ગુજરાતનાં પ્રથમ પૂર્વ મહિલા મુખ્યપ્રધાન અને ગુજરાતમાં સતત ૧૬ વર્ષ સુધી ભાજપનાં પ્રધાનમંડળમાં એક મહિલા કેબિનેટ પ્રધાન તરીકે જવાબદારીનું વહન કરનાર અને હાલમાં ઉતરપ્રદેશનાં રાજયપાલપદે કાર્યરત આનંદીબેન પટેલનો આજે જન્મદિવસ છે. આજે તેમણે જીવનનનાં ૭૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ૧૯૮૭થી ભાજપમાં સક્રિય આનંદીબેન ૪ ટર્મ સુધી ઘાટલોડીયામાંથી ધારાસભ્યપદે ચુંટાયા હતા. અગાઉ મહેસુલ મંત્રી તરીકે તેમજ રાજયસભાનાં સાંસદ તરીકે પ્રશંસનીય કામગીરી કરી ચુકયા છે.
ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો આજે જન્મદિવસ
Previous Articleમગફળીનાં ભેજમાં ૨ ટકા રાહત આપવા કિસાન સંઘની માંગ
Next Article પીંક બોલ શું બદલશે ટેસ્ટનો માહોલ ?