કાલાવાડ રોડ કોસ્મોપ્લેક્ષની બાજુમાં આવેલ અંધ આશ્રમ ખાતે બીરાજમાન પ્રાચીન પરચાવાળી રાંદલ માંના મંદિરના રૂા.૮૦ લાખના ખર્ચે નવનિર્માણ બાદ સૂર્ય પત્ની રાંદલ માંની અતી તેજસ્વી મૂર્તિ સાથે ગણેશજી, લક્ષ્મીનારાયણ દેવ શિવજી, હનુમાનજી, પંચદેવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, વિધી-વિધાન પૂર્વક કરવામાં આવી છે.
સ્વાચમા પરમાત્માનંદજી સરસ્વતીજીના કમરમલોથી વૈદિક મંત્રોચાર સાથે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામીજીએ જણાવેલ કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ તમામ મૂર્તિમાં દેવત્વ પ્રગટ થયું છે. અને આ દેવી સ્વરૂપે, મંદિરમાં બિરાજમાન છે. ત્યારે અહિં આવનાર તમામ ભકતજનોની મનોકામના સિધ્ધ થાય તેવો આશ્રમના પ્રાચીન મંદિરમાં માતાજીના લોટા ઉત્સવો ઉજવે તો અહી રહેતા વૃધ્ધ મા બાપને પણ તેનો અનન્ય લાભ મળે.
આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી જયંતીભાઈ પટેલે જણાવેલ કે, આશ્રમ સંપૂર્ણ પણે દાતાના દાન આધારીત છે. કોઈપણ વ્યકિત તિથી ભોજન નિમિતે નાસ્તો, ભોજનની સાથે કપડા અનાજ અન્ય વસ્તુનું દાન પણ આપી સંસ્થાને મદદરૂપ થઈ શકે છે. આ પ્રસંગે ભગવાનજીભાઈ પરસાણા, ગોવિંદભાઈ પટેલ, શિવલાલ વેકરીયા, કિશોર કોટડીયા, નરેન્દ્રસિંહજી જાડેજા, ભુપતભાઈ બોદર, સહિતના અગ્રણીઓ તેમ દશનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા વતી તેજશભાઈ કાલરીયાએ સર્વેનો આભાર માનેલ હતો.