અમીન માર્ગ પર દર રવિવારે હાલા શરબતનું વેચાણ
હાથલો થોર ગજ ગુજરાતમાં ઓછા વરસાદવાળા વિસ્તારમાં અને નીતારવાળી જમીનમાં સહેલાયથી ઉછરી શકે છે, તેને કાળી ચીકણી જમીન માફક આવતી નથી. અગાવ ખેડૂતો પોતાના ખેતરના રક્ષણ માટે ખેતર ફરતે હાથલા થોર વાવી જીવંત વાડ કરતા તેથી આવી વાડમાં નાના જીવો આશરો મેળવતા, ઘણી જગ્યાએ વન વિભાગ પોતાની હદ બતાવવા માટે હાથલા થોરની વાડ કરે છે.
હાથલા થોરના પાકા ફળો ઔષધિય ગૂણો ઘરાવે છે, જેમાં ખનીજ દ્રવ્યો, પાણી, લોહતત્વ, કાર્બોનિક એસીડ વગેરે હોઈ છે, ફળ નો ગર તાશીરે શીતળ, શોષહર છે, પાકા ફાળો સ્વાદે મધુર, રક્ત શુદ્ધકિર, પિતહર, પેટશૂ હર અને શક્તીપ્રદ છે. તેના સેવનથી થાક લાગતો નથી, રક્તવિકાર, લ્યુકેમિયા, કમળો, ચર્મવિકાર, સામાન્ય નબળાઈ અને લીવર માટે ગુણકારી છે. હિંગોળગઢની આજુબાજુના અતિ ગરીબ લોકો ફીંડલા સરબત બનાવી ઘર બેઠા વેચાણ કરતા પણ તેને જરૂરી બજાર મળતી નહિ, ૨૦૧૧ થી વી.ડી.બાલા (પ્રમુખ-નવરંગ નેચર ક્લબ) એ તેને રાજકોટ ખાતે દર રવિવારે નવરંગ નેચર ક્લબના માધ્યમથી ફૂલછાબ ખાતે વેંચાણની વ્યવસ્થા અને પ્રચાર કાર્ય વિનામૂલ્યે કરી આપેલ. હાલ સૌરાષ્ટ્રમાં રાજકોટ અને જામનગર જીલ્લામાં ૬૦ પરિવાર હાથલાનું સરબત અને પાકા ફાળોનું વર્ષે ૩૨ લાખનું વેંચાણ કરી પુરક રોજગારી મેળવે છે. હાથલા થોરના આ પ્રચાર અને પ્રયત્નોને લીધે સૌરાષ્ટ્રના તાલુકા મથકોએ અતિ ગરીબ પરિવારો પોતાની રીતે હાથલાના પાકા ફળો અને સરબત વેંચવા લાગ્યા છે. જે ખેડૂતોની વાડી ફરતે આ થોર હોઈ છે, તે આવા લોકોને વિનામૂલ્યે ફળ વીણવા આપે છે.
ખાંડ/સાકર વિનાનું હાથલા સરબત પણ વેચવા માં આવે છે. રાજકોટ ખાતે ૫૦૦ ગ્રામ ની એક બોટલ ૧૦૦ રૂપિયામાં દર રવિવારે ૧૫૦ ફૂટ રીંગ રોડ, અમીન માર્ગના ખૂણા પર સવારે ૯ થી ૧ સુધી વેચાણ કરવામાં આવે છે.
પાણીના ૧ ગ્લાસમાં પાંચ ચમચી ફીંડલા સરબત નાખી તેમાં થોડું લીંબુ નીચોવી દિવસમાં ૩ દિવસ પીવાથી આરોગ્યની રીતે ખૂબ ફાયદો થાય છે. સ્વાગત પીણા તરીકે પણ ઉપયોગ કરી શકાય તેવી તેની તાકાત છે. આવા દેસી પીણા પીવાથી આપણને આરોગ્યની રીતે ફાયદો થાય અને અતિ ગરીબ લોકો ને કે જે આ સરબત બનાવી વેચી પોતાનું ગુજરાન ચલાવે છે તેના ચુલા સળગતા રહે છે. આમ ગ્રામ્ય રોજગારીનું નિર્માણ થાય છે, વધુ રોજગારી નિર્માણ થશે તો ગુનાખોરી આપો આપ ઘટશે. જંગલોની આજુબાજુ આવી રીતે રોજગારી નિર્માણ કરી અવત ગરીબ લોકોને રોજગારી પરી પડવાથી લાંબાગાળે જંગલોને ફાયદો થશે.