ફૂલોમાં ઘણી બધી ખૂબીઓ હોય છે. એટલે જ ફૂલને જોઈ દરેકનું મન પ્રસન્ન બની જાય છે. ફૂલ માત્ર આપણો મૂડ બનાવે છે એવું ની, પરંતુ તે આપણા ઘરના રાચરચીલાને પણ આર્કષક બનાવે છે.
ફૂલને માત્ર લિવિંગ રૂમ કે ડ્રોગ રૂમ સુધી સીમિત રાખવા જોઈએ નહીં.
ઘરના અન્ય ભાગમાં રાખો, સુંદરતા વધશે. જર્મનીમાં થયેલા એક સંશોધન મુજબ અંદાજે ૧૫ મિનિટ સુધી ફૂલોની નજીક રહેવાથી તણાવમાં ઘણી રાહત જોવા મળશે.
સંશોધનકર્તાનો દાવો છે કે, રંગબેરંગી અને તાજા ફૂલોને નજીક પાસે રાખવાથી મનમાં સકારાત્મક વિચાર આવે છે. મનમાંથી ચિંતા, બેચેનીની ફરિયાદો દૂર થાય છે. જે લોકોમાં ઘરમાં ફૂલો રાખે છે કે પછી બગીચામાં ફરવા જતાં હોય તે ડિપ્રેશનના શિકાર બનતા નથી.
સંશોધનકર્તાની સલાહ છે કે, જ્યારે ઉદાસી અનુભવો ત્યારે થોડાં ફૂલ તમારી પાસે રાખો અને તેની સુગંધ તા સૌંદર્યને માણો. પછી જુઓ ઉદાસી કેવી રીતે ભાગે છે. એક વાતનું ધ્યાન રાખજો કે, કરમાઈ ગયેલાં ફૂલને ઘરમાં રાખતાં નહીં, માત્ર તાજા અને ખીલેલાં ફૂલને જ રાખવાં.