રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે વધારાના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 3,795 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે.
20 તારીખ સુધીમાં થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતના તમામ 18 હજાર ગામડાઓને 56.36 લાખ ખેડૂતોને આ સહાયનો લાભ મળશે.
- સહાય પકેજમાં જે ખેડૂતોને નુકસાન નથી થયું તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
- વરસાદથી નુકસાન નથી થયું તેવા 81 તાલુકાઓમાં પણ સરકારી સહાય ચૂકવવામાં આવશે.
- પાક વીમા ઉપરાંત સરકારી સહાયનો લાભ મળશે. જેનો ફાયદો રાજ્યના 248 તાલુકાઓને મળશે.
- રાજ્ય સરકારે જાહેર કરેલા 3,795 કરોડના સહાય પેકેજમાં 2,154 કરોડ કેન્દ્ર અને 1,643 કરોડ રાજ્ય સરકાર ચૂકવશે.
- હેક્ટર દીઠ 4 હજારની સહાય કરાશે.
- એક ઇંચથી વધુ વરસાદ પડેલ રાજ્યના ૨૯ જિલ્લાના ૧૨૫ તાલુકાના અંદાજિત ૯૪૧૬ ગામના અંદાજે ૨૮.૬૧ લાખ ખેડૂત ખાતેદારોને એસ.ડ.આર.એફના ધોરણ મુજબ હેક્ટર દીઠ ૬૮૦૦ લેખે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અંદાજે રૂ ૨૪૮૧ કરોડની સહાય અપાશે.