એનએસએસ લાલબહાદૂર શાસ્ત્રી ક્ધયા વિદ્યાલય તથા સદગુરૂ પ્રાયમરી સ્કુલની ૧૦૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ જોડાઈ: રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને રેલીને આવકારી
સ્વર્ણિમ ભારત નિલ્સ ફોર હ્યુમાનીટી, એનીમલ્સ એન્ડ એન્વાયરમેન્ટ તથા લાલબહાદૂરશાસ્ત્રી ક્ધયા વિદ્યાલયના સંયુકત ઉપક્રમે વાતાવરણમાં થતા બદલાવ તથા પાણીની ઉભી થતી અછતની જાગૃતતા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ આલ્ફ્રેડ સ્કુલથી શરૂ થયેલ આ રેલીમાં એન.એસ.એસ. લાલબહાદૂર શાસ્ત્રી ક્ધયા છાત્રાલય તથા સદગુરૂ પ્રાઈમરી સ્કુલની ૧૦૦૦ જેટલી બાળાઓ જોડાઈ હતી. તથા કલકેટર કચેરી ખાતે રેલીનું સ્વાગત કલેકટર રેમ્યા મોહન દ્વારા કરવામાં આવ્યું હતુ.
ભરતસિંહ પરમારએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સ્વચ્છ ભારત એન્વાયરમેન્ટ એજયુકેશન ટ્રસ્ટ અને લાલબહાદૂર શાસ્ત્રી ક્ધયાવિદ્યાલય બંનેના સંયુકત ઉપક્રમે આજરોજ પાણી બચાવો, ઈન્વાયરમેન્ટ બચાવો પર સ્કાઉટ ગાઈડના બાળકો, એન.એસ.એસ. રેડક્રોસના બાળકો દ્વારા રેલીનું આયોજન કર્યું હતુ. જેમાં આલ્ફ્રેડ હાઈસ્કુલથી કલેકટર કચેરી સુધીનો રૂટ હતો જેમાં પર્યાવરણ બચાવો ને લઈ બે બહેનો દ્વારા જે અભિયાન ચલાવાઈ છે. તેમની સાથે અમે જોડાયા છીએ તથા રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને સ્વાગત કર્યંુ હતુ. અને ભવિષ્યમાં પ્રકૃતિનો બચાવ કરે તે માટે શપથ લેવડાવ્યા હતા.
જાહલ ચારણ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુકે સ્વર્ણિમ ભારત પ્યુયલ ઓફ હુમાનીટી અને લાલબહાદૂર શાસ્ત્રી ક્ધયા છાત્રાલયના સહયોગથી પર્યાવરણ બચાવો, પાણી બચાવોનો સંદેશો લોકો સુધી પહોચેઅને જનજાગૃતી વધે તે માટે રેલીનું આયોજન કરાયું હતુ જેમાં અંદાજે એક હજાર દિકરીઓ જોડાઈ, જળવાયું પરિવર્તન એક મહાસંકટ બની રહ્યું છે. આજે આપણે બધાએ તેની જાગૃતી વધારવી જોઈએ કે તેનું નુકશાન આપણને શું થાય છે.