જીએસટીની સિસ્ટમ સામે યાર્ડના વેપારીઓએ વિરોધ કર્યો હતો.અને ગત શુક્રવારથી માર્કેટિંગ યાર્ડ બંધ છે.જે હજુ અચોકસ મુદત માટે બંધ રહે તેની સંભાવના છે.વેપારીઓનું કહેવું છે કે અમારા પ્રશ્નો જ્યાંસુધી હલ નહી થાય ત્યાંસુધી વેપારીઓ અચોકસ મુદત સુધીની હડતાલ પર જઈ રહ્યા છે.વેપારી એજન્ટોનું કહેવું છેકે કમીશન એજન્ટોનો કોઈ જીએસટીમાં ઉલ્લેખજ નથી.કાચા માલ પર જીએસટી લાગુ કરવામાં આવ્યો છે.કમીશન એજન્ટ એસો.ના પ્રમુખ જ્યાંસુધી આવા પ્રશ્નોનો ઉકેલ નહીઆવે ત્યાં સુધી સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.