૭ જાન્યુઆરીએ એનઆરઆઇ સ્નેહમિલનમાં ૧પ દેશોમાંથી પાટીદારો ઉમટી પડશે: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદેદારોમાં પ્રમુખ તરીકે આર.પી. પટેલ, ઉપપ્રમુખ તરીકે દીપકભાઇ પટેલ અને ડી.એન. ગોલની સર્વાનુમત્તે વરણી : ટ્રસ્ટી મંડળની બેઠક મળી: જર્મન આર્કિટેકટ દ્વારા મંદિરનું થશે નિર્માણ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં હોદેદારોની વરણી રવિવારે કરવામાં આવી હતી. આ નિમિતે ઉમિયા કેમ્પસ, સોલા ખાતે કાયમી ટ્રસ્ટ મંડળની બેઠક મળી હતી. જેમાં પ્રમુખ તરીકે આર.પી. પટેલ, ઉપપ્રમુખ તરીકે દીપકભાઇ એમ. પટેલ અને ડી.એન. ગોલની સર્વાનુમતે વરણી કરવામાં આવીછે. જયારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા તા. ૭ જાન્યુઆરીના રોજ વિશ્ર્વભરમાં વસતાં પાટીદારોના એન.આર.આઇ. સ્નેહ મિલનનું આયોજન કરાયું છે. તા.ર૯મી ફેબ્રુઆરીએ વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન સંકુલ ખાતે નિર્માણ પામનાર વિશ્વ કક્ષાના માં ઉમિયાના મંદીરનુ: ખાતમુહુર્ત સાધુ-સંતો સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિ યોજાશે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલે ભાવિ કાર્યક્રમો અંગે માહીતી આપતા જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો મને જે જવાબદારી સોંપવામાં આવી છે તેને માટે વિશ્વ ઉમિયા ધામ માટે મમદ કરનારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના તમામ દાતા-ટ્રસ્ટીઓનો હું આભાર માનું છું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક સામાજીક એમ્પાયમેન્ટ અને મા ઉમિયાના વિશ્વ કક્ષાના ભવ્યથી ભવ્ય મંદીરના નિર્માણનું કાર્ય થશે. જેનો હેતુ સમગ્ર વિશ્વના કડવા પાટીદારોને એક વૈશ્વિના કડવા પાટીદારોને એક વૈશ્વિક પ્લેટફોર્મના માઘ્યમથી સમાજના જરુરીયાત મંદ પરિવારોને મદદરુપ થવા તેમજ સમાજના નિર્માણનો છે. જે અંતર્ગત શહેરના એસ.જી. હાઇવે વૈષ્ણોદેવી સર્કલ નજીક જાસપુર ગામ ખાતે ૧૦૦ વિધા જમીનમાં રૂ ૧૦૦૦ કરોડનું ખર્ચ નિર્માણ પામશે.
તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં જે પણ પ્રોજેકટ બનશે તેનો લાભ માત્ર પાટીદાર સમાજ જ નહિ પરંતુ સર્વ સમાજને મળી રહી તે માટેનો પ્રયાસ બની રહેશે. સાથો સાથ જે વિશ્ર્વ ઉમિયા ધામ વિશ્વ વિખ્યાત મંદીર નિર્માણ પામશે તેની આઘ્યાત્મિક ચેતના સાથે સર્વ સમાજના ઉઘ્વીકરણ કાર્ય કરશે. અમેરીકા, કેનેડા, ઓેસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ સહીતના ૧પ દેશોમાંથી એન.આર.આઇ. સ્નેહ મિલનનું આયોજન મંગળવાર તા.૭મી જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે શનિવાર, તા.ર૯મી ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ વિશ્વ ઉમિયા ધામ સંકુલ ખાતે નિર્માણ પામનારા વિશ્ર્વ કક્ષાના મા ઉમિયાના મંદીરનું ખાતમુહુર્ત થશે.
જેમાં, વિશ્વભરમાંથી વિશાળ સંખ્યામાં પાટીદારો ઉમટી પડશે. આ ખાતમુહુર્ત સાધુ-સંતો સમાજના અગ્રણીઓની નિશ્રામાં થશે.
ઉલ્લેખનીય છે કે આ સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મહાશિવરાત્રીએ ભૂમિપુજન કરીને સમાજની સંગઠીત શકિતને બીરદાવી હતી.
ડી.એન. ગોલની ઉપપ્રમુખ તરીકે વરણી
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદેદારોની વરણી થઇ જેમાં ડી.એન. ગોલની સર્વાનુમતે ઉપપ્રમુખ તરીકે વરણી થવા બદલ ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.
સંસ્થા સાથે જોડાયેલા સર્વે ટ્રસ્ટી મિત્રો, સ્વયંસેવકો અને સ્ટાફ મિત્રોનો સમાજ અને સંસ્થા પ્રત્યેના કાર્યો અને વિચારોમાં સાથ અને સહકાર આપવા બદલ ડી.એન. ગોલે સૌનો હ્રદયપૂર્વક આભાર માન્યો છે.