અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ આયોજનની વિગતો આપી
સંકિર્તન મંદિરના અખંડ હરિનામ સંકીર્તનના ૧૩૦૦૦ દિવસના વિજય મંત્ર વિજયોત્સવ સમાપન વિશેષ પુજન આરતી તથા શ્રી ૧૩ કુડી મહાવિષ્ણુયાગ કાર્યક્રમ આવતીકાલે યોજાશે.
‘શ્રી રામ જય રામ જય જય રામ’ ના વિજય મંત્રને અખંડ સંકીર્તન તરીકેની પ્રવૃતિને ધી ગીનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન અપાવનાર નામ નિષ્ઠસંત સંકીર્તન સમ્રાટ સદગુરુદેવશ્રી પ્રેમભિક્ષુજી મહારાજની અવિરત પ્રેરણા અને શ્રી રામનામ મહારાજની અહૈતુહિ કૃપાથી આજે ભારતભરમાં સેંકડો જગ્યાએ વિજયમંત્રનું નામ સંકીર્તન ચાલી રહેલ છે. જેમાં રાજકોટ સહિત ૭ સેન્ટરોમા ચોવીસ કલાક અખંડ સંકીર્તન ચાલે છે.રાજકોટ શહેરમાં ચાલી રહેલ અખંડ સંકીર્તનના ૧૩૦૦૦ દિવસનો વિજયમંત્ર વિજયોત્સવ ભવ્યતાથી આનંદ કિલ્લાસ સાથે ઉજવાઇ રહ્યો છે. જેના સમાપનનો વિશેષ કાર્યક્રમ તા.ર૩ ને રાત્રે ૧૦ થી ૧ દેશ વિદેશમાં રામનામ ની ધુનનો નાદ સંભળાનાર અશોકભાઇ ભાયાણી તથા મહેશભાઇ વાગડીયા સાથે વિશેષ સમુહ સંકીર્તન રાસ ગરબા વિગેરે શ્રીરામ નામ મહારાજ તથા પૂ. સદગુરુદેવનું પૂજન અર્ચન અભિષેક વિગેરે રાત્રે ૧૦ થી ૧ર મહાઆરતી સાથે ઉ૫સ્થિત સર્વે ભાવિક ભકતો દ્વારા સમુહ આરતીનું આયોજન થયું છે.
તા.૨૪ ને રવિવારે સવારે ૭.૪૫ થી ૧૨.૩૦ સુધી મહાવિષ્ણુયાગમાં ભગવદ્દ કૃપા પાત્ર ૧૩ યુગલો યજમાન તરીકે લાભ લેશે. તેવું અબતકની મુલાકાતે આવેલા ગોવિંદભાઇ ભાતેલીયા – મેનેજીંગ ટ્રસ્ટી, હરુભાઇ નથવાણી, હસુભાઇ ભગદેવ, રાજુભાઇ દાવડા, હર્ષદભાઇ ગોહેલ, દિનેશભાઇ રાયચુરા, અનીલભાઇ ભાયાણી, ચંદુભાઇ પરચાણી વિગેરે ટ્રસ્ટી તથા શાસ્ત્રી શ્રી હરીશભાઇ ભોગાયતા, નિલેશભાઇ જોબનપુત્રા, હર્ષદભાઇ રુઘાણી, ગીરીશભાઇ ટાંક અને મહેશભાઇ વાગડીયા સહીતના જણાવ્યું છે.