જામનગર જિલ્લાના રસુલનગરની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી હતી, જે ગામમાં લાઈટ , પાણીની પૂરતી સુવિધા તો છે જ, ગામમાં કુલ ૧૭૦૦ની વસ્તી છે જે મુસ્લિમોની છે, એક મશ્ચિદ છે જેમાં વિદેશી જાજમનો પણ શણગાર છે, આ ગામમાં મશ્ચિદ પરના લાઉડ સ્પીકરથી જે એલાન થાય તે બધાએ માનવાનું એવોતો ગામનો નિયમ છે. હિન્દૂ સેનાની ટિમ તા. ૨૫ નવેમ્બરે ત્યાં પહોંચી ઘણી ભેદી માહિતી સામે આવી હતી. એટલુંજ નહીં રસુલનગરની ગૌચારાની જગ્યા પણ જોઇ અને બેડ ગામના માલધારી સમાજ સાથે બેઠક યોજી હતી.
માલધારી સમાજના આગેવાન સહિત માલધારી યુવાનો કુલ ૧૦૦થી વધુ લોકો હિન્દૂ સેનામા જોડાયા અને ગૌરક્ષા માટે સપત પણ લીધા હતા. સાથો સાથ ગૌસેવા માટે હંમેશા તૈયાર રહેવું તેમજ સંગઠન મજબૂત બનાવા માલધારી સમાજના તમામ લોકોએ એક થવાની ચર્ચા કરી હતી. આ સમય દરમ્યાન હિન્દૂ સેના ના ગુજરાત પ્રમુખ પ્રતીક ભટ્ટની પ્રવાસ યાત્રા દરમ્યાન જામનગરના શહેર પ્રમુખ દિપક પિલ્લે, જિલ્લાના વ્યવસ્થા પ્રમુખ માધવ પૂંજાણી, યુવા ગુંજ કારીયા સાથે રહી હિન્દૂ સમાજ સામે આવતા પડકોરો સામે લડવા માટેની તૈયારીમાં જોડાય જવા તેમજ માલધારી સમાજ ને એક થઇ પોતાની માતા એટલે કે ગૌમાતા ને દુ:ખીન થવા દેવા વિનંતી કરી હતી. તેમજ મીની પાકિસ્તાની રસુલનગર માં ચાલતી બેદી પ્રવૃત્તિ થી વાકેફ કરયા હતા. અને સરકારે પણ આ દરિયાઈ પટ્ટી પર પૂરતું ધ્યાન આપવા જણાવ્યુ હતુ.