્રતિમા નું સ્થળ, પ્રાપ્ત જગ્યા વગેરેને ધ્યાનમાં રાખીને એવી રીતે આયોજન કરવામાં આવ્યું છે જેથી પદયાત્રીઓ અને અપંગ મુલાકાતીઓ અનુકુળતા રહે,
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર યુ.કે.ના પ્રવક્તા એ કહ્યું હતું કે, “ગાંધીજીની આ પ્રતિમાં તેમના જીવનસંદેશને ઉજવે છે.માન્ચેસ્ટરમાં સ્થાપિત આ પ્રતિમા દર્શાવે છે કે આપણું રાજકારણ અને લોકશાહી તેમની નિતીઓથી પ્રેરિત હોય, મહાત્માગાંધીજીના ઉપદેશો આજે પણ એટલા જ પ્રસ્તુત છે, તેમણે કહ્યું હતું કે ‘તમે વિશ્વમાં જે પરિવર્તન લાવવા ઈચ્છો છો તે પ્રથમ તમે બનો,’ ૨૦૧૭ના એરેના હુમલાની દુર્ઘટનાનો માન્ચેસ્ટરના નાગરિકોએ જે રીતે પોતાની શક્તિ, શિષ્ટતા અને સામાજિક એકતાથી ગૌરવ ભેર સામનો કર્યો છે તે માટે આપણે ગર્વ અનુભવીએ છીએ.”
માન્ચેસ્ટર સી ટી કાઉન્સિલ ના લીડર સર રિચાર્ડ લી પ્રતિભાવ આપ્યો હતો કે “મહાત્મા ગાંધીજી એક એવા નેતા છે કે જેમણે અવિરત પણે શાંતિપૂર્ણ પ્રયત્નો દ્વારા સ્વતંત્રતા સંગ્રામ લડ્યો, તેનું માન્ચેસ્ટરમાં સ્વાગત છે. આપણે એવા કઠિન સમયમાં જીવી રહ્યા છીએ કે શાંતિનો આ વારસાની જ આપણે પ્રેરણા લઈ શકીએ.”
માન્ચેસ્ટર એરપોર્ટના સી.ઈ.ઓ. અને માન્ચેસ્ટર ઈન્ડિયા પાર્ટનરશીપ ના ચેરમેન એન્ડ્રયુ કોને કહ્યું હતું કે, “આ પ્રતિમાનું અનાવરણ એ ગ્રેટર માન્ચેસ્ટર અને ભારત વચ્ચેના જીવંત સેતુનું પ્રતીક છે. ૧૮ મહીના પહેલાં જ્યારે માન્ચેસ્ટર ઈંડિયા પાર્ટનરશીપ ની રચના થઈ ત્યારથી બંને વચ્ચેના સંબંધો ગાઢ બનાવવા ખૂબ મહેનત કરાઈ છે. હું આ પ્રોજેક્ટમાં સામેલ તમામને અભિનંદન આપું છું. શહેરમાં આ નવીન સ્થાપત્યનું સ્વાગત છે અને આવનારા વર્ષોમાં જે કોઈ પણ તેની મુલાકાતલેશે તેને તે ખૂબ જ ગમશે તેની મને ખાતરી છે.”
મહાત્મા ગાંધીજીએ આપણને સત્ય અને પ્રેમના માર્ગે શાંતિપૂર્ણ રીતે આગળ વધતાં શીખવ્યું છે અને આ પ્રતિમા વૈશ્વિક શાંતિ માં તેમના અમૂલ્ય યોગદાન ને એક શ્રદ્ધાંજલિ બની રહેશે.